________________
ગાથા-૯૩
૪૬૭ “તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે” આ જે કહ્યું તેને હવે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. “જેમ શીતઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીતઉષ્ણ પુદ્ગલ પરિણામની અવસ્થા” ટાઢી અને ઉની એ જડની અવસ્થા, અગ્નિ ઉની અને બરફ ઠંડો, ઈ બધી જડની અવસ્થા, “એ પુદ્ગલથી અભિન્નપણાને લીધે” એ ટાઢી અને ઉની અવસ્થા એ પુદ્ગલથી એકમેક પુદ્ગલની છે. “આત્માથી સદાય અત્યંત ભિન્ન છે” એ ઠંડી અને ગરમીની અવસ્થા પુદ્ગલથી અભિન્ન એકમેક છે અને આત્માથી તદ્ન ભિન્ન છે. ટાઢી ઊની અવસ્થા. “અને તેના નિમિત્તે થતો જે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે”, ટાઢા-ઉનાનું જે અહીં જ્ઞાન થયું એ જ્ઞાન થયું તે પોતાથી અભિન્ન છે અને શીતલ ટાઢી ઉની અવસ્થા એ પુદ્ગલથી અભિન્ન છે. અને આત્માથી ભિન્ન છે, અને એ પુગલ ટાઢી-ઠંડી ને ગરમ અવસ્થા એનું અહીં જ્ઞાન થયું પોતાથી એ જ્ઞાનઅવસ્થા અને રાગઅવસ્થા બે તદ્ન ભિન્ન છે. આહાહાહા !
આવું છે, ઝીણું હજી તો સમ્યગ્દર્શન થતાં એની કેવી દશા હોય, “ભેદવિજ્ઞાન જગ્યો જિન કે ઘટ” રાગનાં વિકૃતની દયા, દાન, વ્રત ને તપની ક્રિયા અપવાસની એ રાગ છે. એનાથી,
“ભેદવિજ્ઞાન જગ્યો જિનકે ઘટ, શીતળ ચિત્ત ભયો જિમ ચંદન,
કેલી કરે શિવ મારગમેં જગમાંહિ જિનેશ્વર કે લધુનંદન” એ રાગથી પણ ભગવાન આત્મા ભિન્ન છે તેમ જ્ઞાની ધર્મી પોતાના શીતળ ઠંડો આનંદ સ્વભાવ તેને અનુભવતો, શીતળ ચિત્ત ભયો જિમ ચંદન, ચંદન જેમ શીતળ થાય છે, એમ જ્ઞાનીને ધર્મીની પ્રથમ દરજ્જાની દશામાં રાગની આકુળતાથી ભિન્ન પડેલો પ્રભુ એનું જ્ઞાન અને અનુભવ થતાં પર્યાયમાં શીતળતા શાંતિ ને આનંદ આવે છે, શીતળ ચિત્ત ભયો જિમ ચંદન, કેલી કરે શિવ મારગ માંહી જગમાંહિ જિનેશ્વરકે લધુનંદન, એ તીર્થકર ત્રિલોકના નાથનો નાનો દિકરો છે, લધુનંદન સાધુ છે એ મોટો દિકરો છે. પણ એ સાધુ કોને કહેવા બાપુ એ તો અત્યારે તો, એ સાધુ છે એ મોટો વડિલ દિકરો છે, અને સમકિતી છે એ લધુનંદન છે. આહાહાહા !
પણ કોણ? ભેદ વિજ્ઞાન જગ્યો જિન કે ઘટ, એ રાગના વિકલ્પની ક્રિયાથી પણ પ્રભુ મારી ચીજ ભિન્ન છે, એવું જેને અંતર ભેદજ્ઞાન થયું, ભેદવિજ્ઞાન જગ્યો જિનકે ઘટ, શીતળ ચિત્ત ભયો જિમ ચંદન, શિતળ ચિત્ત ભયો જિમ ચંદન. આહાહા ! શાંતિ શાંતિ શાંતિ અરાગી શાંતિ, એવી ચિત્તમાં જાગી જાગૃતિ, કેલી કરે શિવ મારગમેં એ મોક્ષમાર્ગમાં સમકિતી કેલી કરે, રમતું કરે છે. રાગની રમતું જેણે છોડી છે. આહાહા ! આવો માર્ગ છે. કેલી કરે શિવ મારગમેં જગમાંહી જિનેશ્વરકે લધુનંદન. ત્રણલોકના નાથ જિનેશ્વર કેવળી પરમાત્મા એનો એ ભેદવિજ્ઞાની, નાનો નંદન પુત્ર છે. અને પાંચમે ગુણસ્થાને શ્રાવક જે થાય, આ સમ્યગ્દર્શન ઉપરાંત શાંતિ જે વધી જાય એ મધ્યમ પુત્ર છે. અને સંત જે સાધુ મુનિ નગ્ન દિગંબર ને અંદરમાં આનંદ ને કેલી કરતો હોય છે એ ભગવાનનો મોટો પુત્ર છે. આહાહાહા ! ભારે વાત ભાઈ.
-આમ કહીએ, કે એ રાગનો ભાવ છે, શરીર તો જુદું ધૂળ માટી જડ એની આંહીં તો વાત છે નહી. એમ અંદર શુભરાગ થાય છે, એને એ બહિર્વસ્તુ છે, અંતરમાં એ ચીજ નથી, અંતર જે ચીજ અનંત ગુણનો પિંડ પ્રભુ, એમાં એ રાગ નથી. એ દયા, દાન, વ્રત, ભક્તિનો જે રાગ