Book Title: Samaysara Siddhi 4
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 485
________________ ४७० સમયસાર સિદ્ધિ ભાગ-૪ જ્ઞાનધારા આત્માના પરિણામ. આહાહા ! કેમ કે આત્મા “ઘટ ઘટ અંતર જિન વસે, ને ઘટ ઘટ અંતર જૈન,” એ જિનસ્વરૂપી વીતરાગમૂર્તિ પ્રભુ એનું પરિણમન થાય એ જૈનપણું છે. આહાહાહાહા ! જિનસ્વરૂપી ભગવાન આત્મા, અનંતા અનંતા ગુણો પણ બધા જિનસ્વરૂપી વીતરાગસ્વરૂપી છે. એવો ભગવાન જિનસ્વરૂપી પ્રભુ, એનું પરિણમન એટલે પરિણમે ને પર્યાય થાય, તે તો વીતરાગી પર્યાય થાય. એ વીતરાગી પર્યાયનો કર્તા જ્ઞાની છે, પણ જે રાગ ને દ્વેષ ને સુખદુઃખના પુદ્ગલની પરિણામની અવસ્થા, તેનું અહીંયા જ્ઞાન થયું તે જ્ઞાનની અવસ્થા આત્માથી અભિન્ન છે. પણ આ રાગદ્વેષ ને સુખદુઃખની અવસ્થા પુદ્ગલથી અભિન્ન છે ને આત્માથી ભિન્ન છે. આહાહા ! સુખદુઃખાદિ પુગલ પરિણામની અવસ્થા, પુદ્ગલની અવસ્થા એમ ન કહ્યું પુદ્ગલ પરિણામની, પરિણમ્યું છે એ પુદ્ગલ એ રીતે, ભગવાન પરિણમ્યો છે એ રીતે, શું? કે જે રાગદ્વેષ ને સુખદુઃખની પુદ્ગલના પરિણામની અવસ્થા છે, તેને જાણવાપણે, વીતરાગ પરિણામપણે પરિણમ્યો છે આત્મા, તેને આત્મા કહીએ ને તેને જ્ઞાની ને ધર્મી કહીએ. આહાહાહાહા ! આવું પછી આ લાગે કે માણસને કે નિશ્ચય નિશ્ચય નિશ્ચય વ્યવહાર કહેતા નથી વચ્ચે એમ કહે છે. પણ વ્યવહાર કયારે બાપુ, સાંભળ તો ખરો. એ રાગથી ભિન્ન પડીને જિન સ્વરૂપનું જ્ઞાન ભેદજ્ઞાન થયું એ પછી એ રાગ આવે એને, એ રાગને વ્યવહાર કહેવામાં આવે, પણ એ રાગને તો અહીં પુદ્ગલની અવસ્થામાં નાખી દીધી, તેથી તેને વ્યવહાર કહ્યો છે આવું છે. એમ કે વ્યવહાર કહેતા નથી, પણ વ્યવહાર સાંભળ તો ખરો પ્રભુ, આ વ્યવહાર કીધું નહીં ? દયા, દાન, વ્રત, ભક્તિ આવે છે, હોય છે એ પુદ્ગલની અવસ્થાને વ્યવહાર કહેવામાં આવે છે. ભગવાન આત્મા જિનસ્વરૂપી તેનું જ્ઞાન થાય, એ રાગદ્વેષ સુખદુઃખનું અહીં જ્ઞાન થાય એ આત્માની અવસ્થા છે, એ નિશ્ચય છે. ત્રિલોકનાથ જિનેશ્વરદેવ આમ ફરમાવે છે. એને વીતરાગની વાણી પણ સાચી મળે નહિ સાંભળવા. કલ્પિત બનાવેલી વાતું સંભળાવે ને સાંભળે જિંદગી ચાલી જાય છે. આહાહા ! એ રાગદ્વેષ સુખદુઃખાદિરૂપ-સુખદુઃખાદિરૂપ, એ સ્વરૂપ જ જાણે પુદ્ગલની પરિણામની અવસ્થા છે. એમ આહાહા ! એ પુદ્ગલથી અભિનપણાને લીધે, એ કર્મ જડ છે, એ જડ એ રીતે પરિણમ્યું છે, રાગદ્વેષ સુખદુઃખની કલ્પના જે છે એ જડ એ રીતે થયું છે, એ કર્મનું જે સામર્થ્ય અનુભાગમાં છે, એ રીતે એ પરિણમ્યું છે. આહાહાહાહા ! સમજાણું કાંઈ? એ પુદગલ પરિણામની અવસ્થા રાગદ્વેષ સુખદુઃખાદિરૂપ હોં, સુખારિરૂપ એમ કે જાણે એનું સ્વરૂપ જ પર્યાયનું છે પુદ્ગલમાં એમ. આહાહાહા ! બે દ્રવ્ય લીધાં. એક ભગવાન ચૈતન્ય સ્વરૂપદ્રવ્ય અને એક કર્મદ્રવ્ય, એ કર્મદ્રવ્ય પરિણમે છે ત્યારે એમ કહે છે કે રાગદ્વેષ સુખદુઃખાદિની દશા થાય છે. ભગવાન જે આત્મા પરિણમે છે ત્યારે તેને વીતરાગી સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ થાય છે. આહાહાહા ! કહો મધુભાઈ ! એ હોંગકોંગમાં સાંભળવા મળે એવું નથી ત્યાં, હેરાન થઈ થઈને. વીતરાગ મૂર્તિ છે એ, એનો સ્વભાવ જ વીતરાગ સ્વરૂપ છે, એનો સ્વભાવ જ અકષાય

Loading...

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501