________________
ગાથા-૯૨
૪૬૧ માલ આવ્યો છે માલ. સાંભળવા તો આવ્યા છે નિવૃત (થઈને). આ તો ભગવાન આત્માની વાત બાપુ. આ કોઈ પક્ષ નથી, આ કોઈ સંપ્રદાય નથી, આ તો ત્રણ લોકના નાથ તીર્થંકરદેવની વાણી એમાં જે માલ આવ્યો એ માલ આંહી ગોઠવાઈ ગયો છે. બાબુભાઈ ! આ ગોદામમાં નથી? આહીં પ્રભુ આત્મા તો અનંત ગુણનો ગોદામ છે નાથ, એ રાગ ને દ્વેષ હરખશોક એનામાં નથી એ અનંત ગુણનો ગોદામ છે. આહાહા ! અમારા પાલેજના છોકરાઓ છે ને મોટા ગોદામ તેર તો મોટા ગોદામ છે પચાસ પચાસ સાંઈઠ સાંઈઠ હજારનું એક અત્યારે તો કિંમત થઈ ગઈ મોટી, છોકરાઓ પૈસાવાળા છે બધા હમણાં જુદા પડી ગયા. ચાલીસ લાખ રૂપિયા છે, ત્રણ ચાર લાખની પેદાશ હતી. ભેગા હતા ત્યારે હવે જુદા પડી ગયા, હવે. રોવા માંડયા કીધુંને આઠ દિ' રહ્યા હુમણાં આ માગશર સુદ અગિયારસ.
કુદરતે એવું આવ્યું કે દશમનું મુરત હતું વડોદરામાં મંદિરનું, નવું બે લાખની જમીન લીધી'તી ને પાંચ લાખનું મંદિર ને, શિયાળામાં નીકળતા નથી ઠંડી લાગે ને પણ આને કારણે નીકળ્યા. પછી અમારે એને અગિયારસનું મુરત હતું. દેરાસરનું બાવીસ વર્ષ બેસતા'તા ત્રેવીસમું વરસ બેસતું'તું મંદિર બનાવ્યું છે ને પીસ્તાળીસ પચાસ હજાર એ તે દિ’ અગિયારસે ગયા તે દિ' એને ત્રેવીસમું વર્ષ બેસતું'તું પછી આઠ દિ' રહ્યા તા, બધા સાંભળતા'તા બિચારા, ઉઠયા ત્યારે વિહાર કર્યો, તે રોવે રોવે રોવે, અરે અરે અમારું સમોશરણ વિંખાઈ જશે, છોકરો નાનો હતો એણે ગાયું'તું ગાયન બનાવ્યું'તું અરેરે અમારું હંમેશા કોઈ નથી, (શ્રોતાઃ- નટુએ, નટુએ ) આ નટુ નટુએ ગાયું'તું કુંવરજી જાદવજીની દુકાન એને મળી છે, બીજા બેને જુદી દુકાન મળી છે. આહાહા ! શું ભાષા હતી. અમારું કોઈ નથી અમને કોઈ બચાવો રે, જોડયું'તું ગાયન બાપુ નહિ તો વેપારી છે, પણ માળા અમને કોઈ બચાવો રે, અમે કયાં જાઇશું? આ શું થાશે અમારું. બિચારા પૈસાવાળા છે પણ અહીંનાં અમારા ઉપર બહુ પ્રેમ છે અમે તો ત્યાં દુકાનમાં હતા ત્યાં બહુ પ્રેમ તે રોવા માંડયા ત્રણેય મનસુખ, ન. અરેરે! અમને અમારું વિખાઈ જાશે બધું લ્યો, આઠ આઠ દિ' અમને મળ્યો લાભ. પ્રેમ છે ને? અરે પણ એ આંહી તો કહે છે એ પ્રેમ તે રાગ છે એ પણ તારું સ્વરૂપ નથી લે. આહાહાહા !
એ અજ્ઞાનીને એમ ભાસે છે કે આ રાગદ્વેષ ને સુખદુઃખ એ મારી દશા છે,” કેમ કે એના સ્વરૂપનું રાગદ્વેષ ને સુખદુઃખની દશાથી ભિન્ન સ્વરૂપ છે એની એને ખબર નથી અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. એને લઈને એ રાગદ્વેષ થયા દયા, દાન, વ્રત, ભક્તિ પૂજા આદિ એ મારા છે તેમ અજ્ઞાનીને ભાસે છે, પણ હું અંદર આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ છું એમ ભાસતું નથી. આહાહા !
તેથી તે એમ માને છે. છે? કે “હું રાગી છું, છે? એ રાગ તે હું છું, રાગી હું છું, આહાહા ! ભગવાન તો અણાકુળ વીતરાગી મૂર્તિ આત્મા છે. “ઘટ ઘટ અંતર જિન વસે, ને ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા કે પાન સો મતવાલા સમજે ન” બનારસીદાસ, બહુ શૃંગારી હતા, વ્યભિચારી હતા, પછી ધર્મ પામ્યા છે જ્યારે, પછી આ એણે બનાવ્યું છે આવું, બનારસીદાસ “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન, પણ મત મદિરા કે પાન સો મતવાલા સમજે ન” પોતાના ગાંડા મતનાં અભિપ્રાયવાળા, અંદર જિન સ્વરૂપી બિરાજમાન આત્મા છે, એ જિન સ્વરૂપી