________________
ગાથા-૯૨
૪૫૯ આકરું, આવું તો સાંભળવા મળે મુશ્કેલીથી, કહે છે શું માંડી છે આ? પ્રત્યક્ષ દેખીએ છીએ કે મેસુબ ખાઈએ છીએ, હેં? એ મેસુબના કટકાય પણ તું કરી શકતો નથી. સાંભળને ! એ ભૂકો થાય છે એ એની પર્યાયથી થાય, એને કારણે, એનો સ્વાદ તો નથી, આહાહા ! આ સ્ત્રીના શરીરના ભોગ વખતે પણ ઈ ભોગ શરીરનો નથી એને, એને અનાદિથી કલ્પના છે કે આ માંસને હાડકાં સારા રૂપાળા ઠીક છે એવી કલ્પના એ રાગનો સ્વાદ છે. એ રાગનો સ્વાદ પણ અહીંયા, શરીરનો તો નહિ પણ એ રાગનો સ્વાદ એ જીવનો નહિ, એ પુદગલનો છે, ભાઈ એ તને ખબર નથી બાપુ, તારો સ્વાદ તો અતીન્દ્રિય આનંદનો અંદર મીઠાશ આવે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે એ તારો સ્વાદ છે ભાઈ ! આહાહાહા !
તદ્દન અજાણ્યા માણસ હોય ને કોક દિ' આવ્યા હોય તો એવું લાગે કે શું આ પણ વાત છે. હવે પ્રત્યક્ષ કહીએ છીએ કે અમને મેસુબના સ્વાદ આવે છે, રસગુલ્લા ખાઈએ છીએ, લીંબુ ચૂસે ખાટું, ખાટું અમને જણાય છે એ બાપુ ખાટું છે એ તો જડ છે. એ ભગવાન ખાટો ખાટામાં જાય નહિ, અને ખાટાનો એને સ્વાદ છે જ નહિ. એને સ્વાદ હોય તે ખાટું છે એ ઠીક મને પડશે એવો જે રાગ છે એનો એને સ્વાદ છે અને તે પણ સ્વાદ જડનો છે, આત્માનો નહિ. આહાહાહાહા ! આવી વાતું હવે, વીતરાગ પરમાત્મા ગણધરો ને એકાવતારી ઇન્દ્રોની વચમાં આ કહે છે પ્રભુ. આહા ! એ વાત અહીંયા આવી છે. આ. આહાહા!
કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે” જ્ઞાનનો સ્વભાવ છે સ્વચ્છ “સ્વચ્છતાને લીધે રાગદ્વેષાદિનો સ્વાદ શીતઉષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં,”શું કીધું ઈ ? કે જ્ઞાન સ્વરૂપ છે એ સ્વચ્છ છે નિર્મળ અંદર એને લઇને રાગદ્વેષનો સ્વાદ, કોની પેઠે? કે ટાઢા ઉનાપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત એટલે જ્ઞાનમાં જણાય, જ્ઞાનમાં જણાય, જ્ઞાનમાં શીતઉષ્ણ છે એમ જ્ઞાનમાં જણાય, એમ આ જ્ઞાનમાં રાગદ્વેષ, સુખદુઃખ છે એમ જણાય, જણાતા એ મારો છે એમ માની લ્ય છે. આહાહાહા ! સમજાણું કાંઈ? આવો મારગ છે, આ ચાર લીટીમાં કેટલું ભર્યું છે, પાંચ-છ લીટીમાં. આહાહા !
એ શીત-ઉષ્ણપણાની માફક ટાઢા-ઉનું એ જ્ઞાનમાં જણાય. અરીસો છે ને અરીસો, કીધું ને? અરીસામાં અગ્નિ ને બરફ આમ સામે હોય, તો અગ્નિ આમ-આમ થાય એવું આંહીં થાય, બરફ ઓગળતો જાય તો ત્યાં એમ થાય, એ કાંઇ અગ્નિ ને બરફ ન્યાં નથી, ઇ તો અરીસાની અવસ્થા છે, એમ આંહી તો એ અરીસો તો જડ છે. આ જ્ઞાન પ્રભુ અરીસો છે, ચૈતન્ય અરીસો, જેના પ્રકાશનો કોટી કોટી સૂર્યથી પણ જેનો ચૈતન્ય પ્રકાશ અનંતો છે, કરોડો કરોડો ચંદ્રની શીતળતા કરતા ભગવાનની શીતળતા અંદર અનંતી અનંતી છે. સાગરોના ગંભીરના પાણીના કરતાં સેંકડો સાગરો એની ગંભીરતા કરતા આત્માના અનંત ગુણની ગંભીરતા અનંતી છે, આકાશના છેડાનો પાર નથી અવ્યાપક છે, વ્યાપક આમનામ થઈ ગયો એ કાંઇ પુરું નથી કયાંય, એમ ભગવાનના અનંતા ગુણોનો કયાંય પાર નથી. એવા ભગવાનના આત્માના ગુણોનું જેને જ્ઞાન નથી, તે આ રાગદ્વેષ ને સુખદુ:ખની કલ્પના જ્ઞાનમાં જણાય છે, એ માની
લ્ય છે કે મારી છે. હું? (શ્રોતા – મોટામાં મોટી ભૂલ છે) પોતાની મોટી ભૂલ બાપુ! આ મિથ્યાત્વ અરે લોકોને હજી મિથ્યાત્વ એટલે શું? અને મિથ્યાત્વનું અનંતુ પાપ, કે જેના ગર્ભમાં