________________
૪૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ રાગનો કર્તા છે ને પુણ્યનો કર્તા છે ને. આહાહા!
આવી વાતું છે. કોઈ કહે કે આ તે કાંઈ વીતરાગના ઘરની જિનેશ્વરની હશે? ભાઈ અમે તો જિનમાં તો કાંઈ–આ સામયિક કરો, પોહા કરો, પડિકમણા કરો, ચોવીહાર કરો, કંદમૂળ ન ખાવ, દેવગુરુની ભક્તિ કરો, દેવગુરુને માનો, દેવગુરુને, ગુરુ આદિને આહાર આપો આવું સાંભળીએ બાપા. આહાહા! શ્વેતાંબરમાં એમ કહે કે સિદ્ધચક્રની પૂજા કરો, કર્મની દહન પૂજા કરો, ગિરનારની જાત્રા કરો, સમેતશિખરની જાત્રા કરો, શેત્રુંજયની કરો, અને શેત્રુંજયની જાત્રા કરીને અહીં આહાર પાણી આપો સાધુને તો મોટું મહાધર્મ થાય. જાત્રા કરો એવું આવે છે. શેત્રુંજયની માહાભ્યમાં, શેત્રુંજયનું માહાભ્યનું પુસ્તક છે ને? એમાં એ આવે છે બધું જોયું છે, જાત્રા કરીને ઉત્તરે ઈ નીચે સાધુને આહાર પાણી આપે તો બહુ લાભ થાય. પણ આ સાધુ કયાં હતો ઈ હુજી, અને તારી જાત્રાનો ભાવ એ તો રાગ હતો પુણ્ય હતો. રાગ મંદ કરીને કર્યું હોય તો, અભિમાન બીજાને બતાવવા કર્યું હોય તો તો વળી પાપ છે. આહાહા !
એવી રીતે આપણે અહીંયા મહાવીર કીર્તિ આવ્યા'તા આહીં આ નહોતું ને ત્યારે તો ઓરડી હતી આંહી. એમાં ઉતર્યા'તા. ઓલામાં પણ ન્યાં ઉતર્યા'તા. પછી એને હું આહાર કરીને ફરું છું ને એટલે ત્યાં ગયો તો, ત્યારે ઈ કહે કે અમારી પાસે સમેતશિખરજીનું એક પુસ્તક છે. મહાવીર કીર્તિ હતા અત્યારે ગુજરી ગયા, એ પુસ્તક છે, એમાં એમ લખ્યું છે કે સમેતશિખરજીની જાત્રા કરે તો ૪૯ ભવે મોક્ષ થાય. મેં કીધું આ શેત્રુજયવાળા કરે છે એમ આ તમારા સમેતશિખરજીની ૪૯ ભવે મોક્ષ થાય એ વાત ભગવાનની નથી કીધું. જાત્રા કરીને સંસાર ઘટે ને ૪૯ (ભવ) એ વીતરાગની વાણી નહિ. વીતરાગની વાણી તો આત્મા અનંત આનંદનો નાથ છે તેમાં એકાકાર થાય, અને લીન થાય ત્યારે તેનો સંસાર પરિત ઘટી જાય, મેં કીધું જાત્રાગાત્રા ગિરનારની ને તમારા સમેતશિખરની લાખ કરે, તો ભવ ઘટે એ વસ્તુ નથી કીધું. પહેલું તો આમ બોલી ગયા એ પછી મેં કીધું ત્યારે હા હા એમ કહેવા લાગ્યા. દિગંબર સાધુ હતા કે આંહી ખબર દેવી દેવલાને માને આ પદ્માવતિ દેવી નહિ? એને હારે રાખે, દેવીને માને, હવે આ જૈનને દેવી દેવલા કેવા? આહાહા ! આ ત્રણ લોકના નાથને માનવો એ પણ એક શુભભાવ છે, તો એવી દેવી દેવલા અંબાજી ને શું કહેવાય એ શેત્રુંજય ઓલી ચકેશ્વરી, ચક્રેશ્વરી છે ને? જોયું છે ને ? દેવી અંબાજી ને શિકોતર ને ઢીંકણી ને ફિંકણીને બધા બહારના મિથ્યા ભ્રમ છે, પોતાના કુળદેવને માનો લ્યો ને, અમારો બાપ ત્રીજી પેઢીએ આવા હતા ને એ પછી આમ થયું ને કુળદેવને માનીએ એ બધી ભ્રમણા અજ્ઞાનીઓની છે. (શ્રોતા - આવી સાચી વાત કોઈએ કહી જ ન હતી) હું? હેં? કહી નહોતી વાત ખરી છે. (શ્રોતા:- શાસ્ત્રમાં કહ્યું છે કુદેવને માનવા એ પત્થરની નાવ ) મિથ્યાત્વ છે અજ્ઞાન છે. ચાર ભૂલવાળા છે. ત્રણલોકના નાથ પરમેશ્વર ત્રિલોકનાથ ને માનવા એ પણ એક શુભરાગ છે, તો પછી અન્યને તો માનવાની વાત જ કયાં છે? એમાં અંબાજી ને, શિકોતેર ને કુળદેવી ને કુળદેવા ને ખેતરપાળ ને આવે છે ને? ઓલું હનુમાન ને. આહાહા ! સરસ્વતી દેવી ને બળદ ઉપર બેઠીને. ચાર હાથ ને હાથમાં સરસ્વતી, એ સરસ્વતી કયાં ત્યાં હતી? સરસ્વતી તો આંહી (અંદર) છે.