________________
ગાથા-૯૩
૪૬૫ લાભદાયક છે, એવું જે અજ્ઞાની મિથ્યાષ્ટિ અને અજ્ઞાનથી રાગની ઉત્પત્તિ થાય છે, તે રાગનો કર્તા થઈને રાગમાં એકાકાર થાય છે. આરે આવી વાત !ધર્મી જેને આત્મા જ્ઞાન, આનંદ સ્વરૂપ છે અને એ શુભ-અશુભભાવ, એ ખરેખર કર્મની પુગલની દશા છે. મારી દશા નહિં, ધર્મીની દશા તો જ્ઞાન ને આનંદની અવસ્થા થાય તે તેની દશા છે. આહાહાહા ! કહો, એ અહીંયા વાત કરે છે જુઓ.
ટીકાઃ- “જ્ઞાનથી આ આત્મા” ટીકા છે ને? પહેલો શબ્દ છે. ઝીણી વાત છે. “જ્ઞાનથી આ આત્મા” એટલે આત્માનું જ્યાં જ્ઞાન થયું છે, રાગના વિકલ્પથી ભિન્ન પડીને, “એ જ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે,” એ દયા, દાન, વ્રત, ભક્તિ શુભ-અશુભ ભાવ તેને પર જાણતો અને પોતાને આનંદ ને જ્ઞાનમય જાણતો, છે? પરનો અને પોતાનો, પર નામે શુભઅશુભ રાગ અને પોતે જ્ઞાનાનંદ સ્વરૂપ, બે નો પરસ્પર, રાગથી હું ભિન્ન ને મારાથી એ ભિન્ન. આહાહાહા ! સમજાણું કાંઈ ?
૯૩, ૯૩. ધર્મની પહેલી ટેષ્ટિ સમ્યગ્દર્શન થતાં ચોથું ગુણસ્થાન હજી, શ્રાવક તો પછી હજી તો આ વસ્તુ દેષ્ટિ નથી ત્યાં શ્રાવક કયાંથી? સાધુ કયાંય જાય, આંહી તો પ્રથમ નવતત્ત્વમાં પુણ્યપાપનું તત્ત્વ તે રાગાદિ ભિન્ન છે, જુદાં છે. મારું તત્ત્વ જ્ઞાયક સ્વરૂપ તે જુદું છે એમ પરને પોતાની ભિન્નતા પરસ્પર ભિન્ન જાણતો, રાગથી હું જુદો છું ને મારા આત્માના આનંદના જ્ઞાનથી રાગ જુદો છે. “આવું જે જ્ઞાનનું પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે, પરને પોતારૂપ નહિ કરતો” એ રાગાદિ વિકલ્પો ઊઠે એને ધર્મી જીવ “પોતાનો નહિ માનતો”, પોતાનો નહિ કરતો”, “અને પોતાને પર નહિ કરતો,” પોતે જ્ઞાનસ્વરૂપ આનંદ સ્વરૂપ પ્રભુ જિનસ્વરૂપ વીતરાગ સ્વરૂપ આત્મા વીતરાગ સ્વરૂપને રાગરૂપે ન કરતો રાગને વીતરાગ સ્વરૂપમાં ન લાવતો. વીતરાગ એટલે આત્મા અત્યારે હોં. આહાહા !
- જિન સ્વરૂપી પ્રભુ ભગવાન આત્મા એ વીતરાગની મૂર્તિ ચૈતન્યમૂર્તિ. આહાહા ! આ સૂર્ય જ્યારે આમ ફર્યો ને જરી આમ થોડો ફરે છે. આમ હતો ને પાટે બેસીએ તો સૂર્ય સામો આવ્યો'તો પહેલાં આમ આડો રહેતો. એમાં ભગવાનની પ્રતિમા છે શાશ્વત, મંદિર છે, જિનમંદિર છે અંદર. કીધું આ જેમ અકૃત્રિમ પ્રતિમા શાશ્વત છે. એમ આ ભગવાન જિનપ્રતિમા વસ્તુ એ શાશ્વત છે. આહાહા! સમજાય છે કાંઈ? ભરત ચક્રવર્તીને પાંચ મહેલ હોય છે મોટાં, એ મહેલને ઉપર રહીને સૂર્ય જેમાં પ્રતિમા ભગવાનનું મંદિર છે, એ પ્રતિમાના દર્શન કરતાં હતા, એટલી બધી આંખની તીવ્રતા હતી. એ અંદર ભગવાનનું મંદિર છે ત્યાં પ્રતિમા છે. એ દેવો તેને વંદન કરે છે. આ લોકો સવારમાં સૂર્યનારાયણને પગે લાગે છે ને, એ સૂરજનારાયણ સૂરજ પથ્થરને નહિ પણ લોકો નથી સમજતાં એટલે આ સૂર્યનારાયણ કહે છે. અંદર જિન પ્રતિમા શાશ્વત છે, અકૃત્રિમ, નવી નહિ થયેલી, અનાદિથી ચૈતન્ય જિન પ્રતિમા ત્યાં છે.
જેમ એ અણ કરાયેલી જિન પ્રતિમા શાશ્વત છે, એમ આ દેહમાં ભગવાન જિનરૂપી આત્મા, અકૃત્રિમ જિન પ્રતિમા અનાદિની છે. હેં ? આહાહા ! એવો જિન પ્રતિમા પ્રભુ, એટલે? વિતરાગ સ્વરૂપી આત્મા, અને રાગ સ્વરૂપી વિકાર, એ રાગને ધર્મી પોતામાં ન કરતો, અને આત્માને રાગરૂપ નહિ બનાવતો. આહાહા ! આવું છે, છે?