________________
૪૫ ૫
ગાથા-૯૨ ભાઈઓ બે દુકાનો હતી, બધા પાપના ધંધા. આહાહા !
આહીં તો કહે છે કે એ પાપરૂપ, આહીં તો એવો ભગવાનનો અવાજ છે, આજ્ઞા કે પ્રભુ એ સુખ દુઃખની કલ્પના ઈ કાંઇ સુખદુઃખની દશા એવો કોઇ તારો ગુણ છે કે એ દશામાંથી એ દશા થાય? એમ દયા, દાન, ભક્તિનો રાગ થાય પ્રભુ એવો કોઈ તારામાં ગુણ છે કે જેની અવસ્થા રાગ થાય? આહાહા !
અનંતા અનંતા ગુણોનો દરિયો સાગર પ્રભુ અનંતા ગુણો ને એકએક ગુણ ને એક એક ધર્મમાં એ અનંતી નયો પરિણમે એ અનંતા ગુણ એકએક ગુણમાં એનું રૂપ હોય, એવા એક ગુણમાં અનંતાનું રૂપ, બીજામાં અનંતાનું રૂપ એવા અનંતામાં અનંતાનું રૂ૫. આહાહાહા! પણ કોઈ ગુણ એવો નથી કે તેની શક્તિ અને સત્વ જે સનું સત્વ છે, કસ છે, એનો જે આત્મા વસ્તુ, તેનો કસ છે. આરે આરે આવી ભાષા, એનો કસ તો જ્ઞાન, આનંદ ને શાંતિ એનો કસ છે. તો એની દશા પણ આનંદ ને શાંતિની દશા થાય તે તેની દશા છે. આહાહાહા ! દ્રવ્ય શુદ્ધ, અનંતા અનંતા ગુણ તે શુદ્ધ અને તેની દૃષ્ટિ કરતાં પર્યાયમાં શુદ્ધતા આવે એ એની પર્યાય. આહાહાહા! ભારે ભાઈ ! ત અજાણ્યા માણસને તો પાગલ જેવું લાગે એવું છે આ તે શું કાઢયું આવું તમે? બાબુભાઈ તો જરી પ્રેમવાળા છે તો જરી, અજાણ્યાને બાપા એવું લાગે એવું છે હોં પણ ભાઈ લઇને આવ્યા, આવી વાત બાપા શું કરીએ? નહીં તો છે ને? પ્રેમથી સાંભળે છે ને, એના મોઢા આગળ.
આ ભગવાન આત્મા, કહે છે કે “આ પુદ્ગલની અવસ્થા એ કર્મથી અભિન્ન છે, અને આત્માથી અત્યંત ભિન્ન છે,” છે? આટલામાં કેટલું ભર્યું છે એમાં. (શ્રોતા:- સાચા હિરા ભર્યા છે આમાં) હેં? હીરા ભર્યા છે, બાપા તમારા બધા મધુભાઈના ને આ હીરા બધા ધૂળનાં છે. આહાહા ! ભગવાન આત્મા, એમનાથી પુણ્ય, રાગ, દ્વેષ, હરખશોક, સુખ દુઃખ એ આત્માથી તો તદ્ન ભિન્ન છે, હવે આ કેમ બેસે? આહાહા! અત્યારે તો મોટા મોટા ભાષણો આપે વ્યાખ્યાન લોકો દસ દસ હજાર વીસ વીસ હજાર ભેગું થાય અને વાતું, એકબીજાને મદદ કરો, એકબીજા સંપ રાખો, એકબીજાને ઉપકાર કરો, અન્યોનો ઉપકાર, નથી આવતું? “પરસ્પર ઉપગ્રહો” જ્યાં ત્યાં ઓલું લોકનું સંસ્થાન મુકે છે ને? લોકનું, એમાં હેઠે લખે “પરસ્પર ઉપગ્રહ તત્વાર્થ સૂત્રનું સૂત્ર છે. પણ એ પરસ્પર ઉપગ્રહની વ્યાખ્યા જુદી છે પ્રભુ તને ખબર નથી. એક બીજાને નિમિત્ત થાય તેને ઉપકાર કહેવામાં આવે છે, એ નિમિત એને કંઈ કરતું નથી. આહાહા ! આકરું કામ બહુ. (શ્રોતા- વાતે વાતે આપનો અર્થ જુદો થાય છે) વાતે વાતે ફેર બાપા શું કરીએ? અરે કયાંથી અમે આવી પડયા ભાઈ? આહાહા !
વસ્તુ આવી છે. ત્રણલોકના નાથ તીર્થકરની દિવ્યધ્વનિનો આ સાર છે. આહાહા ! સંપ્રદાયમાં તો એ અક્ષરેય મળ્યો નહોતો, એકવીસ વર્ષ ને ચાર મહિના તો આમાં (સ્થાનકવાસીમાં) રહ્યા. (શ્રોતા- પાલન કર્યું) હેંઆકરું હતું. એવી ક્રિયા અમારી સખત, રાયચંદ ગાંધી બોટાદ એની વહુ, પચાસ પચાસ હજારની પેદાશ તે દિ' દિનશાની એને ઘેરે શું કહેવાય? ખરીદી દિનશાની ખરીદી તે આમ પચાસ પચાસ સો સો માણસો જમે ઘરે, પચાસ હજારની પેદાશ વર્ષમાં તે દિ' હોં, સાંઇઠ વરસ પહેલા રાયચંદ ગાંધી બોટાદમાં પણ વ્હોરવા તો