________________
૪૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ પ્રભુ આ રાગને “અજ્ઞાનને લીધે હું રાગી છું, હું દ્રષી છું, હું ક્રોધી છું,” આહાહા! જરી ક્રોધ આવ્યો'ને એ ખરેખર તો જડની દશા છે, પણ તેનાથી ભિન્નતાનું ભાન નહિ એટલે હું ક્રોધી છું. લોકો નથી કહેતા, મારી પ્રકૃત્તિ આકરી છે. એમ કેટલાક કહે વાતો કરતા કહે, મારી સામું બોલશો નહિ, અરે પણ પ્રકૃત્તિ ક્રોધ છે એ કયાં તારો સ્વભાવ છે. આહા! હું ક્રોધી છું, હું માની છું હું માની છું, એમ કહે છે, માની હું નરમાશ નહીં બતાવું કયાંય, અકકડ છું, ઇત્યાદિ “આ રીતે અજ્ઞાની જીવ રાગદ્વેષ આદિનો કર્તા થાય છે,” લ્યો આ રીતે રાગ ને દ્વેષનો અજ્ઞાની કર્તા થાય છે, જ્ઞાની એનો કર્તા હોતો નથી. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ)
9 શ્રી પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની ગાથા ૭૪ માં કહ્યું છે કે જિનવાણી સાંભળવાની પાત્રતામાં ત્રણનો ખોરાક ન હોય. મધ, મદિરા, બે ઘડી પછીનું માખણ, માંસ તથા પાંચ ઉદંબર ફળનો ખોરાક ન હોય. એવો ખોરાક હોય છે તો આ વાત સાંભળવાને પણ પાત્ર નથી. ખરેખર તો રાત્રિ ભોજનમાં પણ ત્રસ હોય છે. ત્રસનો ખોરાક આ સાંભળનારને ન હોય ભાઈ ! રાત્રિનો ખોરાક પણ હોય નહીં ભાઈ ! જેમાં ત્રણ મરે એવો માંસ જેવો ખોરાક આવું સાંભળનારને ન હોય ભાઈ ! આ તત્ત્વને સાંભળવાને તું લાયક હોય તો ભાઈ ! જેમાં ત્રસની ઉત્પત્તિ હોય તે ખોરાક ન હોય. ત્રસ ઉત્પન્ન થાય એવા અથાણા આદિ પણ ન હોય. જેને ઇન્દો સાંભળે એવી પરમાત્માની આવી ઉત્કૃષ્ટ વાણી સાંભળનારને ત્રસની ઉત્પતિનો ખોરાક ન હોય. વાતો મોટી મોટી કરે ને ત્રસનો ખોરાક હોય અરેરે! ભલે તે ધર્મ નથી, તે હેય છે, પણ આ સાંભળનારને ત્રસનો ખોરાક ન હોય; એ પહેલામાં પહેલી પાત્રતા છે તેમ પુરુષાર્થ સિદ્ધિઉપાયની ગાથા ૬૧ તથા ૭૪ માં કહ્યું છે.
(આત્મધર્મ, અંક ૭૩૦, વર્ષ-૬૧, પાના નં. ૨૩)