________________
૪૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે, તેને પોતાનો માને છે, એ બાળક બહિરઆત્મા છે, એ બાળક છે અજ્ઞાની છે. અને એ રાગથી ભિન્ન આત્મા પોતાનો શુદ્ધ ચૈતન્યમૂર્તિ, એને જેણે જાણ્યો અને અનુભવ્યો છે, એ યુવાનયુવાન આત્માનો એ યુવાની જીવ થયો, એને જાવાની લાગુ પડી. આહાહાહા ! આ જાવાની તો જડની છે, વૃદ્ધાવસ્થા બાળ, આ તો અંદરમાં ભગવાન જિન સ્વરૂપી પ્રભુ, એને રાગવાળો માને, એ બાળક બહિરઆત્મા મિથ્યાષ્ટિ મૂંઢ છે. આહાહાહા ! અને એ રાગથી ભિન્ન પડી અંતરઆત્મા વડુ જિન સ્વરૂપી, તેને જાણે-અનુભવે, તે ધર્મમાં ધર્મી યુવાનીમાં આવ્યો. યુવાની એને જાગી, અને એ જ્યારે કેવળજ્ઞાન પામે છે, ત્યારે તે આત્મા વૃદ્ધ થયો. આહાહાહા !
ધર્મમાં આવી વાતું છે, જગતથી બહુ જુદી પડે છે. હું? બહુ ફેર લોકો તેથી વિરોધ કરે છે ને? અરે ભગવાન, એને ચાલતો સંપ્રદાય છે, એ પણ બધા ધર્મી છે એમ એને મનાવવું છે, અરે પ્રભુ એમાં હિત શું છે ભાઈ ? હિતનો પંથ તો જાગ્યો નથી અને તું એને સાધર્મી ઠરાવે છે. આહાહા !
ચૈતન્ય હીરલો અંદર અનંત અનંત ગુણ અને ધર્મ નામ સ્વભાવથી ભરેલો પ્રભુ એ જિનસ્વરૂપી પ્રભુ, જિનસ્વરૂપી અંતરમાં બિરાજે છે એ જિનસ્વરૂપ ન હોય તો પરમાત્માને વિતરાગતા થઈ એ કયાંથી આવી? કંઈ બહારથી આવે છે? ચોસઠપહોરી પીપર જે છે લિંડીપીપર એની ચોસઠપહોરી શક્તિ અંદર પડી છે પૂર્ણ ચોસઠપહોરી, ચોસઠ એટલે રૂપિયો સોળઆના એને ધુંટી અંદર જે હતી ચોસઠપહોરી એટલે સોળઆના એટલે રૂપિયો પૂર્ણ તીખાશ એ બહાર આવે છે, એ હતી તે બહાર આવે છે. એમ આ ભગવાન આત્મામાં ચોસઠપહોરી એટલે રૂપિયે રૂપિયો આનંદ ને જ્ઞાન ને શાંતિ એવા અનંતગુણ પૂર્ણ ભર્યા છે. આહાહાહા !
- હવે આવી વાતું, વીતરાગ ત્રિલોકનાથ ભગવાન પરમાત્મા આમ ફરમાવે છે. એ ચોસઠ નામ પૂર્ણ સ્વરૂપ ભગવાન એના બહારમાં રાગ આદિ થાય એ પોતાનો માને, એ મિથ્યાષ્ટિ છે, બહિરઆત્મા છે, અજ્ઞાની છે. અને એ પૂર્ણાનંદનો નાથ પ્રભુ જિનસ્વરૂપી હું છું, એ રાગ હું નહિ, ભલે રાગ થાય પણ રાગનો કર્તા નહિ, રાગનો જાણનાર રહે એ મધ્યમ યુવાન દશા ને મધ્યમ અંતર આત્મા, જઘન્ય ચોથેથી શરૂ થાય. પછી, વિશેષ મધ્યમાં અંતર આવે અને અંતર પૂર્ણ દશા પ્રગટ થાય એ પરમાત્મ દશા, અરિહંતની દશા, કેવળી પરમાત્માની દશા, એ આંહી તો જઘન્ય દર્શનથી, મધ્યમની વાતું છે અહીં અત્યારે છે?
જેમ એ શીતઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ ટાઢી–ઉની અવસ્થા તો અહીં ટાઢાઉનાનું જ્ઞાન કરાવવામાં એ નિમિત્ત છે, ટાઢી ઊની અવસ્થા પુગલની, અહીં જ્ઞાનમાં ટાઢુંઉનુનું જ્ઞાન થાય, એ જ્ઞાનમાં નિમિત્ત છે એ. તે સ્પષ્ટતા કરવામાં આવે છે. એવી શીત-ઉષ્ણ પુગલ પરિણામની અવસ્થા પુગલના પરિણામની અવસ્થા પુદ્ગલ દ્રવ્ય છે તેના પરિણામ પરિણતિની અવસ્થા, પુગલથી અભિન્નપણાને લીધે ઠંડી ઉની અવસ્થા પુદ્ગલ પરમાણુંથી એકમેક છે, આત્માથી સદા અત્યંત ભિન્ન છે. અને તેના નિમિત્તે થતો જે પ્રકારનો અનુભવ, ટાઢી અને ઉની અવસ્થાનું અહીં જ્ઞાન થાય, એ જ્ઞાનમાં એ નિમિત્ત છે. આત્માથી અભિનપણાને લીધે, એ જ્ઞાન થયું તે આત્માથી જુદું નથી. ટાઢી ઉની અવસ્થા જુદી છે, પણ ટાઢી ઉની અવસ્થાનું અહીં જ્ઞાન થયું એ જ્ઞાન આત્માથી અભિન્ન છે એકમેક છે. આહાહા !