________________
ગાથા-૯૨
૪૫૩ છે ઠંડી અવસ્થા, બરફઆદિ એ ઠંડી અવસ્થા એ બરફની સાથે અભિન્ન છે. આહાહા ! છે? “શીત ઉષ્ણ પુદ્ગલકર્મથી અભિન્ન છે” કોણ? એ રાગદ્વેષ, સુખદુઃખાદિ અવસ્થા એ પુદ્ગલકર્મના ઉદયનો સ્વાદ છે. ઝીણી વાતું બહુ ભગવાન ! અરે પ્રભુનો મારગ છે શૂરાનો એ ત્યાં કાયરના કામ નથી ભાઈ.
કહે છે કે ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. એમાં જે રાગદ્વેષ, સુખદુઃખની કલ્પનાનો ભાસ થાય છે, એ બધો પુદ્ગલનો સ્વાદ છે, જ્ઞાનમાં એ ભાસે છે કે આ ચીજ છે એટલું, પણ એ જ્ઞાનની આત્માની ચીજ નથી. સમજાણું કાંઈ ? આહાહા ! એ પુદ્ગલકર્મના ઉદયનો સ્વાદ છે, પ્રભુ એ તારો સ્વાદ નહિ. તું તો આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ, તારો સ્વાદ તો અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે એ તારો સ્વાદ છે, હવે આવી વાતું કયાં ? આ ભગવાન મારગ એવો છે કોઈ પ્રભુનો અત્યારે તો એવી ગરબડ ચાલી છે બધી, બહુ આકરું પડે આમાં એકાંત લાગે, આ લોકોને હોં. આહા!
જે આ વ્યવહારરત્નત્રય કહેવામાં આવે છે ને દેવ, ગુરુ, શાસ્ત્ર, સાચા અરિહંત ગુરુ ને શાસ્ત્ર એની શ્રદ્ધાનો ભાવ પણ રાગ છે. અરરર! પંચ મહાવ્રતના પરિણામ પણ રાગ છે અને આ શાસ્ત્રનું, શાસ્ત્ર તરફ ઝુકાવથી ભણતર એ પણ રાગ છે. આહાહા ! હેં? ( શ્રોતા – એને તો પુદ્ગલ કીધો છે ) અરે ભગવાન ! એ પુદ્ગલની દશા છે પ્રભુ! ભાઈ તને ભેદજ્ઞાન નથી, એ પુદ્ગલની દશાથી પ્રભુ તારી ચીજ અંદર જુદી છે. આહાહા !
અરેરે! એણે અનંતકાળમાં કદી ભગવાન આત્મા આનંદ અતીન્દ્રિય અને અતીન્દ્રિય જ્ઞાનની મૂર્તિ છે, અને તેનો સ્વાદ અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદ ને શાંતિ એનો સ્વાદ છે. ધર્મીને એનો સ્વાદ પોતાને આત્માનો લાગે છે; અજ્ઞાનીને એ રાગદ્વેષ ને સુખદુઃખાદિની કલ્પના જે પુગલની સ્વાદ દશા છે, એ અજ્ઞાનીને મારી છે એમ ભાસે છે.
આજ તો ગુજરાતી આલું મધુભાઈ ! હિન્દી તો સાદુ હિન્દી છે. આપણને કંઈ આ બધા અહીં ગુજરાતી ભાષા હિન્દી કાંઇ હિન્દી લોકો બોલે એવી ભાષા ન હોય સાદી ભાષા, એક હૈ, છે એમાં હૈ આવે. (શ્રોતા - ગુજરાતીમાં આપને જેટલો આનંદ આવે એટલો હિન્દીમાં ન આવે ) ગુજરાતી તો સહજ ભાષા છે ને? ઠેઠની ૮૯ વર્ષની, નાની ઉંમરની ૧૩ વર્ષની ઉંમરે છઠ્ઠી ચોપડીમાં પાસ થયેલ. આ પહેલા સાત ચોપડી હતી ને પછી મેટ્રીક થઈ ગયું ને હવે તો બધું ફરી ગયું છે. કોઈ પણ તે દિ, છઠ્ઠી ચોપડીમાં પાસ થઈ પછી દુકાનમાં ચાલ્યા ગયા પાલેજ, ભણતર બંધ કરી દીધું. મારાથી નાનો ભાઈ હતો તે પછી ભણતો ત્યાં મારાથી નાનો હતો. બે વર્ષ એ ત્યાં ભણતો. પણ એય નાની ઉંમરમાં પરણી ને વીસ વર્ષની ઉંમરે પરણ્યો ને બાવીસ વર્ષે ગુજરી ગયો. મારાથી નાનો હતો. એ પણ મારી દીક્ષા પછી, બહુ શરીર હતું લઠ જેવું જુવાન મોટું ને દુકાન બુકાન ચાલતી સ્થિતિ સારી પણ આ આઠ દિ'નો કોઈ મંદવાડ એવો આવ્યો દેહ છૂટી ગયો, બે વર્ષનું પરણેતર, મારા મોટાભાઈ કહે, અરેરે ! મેં કાનજીને રજા આપી ને આ ચાલ્યો જાય છે આમ ને આમ. આહાહા! મોટાભાઈ હતા બહુ સરળ હતા, બહુ સરળ. આહાહા ! અરેરે ! આ દશા સંસારની.
આંહી તો કહે છે કે એ વખતે જે અણગમો ઉત્પન્ન થાય અને કોઈ પાંચ પચ્ચીસ લાખ