________________
૪૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ પરને પોતારૂપ નહિ કરતો. પર એટલે દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો વિકલ્પ રાગ, એ રાગ પર છે, એને પોતારૂપે આત્મા જિનસ્વરૂપી પ્રભુ, એ રાગને જિન સ્વરૂપમાં ન લેતો અને પોતાને પર નહિ કરતો. વીતરાગ સ્વરૂપને રાગરૂપ નહિ કરતો. રાગને વીતરાગ સ્વરૂપમાં ન લાવતો જિનસ્વરૂપી પ્રભુ છે. આહાહાહા ! ભારે કામ અત્યારે હો? અનાદિ અનંત. આહાહાહા !
જેમ અકૃત્રિમ-અકૃત્રિમ પ્રતિમા સૂરજમાં, ચંદ્રમામાં, અસંખ્ય દ્વિપ સમુદ્રમાં છે, દેવલોકમાં છે, સુધર્મો આદિ દેવલોકમાં જિન પ્રતિમાઓ શાશ્વત છે, એ સિવાય નંદીશ્વર દ્વિપમાં બાવન જિનાલય છે. આઠો દ્વિપમાં, એકસોને આઠ પ્રતિમા રતનની છે શાશ્વત, એમ આ ભગવાન આત્મા રાગના વિકલ્પથી ભિન્ન, જિન સ્વરૂપી અકૃત્રિમ પ્રતિમા ચૈતન્ય પ્રતિમા એ આત્મા અનાદિનો છે. આહાહાહા! આ આવી વાતું હવે આ કહે. એવી જિન પ્રતિમા શ્રીમદ્રમાં એમ કહે છે એકવાર ચૈતન્ય પ્રતિમા થા, ચૈતન્ય પ્રતિમા થા, આવે છે એમાં. આહાહાહા ! જેને જિન સ્વરૂપી આત્મા, એનું જેને જ્ઞાન ને અનુભવ થયો છે ધર્મીને, તે ધર્મીને રાગ એ મારો છે તેમ એ કરતો નથી. તેમ આત્માને રાગરૂપ થયેલો માનતો નથી. આહાહાહા !
પરને નહિ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો” જ્ઞાનમય એટલે વીતરાગ સ્વરૂપ આત્મા છે, એને જ્ઞાનપ્રધાનથી વીતરાગમય, જ્ઞાનમય થયો થકો, જાણનાર થયો થકો, જાણનારને જાણનાર તરીકે રાખતો થકો, પોતે જ્ઞાનમય થયો થકો, જાણક સ્વભાવ, આનંદ સ્વભાવ, વીતરાગ સ્વભાવ, એ વીતરાગ સ્વભાવરૂપી દશાપણે થયો થકો, “કર્મોનો અકર્તા પ્રતિભાસે છે” –કર્મ શબ્દ જે દયા, દાન, પૂજા, ભક્તિ, અપવાસનો વિકલ્પ જે ઊઠે છે રાગ, એ રાગનો જ્ઞાનીને અકર્તા પ્રતિભાસે છે. આહાહાહા! ગાથા બહુ સારી આવી છે આ.
આ લાખોના ને કરોડોના દાન આપે માટે એને ધર્મ થઈ જાય, એમ નથી એમ કહે છે, અને તેમાં રાગની મંદતા હોય તો પુણ્ય થાય તો ધર્મી તો તે પુણ્યના પરિણામને મારા કરતો નથી. આહાહા!હેં? બંધ રાગ છે, આ આવી વાતું છે. ( શ્રોતા- થોડો પુણ્ય ભાવ થાય તો કામ તો આવેને) જરીયે (નહીં), કામ આવે ને? એ પુણ્યપરિણામ મારા છે તે મિથ્યાત્વ ભાવ આવે. એણે લાંઘણું કરી'તી ને બહુ, વર્ષીતપની અમારા પ્રવિણભાઈ આવ્યા છે ને? તેના કાકા થાય ને એનાં? આંહીં તો, (શ્રોતા:- અમારા હીરા ધૂળ ધાણી થઈ ગયા) ધૂળ ધાણી ભાઈએ કીધું નહોતું, (શ્રોતા – અહીં તો આપકા હીરા ચાલુ હૈ ચૈતન્ય ચિંતામણી) આ હિરો છે, આ ચૈતન્ય ચિંતામણિ છે, ગાયું'તું ને ઈ, કોણે ગાયું'તું બનાવ્યું'તું કંચનબેને, હા, કંચનબેન-કોક કહેતું'તું સવારમાં. જેમાં અનંત વીતરાગી ગુણોનો ગંજ પડ્યો છે, જેમાં રાગના અંશનો સંબંધ નથી, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એવો જે રાગ એ સમકિતીને હોય છે, છતાં તે રાગનો આત્મા સાથે કાંઈ સંબંધ નથી. આહાહાહાહા ! એ કહે છે.
પોતે જ્ઞાનમય થયો થકો, જાણક સ્વભાવ ભગવાન આત્મા પ્રજ્ઞાબ્રહ્મ, જ્ઞાન ને આનંદની મૂર્તિ પ્રભુ છે, એને રાગને પોતાનો નહિ કરતો ધર્મી, રાગથી ભિન્ન પોતાને જ્ઞાનમય અને વીતરાગની પર્યાયમય કરતો, છે? કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. કર્મ શબ્દ દયા, દાનનો જે રાગ છે, એ ભાવ કર્મ છે. એ ભાવકર્મનો જ્ઞાની અકર્તા ભાસે છે, એનો કર્તા તે જ્ઞાની થતો નથી. આહાહા ! ભારે કામ આકરું.