________________
૪૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ મળે ને ઠીક એવો રાગ આવે એ રાગ ને દ્વેષ એ બધી જડની અવસ્થા પ્રભુ એ તારું...સ્વરૂપ નહિં. આહાહા ! છે ? વાંચતા આવડવું મુશ્કેલ પડશે. એ પુદ્ગલકર્મથી અભિન્ન છે. શું કીધું ? કે ટાઢી ઉની અવસ્થા જેમ પુદ્ગલથી અભિન્ન છે, એકમેક છે એમ રાગદ્વેષ ને સુખ-દુઃખની કલ્પનાનો ભાવ, કર્મ જડથી અભિન્ન છે. આહાહા ! અરેરે ! અત્યારે તો એ કરો, આ કરો, આ કરો, આ કરો. સભા ભરાય મોટી, આવી વ્યાખ્યાનમાં ને સભાયું ને બેસેય, તો હવે તો લોકો સાંભળે છે કહે છે કાંઇક મહારાજ, ૪૪ વર્ષથી માંડી છે એક ધારી.. આહાહા !
આ પ્રભુ મારગ તો આ છે, પ્રભુ તું સચ્ચિદાનંદ પ્રભુ છો, સત્ છે, ચિદાનંદ જ્ઞાન ને અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ તું છો ને ? પ્રભુ તારી દશા એ રાગદ્વેષ ને સુખદુઃખની નહિ. કેમકે એવો કોઈ ગુણ નથી પ્રભુ તારામાં, કે રાગદ્વેષ ને સુખદુઃખની વિકૃત અવસ્થા તે કરે, એવો કોઈ ગુણ નથી. અનંતા અનંતા ગુણો છે પ્રભુ. કાલે કહ્યું નહોતું, અનંતી નયો છે અને એકએક પદાર્થમાં અનંતાગુણ ને અનંતા ધર્મ છે, ધર્મ એટલે આ સમ્યગ્દર્શનજ્ઞાન એ આંહી નથી અત્યારે એ વાત. એકએક પદાર્થમાં જેમ આત્મામાં જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, વિભુતા, પ્રભુતા એવા અનંત ગુણો છે અને એમાં ૫૨ની અપેક્ષાથી પોતે નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. એવા નિત્ય, અનિત્ય, એક અનેકને ધર્મ કહેવામાં આવે છે, એવા અનંતા ધર્મો એક આત્મામાં છે અને અનંતા ગુણો આત્મામાં છે, એ એકએક ગુણ ને એકએક ધર્મમાં અનંતી અનંતી નયો એક એકમાં વ્યાપે છે. આહાહા ! આ કયાં વાણીયાને નવરાશ ન મળે. હેં ? આહાહા !
એવો જે ભગવાન આત્મા અનંત અનંત અનંત અનંત ગુણનો કોઈ પાર નહિં એવા અનંત ગુણોનો પાર નહિ એનો એક એક ગુણમાં ઇ અનંત અનંત ગુણનું રૂપ, એવા અનંતા અનંતા ગુણનો પાર નહિ, એવો પ્રભુ એ તો શુદ્ધ આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ છે. એની અવસ્થા એની દશા તો અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે અને અતીન્દ્રિય જ્ઞાનનું જ્ઞાન થાય તે તેની દશા છે. આહાહાહા ! સમ્યગ્દષ્ટિની દશા આ છે, પણ એ દશા અનાદિકાળથી સ્વદ્રવ્યને ભૂલી અને એ રાગદ્વેષ ને સુખદુ:ખને મારા માની અને મિથ્યાર્દષ્ટિ થઈ ચાર ગતિમાં દુ:ખી થઈ રખડે છે.
આ દુઃખી છે હોં બધા, કેમ આ પૈસા પાંચ સાત દસ લાખની પેદાશ થાય તોય દુઃખી ? ૐ ? ( શ્રોતાઃ– ભારે દુઃખી ) ( શ્રોતા:- પેદાશ થાય તોય કયાં, મમતાને લઈને દુઃખી ) પેદાશ થાય મમતાની..... પૈસો તો પૈસામાં છે, એમાં આ જાણે કે આવ્યા કયાંક પચીસ પચાસ લાખ. કહે છે કે એ મને આવ્યા એ મમતા છે, એ તો દુઃખ છે, આંહીં તો નિશ્ચયમાં એ દુઃખ પણ જડની અવસ્થા છે, કેમ કે આત્મામાં એ દુઃખની દશા થાય એવો કોઈ ગુણ નથી. આહાહાહાહા !
ભાષા તો સાદી છે પ્રભુ તદ્ન, બધી દુનિયા આખી દુનિયાને જાણીએ છીએ હોં. હિન્દુસ્તાનમાં દસ દસ હજાર માઇલ ત્રણ વાર ફર્યા છીએ. અને અમથી દુકાનથી પણ આ સિત્તેર વર્ષથી, દુકાનથી પણ હું તો શાસ્ત્રો વાંચતો'તો ત્યાં પાલેજ, દુકાન ચાલે છે ને પાલેજમાં, ભરૂચ અને વડોદરા વચ્ચે પાલેજ છે, પાલેજ દુકાન ચાલે છે. ચાલીસ લાખ રૂપિયા છે ત્રણ ચાર લાખની પેદાશ છે. છોકરાવ છે ત્રણ અમારા ફઈના દિકરા ભાગીદાર હતા, બે. બે ઇ તા ને બે અમે