________________
ગાથા-૯૩
૪૬૯ પુદ્ગલથી સદા અત્યંત ભિન્ન છે. એ ટાઢા ઉનાનું અહીં જ્ઞાન થયું, એ જ્ઞાન થયું છે પોતાથી, પણ એમ કહેવાય કે ટાઢા ઉનાના કારણે અહીં થયું. પણ થયું છે તો એ પોતાથી, પણ એ ટાઢા ઉનાની અવસ્થાનું જ્ઞાન, એ જ્ઞાન આત્માથી એકમેક છે, અને એ જ્ઞાન પુદ્ગલની અવસ્થાથી તદ્દન ભિન્ન છે. ઠંડી ઉની અવસ્થાથી ભિન્ન છે.
આવી વાતું હવે, આવો ઉપદેશ? આવો ધર્મ કઈ જાતનો કહે? બાપુ એ વીતરાગનો મારગ પ્રભુ જિનેશ્વર, ત્રણલોકના નાથ એની રીતિ ને મારગ કોઈ જુદો છે બાપુ.! અરે જેને આવું સત્ય સાંભળવા ન મળે, એ કે દિ' વિચારે ને કે દિ' એને અંદરમાં રુચિ કરે? દુર્લભ વસ્તુ થઈ પડી પ્રભુ. આહાહા !
એ દૃષ્ટાંત ટાઢા ઉનાનું આપ્યું, કે ટાઢી ઉની અવસ્થા પુદ્ગલની સાથે છે, આત્માથી તદ્દન ભિન્ન છે, અને ટાઢી ઉની અવસ્થાનું અહીં જ્ઞાન થયું, એ જ્ઞાન પુદ્ગલથી ભિન્ન છે અને આત્માથી અભિન્ન છે, કહો બરાબર દેષ્ટાંત સમજાણું? હવે આત્મામાં, એનો સિદ્ધાંત ઉતારે છે. આહાહાહા !
“તેવી રીતે” છે ને? “જેમ અંદર હતું ને, શીત ઉષ્ણનો અનુભવ “તેવી રીતે, તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગદ્વેષ સુખદુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા” આહાહાહાહા! અંદરમાં જે કાંઈ રાગ થાય, દયાનો, દાનનો, વ્રતનો, ભક્તિનો, દાનનો એ શુભ રાગ જે છે, અને અંદરમાં વૈષ થાય કદાચ પ્રતિકૂળ હોય તો, અને એમાં સુખની કલ્પના થાય, અનુકૂળ પૈસા બાઈડી સ્ત્રી કુટુંબ આદિ રાજપાટ અનુકૂળ હોય, શરીર નિરોગી હોય અને એમાં લાડવા ને પતરવેલીયાં ખાતો હોય, ચુરમાના ઓલાં પતરવેલીયા બને છે ને? અડવીના પાનનાં પતરવેલીયા થાય છે ને? ચણાનો લોટ નાખી વાટા કરી કટકા કરીને તળે છે ને? એમાં એ ચુરમાના લાડવા અને પતરવેલીયા ખાતો હોય એ વખતે એને એમ લાગે મને શું મજા પડે છે. એ સુખની કલ્પના એ પુદ્ગલની દશા છે. આહાહા! અરે કેમ બેસે પ્રભુ? અને છ ડિગ્રીનો તાવ શરીરમાં આવ્યો, કે કોઈએ છરાના ઘા માર્યા અને અંદરમાં પ્રતિકૂળ દ્વેષ આવ્યો, ઉહું હું હું, કહે છે કે એ દ્રષ એ દુઃખની પુદ્ગલની અવસ્થા છે. આહા! એનો તું જાણનારો છો. આહાહા!
ઈ રાગ અને દ્વેષની દશા, અને સુખદુઃખની દશા, છે? રાગદ્વેષ ને સુખદુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા, પુગલ પરિણમ્યા છે તેની અવસ્થા, દશા તો જુઓ એક, આહાહાહા! ભગવાન પરિણમે તો તો વીતરાગપણે પરિણમે, ભગવાન એટલે આ આત્મા જિન સ્વરૂપી પ્રભુ, એ વીતરાગ મૂર્તિ છે તો પરિણમે તો દશા થાય તો તેની વીતરાગી દશા થાય, અને આ રાગ ને વૈષ ને સુખ દુઃખની દશા એ પુગલ પરિણમ્યો માટે થઈ છે એની દશા. સમજાણું કાંઈ? ઝીણી વાતું કહેવી ને વળી સમજાણું કાંઈ કહેવું પાછું ભેગું. કહો પ્રવિણભાઈ, આવું ઝીણું છે. આહાહાહા!
એ રાગદ્વેષ ને સુખદુઃખ આદિ એટલે રતિ, અરતિ આદિ કલ્પના થાય એ બધી જડની અવસ્થા છે, એ પુદ્ગલ પોતે ધ્રુવ છે અને અહીં પરિણમ્યું છે ઈ, એ પરિણામ પુદ્ગલ પરિણામની પર્યાય અવસ્થા છે. ભગવાન આત્માની અવસ્થા નહિ એ. (શ્રોતાઃ- કર્મધારા અને જ્ઞાનધારા વચ્ચે કેટલો આંતરો રહે) બેય આંતરો તદ્ન ભિન્ન, રાગધારા પુગલના પરિણામ ને