Book Title: Samaysara Siddhi 4
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 486
________________ ગાથા૯૩ ४७१ સ્વરૂપ છે, એનો સ્વભાવ જ આનંદસ્વરૂપ છે, ત્યારે આ રાગદ્વેષના આદિ એ પુદ્ગલના પરિણામ એ દુ:ખસ્વરૂપ છે. એ પુદ્ગલદ્રવ્ય જાણે પરિણમીને જાણે આકુળતા ઉત્પન્ન થઈ હોય એમ કહે છે. અને ભગવાન પરિણમીને અનાકુળતા ઉત્પન્ન થાય. પ્રભુ આત્મા આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ સર્વશે કહ્યો એ છે હોં. અન્યમતિઓ બધા કહે છે કે આત્મા–આત્મા એ આત્મા એણે જોયો નથી, જિનેશ્વર પરમેશ્વર સર્વજ્ઞ ત્રિલોકનાથ એણે જે આત્મા જોયો એ આત્માની વાત છે. અજ્ઞાનીઓ આત્મા–આત્મા કરે પણ એને આત્માની ખબર નથી. જૈન પરમેશ્વર સિવાય કોઈએ આત્મા પૂર્ણ કેમ છે એ જોયો નથી. ભલે વેદાંતી વાતું કરે આત્મા સર્વવ્યાપક છે ને, આમ છે ને તેમ છેને ઢીંકણું ને. પણ એ તો વળી એમેય કહે કે આત્મા અનુભવે, હેં? આત્મા અને અનુભવ છે એય ના પાડે છે. આત્માનો અનુભવ, આ પર્યાય થયો ને?આ રાગદ્વેષ સુખદુઃખને જાણવાની પર્યાય છે, એ પર્યાય છે, એ અવસ્થા છે, એ વીતરાગી અવસ્થા એ આત્માનું પરિણામ છે. વેદાંત તો માને નહિ, માને જ નહિ ને એ તો. લોકો વેદાંતમાં સુધારેલામાં બહું ચાલ્યું છે. વેદાંત-વેદાંત સર્વવ્યાપક સર્વવ્યાપક તદ્દન મિથ્યા છે. આહાહાહા ! આંહીં તો તેથી બે શબ્દ વાપર્યા કે રાગદ્વેષ સુખદુઃખાદિરૂપ પુદ્ગલ પરિણામની અવસ્થા, એના એ પરિણામની દશા, અને પુદ્ગલથી અભિનપણાને લીધે આત્માથી સદાય ભિન્ન છે, હવે, અને તેના નિમિત્તે થતો રાગદ્વેષ ને સુખદુઃખના પરિણામ પુગલની અવસ્થા ગણી અને તે પ્રકારનો તેના નિમિત્તે થતો અનુભવ એટલે જ્ઞાન, રાગદ્વેષ સુખદુઃખનું અહીં જ્ઞાન થાય એ તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્ન છે. એ જ્ઞાન થવું એ અનુભવ થવો એ આત્માથી એકમેક છે. આહાહાહા ! પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે, તે પ્રકારનો અનુભવ, જોયું એય માને નહિ વેદાંત, અનુભવ વળી કેવો કહે છે. રાગદ્વેષનું જ્ઞાન અનુભવ, જ્ઞાન એ પરિણામ. અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે” હા એ કયાં એને ખ્યાલ છે, એ નાની ઉંમરમાં આઠ દસ વર્ષની ઉંમર હતી ઉમરાળે, ત્યાં અમારે જોડે અમારા બાનો પિયરના બ્રાહ્મણ રહેતા, મોટો હતો ઉતારામાં. પછી એને મુળજીમામાં કહીએ એને જોડે ઘરમાં હતું અમારા મામીનું ઘર, ભાડે રહેતા મુળજીમામા એકલા રહેતા બૈરા બૈરા ત્યાં ભુંભલી રહેતા, ભુંભલી, ભાવનગર પાસે છે ને ભુંભલીમાં મારી બાનું મોસાળ હતું, એટલે એને મામા કહીએ. એ નહાતા'તા, નહાતા અમે નાની ઉંમરમાં દસ બાર વર્ષની ઉંમરમાં નહાતા નહાતા એમ બોલે “અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે, ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કહેવું રે” ખબર નહીં કાંઈ એને. મને અંદરમાં એમ થતું કે આ શું કહેતા હશે મામા, એનેય કાંઈ ખબર ના મળે. આ અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે, એ રાગ ને પુણ્ય પાપના ભાવ થાય તેનું જ્ઞાન એ અનુભવ આત્માનું. એ અનુભવીને એટલું રે આનંદમાં રહેવું. ભજવા પરિબ્રહ્મ, પરિબ્રહ્મ નામ ભગવાન આત્મા બીજો કોઈ ઈશ્વર બિશ્વર નહિ. વીતરાગ પણ નહિ, વીતરાગ એ પરદ્રવ્ય છે. ભજવા પરિબ્રહ્મ, પરિબ્રહ્મ ભગવાન પૂર્ણાનંદ ને પૂર્ણ જ્ઞાનનો સાગર એનું ભજન કરવું એકાગ્રતાથી. બીજાં કાંઈ ન કહેવું રે, બીજાં એને કાંઈ લગાડવું વહાલા દવલા વળગાડ નહિ વળગાડવો, કે

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501