________________
ગાથા-૯૨
૪૫૭ આત્માથી જુદો પડે નહિ, બાબુભાઈ પ્રેમથી સાંભળે છે બરાબર હોં? ભાગ્યશાળી છે, બાપા આ છે બધું ભાઈ શું કરીએ? (શ્રોતાઃ- આપની વાણીનો પ્રભાવ છે) એમની લાયકાત છે ને એની પોતાની લાયકાત છે ને. સમજાણું કાંઇ? બાપુ, આ લીટીમાં કેટલું ભર્યું છે? એ આત્માથી અત્યંત ભિન્ન છે. કોણ? એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ અને પ્રતિકૂળતામાં વૈષના પરિણામ અને અનુકૂળતામાં સુખની બુદ્ધિ અને પ્રતિકૂળતામાં દુઃખ અને દ્વેષની બુદ્ધિ, એ બધાં પરિણામ આત્માથી અત્યંત ભિન્ન છે. પુદ્ગલથી અભિન્ન છે. અરેરે ! આ કયાં બાપા એને આહાહા.
અજ્ઞાનને લીધે, હવે આવે છે, એને નથી ખબર આત્માની, નથી ખબર એ સુખદુઃખની, “અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદજ્ઞાન નહિ હોવાથી” છે? સ્વરૂપ ભગવાન આનંદનો નાથ પ્રભુ અને રાગ ને દ્વેષ સુખદુઃખની જડની અવસ્થા, બે નું ભેદજ્ઞાન નહિ હોવાથી, બે ની જુદાઈનું જ્ઞાન નહિ હોવાથી, ઘઉંમાં જેમ કાંકરા છે, એમ આ રાગદ્વેષ ને સુખદુઃખ એ કાંકરા છે, જડના કહે છે, આવું, એ અજ્ઞાનને લીધે, ઘઉં ને કાંકરા ભેગા પીસી નાખે છે. કાંકરા કાઢયા વિના કેટલાક દળે છે ને કેટલાક ? ને કેટલાકને પૂછે કે બેન શું કરો છો? ઓલા કાંકરા વિણતાં હોય, કહે કે ઘઉં વિણું છું, એમ બોલે ભાષા એની જોઈ સાંભળી છે ને? કેમ કે ઘઉં વિણું છું ને, એનો અર્થ શું કે, મગ ને ચોખા નથી વિણતી, એટલું બતાવવા, બાકી વિણે છે તો કાંકરા, ઘઉં તો ઘણાં છે એ કયાં વિણવાના છે, સમજાય છે કાંઈ ?
એમ ભગવાનમાં ગુણ તો અનંતના પાર ન મળે એને કયાં પહોંચી વળે છે, ઓલા કાંકરા મારા પુણ્ય ને પાપ મારા છે એમ માને છે અજ્ઞાની. આહાહાહા ! શું હશે આ તે, ભાઈ પ્રભુનો મારગ, જિનેશ્વર ત્રિલોકનાથ વીતરાગ પરમેશ્વર અનંત તીર્થકરો, વર્તમાન વીસ તીર્થકર બિરાજે છે, પરમાત્મા સાક્ષાત્ કેવળજ્ઞાની લાખો બિરાજે છે પ્રભુ મનુષ્યક્ષેત્રમાં, એ બધાનું આ વાકય છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. પરમાર્થનો પંથ જે અંદર રાગ ને દયા, દાનના પરિણામથી ભિન્ન, એવું જે આત્માનું સ્વરૂપ અજ્ઞાની એમ ન માનતા, એ પુણ્ય ને પાપને હરખશોકને આત્માની ચીજ છે અજ્ઞાનને લીધે તેમ માને છે), આત્માને તેનું ભેદજ્ઞાન નહિ હોવાથી. આહાહાહા ! એ વિકલ્પ જે ઉઠયો શુભ રાગ એ ખરેખર તો પુગલની અવસ્થા નિમિત્તના સંબંધે થઈ, કર્મ છે ત્યાં સુધી થાય છે, એમ ગણીને તે કર્મનાં છે, પુગલના છે, એમ ગણવામાં આવ્યા છે. આહાહા ! પંકજભાઈ ! આવું કયાંય નથી આવતું તમારે ત્યાં બાપ દિકરા બેસે ત્યારે વાતું હિરાની કરે, કાં તો અમેરિકા મોકલે એને રખડવા, કહો સમજાણું કાંઇ? એની વાત કયાં આ તો બધાની વાત છે ને, મોઢા આગળ બેઠા એટલે. આહાહા !
પ્રભુ તે તારી ચીજને વીતરાગ કહે છે તેમ સાંભળી નથી ભાઈ. એ અજ્ઞાનને લીધે એટલે કે સ્વરૂપ મારું શુદ્ધ આનંદ છે અને આ રાગ ને દ્વેષ હરખશોકના પરિણામ પુગલના જડના એના તરફના વલણનાં છે, એવું અજ્ઞાનને લીધે, ખબર નહિં હોવાને લીધે, ખબર નથી એને લઈને, આત્માને “તેનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે” જેમ જ્ઞાનમાં ઠંડી ગરમ અવસ્થા જણાય ત્યાં એ જાણનારો એમ માને છે કે હું ટાઢો ને ઉનો થઇ ગયો.