________________
૪૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ જોઇએ એટલે બાઈયુ ધ્રુજે, એક તો શરીર રૂપાળું, શરીર નાનું ધ્રુજે કેમ બાપા શું તમે ધ્રુજો છો? કેમ તમે કયાંય વોરશો નહિ, કયાંક ભૂલ થઇ જશે ને તો તમે નહિ, વહોરો તો (શ્રોતા- એમના ઘરે) આમ વોરવા જાઇયે ને પચાસ સો માણસનો રસ હોય કેરીનો, ઉભા થાય બહેન ધ્યાન રાખો આમાં ગોટલું છે કે નહિ, મારાજ, અમને ખબર નથી, આઘા રહો, એને અડશો નહિ, અંદર ગોટલું છે, એકેન્દ્રિય જીવ છે, અડશો નહિ, રસ નહિ લઇએ અમે અને જો એનાથી અડાઇ ગયું ને જો ગોટલું નીકળ્યું-આહાર બંધ એને ઘરે નહિં. બહુ સખત ક્રિયા હતી પણ એ બધી ઠની, માનેલી કે આ કંઈક ધર્મ છે. આહાહા! હું! એ તો રાગ હતો, એ તો રાગ તો પુદ્ગલની દશા છે, એ અહીં તો કહે છે. આહાહાહા !
એ પુદ્ગલની દશા પુદ્ગલથી એકમેક, અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન. ભાષા જોઈ. આત્માથી ભિન્ન એટલો શબ્દ નહિ. આહાહા! ભગવાન આત્મા! અતીન્દ્રિય આનંદનો સાગર. આહાહા! મૃગલાની નાભિમાં કસ્તુરી એ કસ્તુરીની કિંમત મળે નહિ. ગાયું નહોતું ભાઈએ મોહનભાઈએ ? કસ્તુરી કાયામાં પણ કસ્તુરીની ખબર ન મળે. એ મૃગલાને મોડી ખબરું પડી, મરતાં એમ થાય. આ બધા અબજો રૂપિયા આ મકાન પચાસ પચાસ લાખના ને હવે આ જાઉં છું, કયાં જઇશ? હાય હાય, અરેરે ! હવે મારું કોઈ નથી, મને ટળવળતો દેખીને કોઈ દુઃખ મુકાવતું નથી. આહાહા ! શાંતિભાઈ ! આહાહા !
કીધું નહોતું દામનગરના ખુશાલભાઈ હતા એક, ગૃહસ્થ હતા, માણસ આમ ખાનદાન બિચારા, લોકમાં ગામમાં ભલું કરવા માટે જાય, જે તે જાય અને એ જાય તો લોકમાં તકરાર હોય કોઇ ખેતર કે? એ જાય તો કોઇનું ઓલું કરી નાખે, સંપ કરી નાખે એવી એની છાપ હતી, મરતા ભાઈ, દામોદર શેઠ ગૃહસ્થ દસ લાખ, ભાઈ જાણતા હશે ને? દામોદર શેઠને, એ જોવા જાય આબરૂવાળા માણસ બધા, જોવા જાય ત્યાં રોવે આંખમાંથી આંસુ હાલ્યા જાય, અરે અરે મેં કાંઇ ન કર્યું, મેં ગામના પાણી માટે રોકાઇ, મેં મારી જિંદગી ગુમાવી દીધી, આંખમાંથી આંસુની ધારા હાલી જાય દેહ છુટી ગયો. આહાહાહા ! અરે ભગવાન આહાહા ! દામોદર શેઠને જાણતા નહિ જમનાદાસભાઈ, જમનાદાસભાઈ પીપળવાળા, દામોદર, દામનગર, દામોદર શેઠ, જાણતા તો હોય ને ? આહાહાહા ! એ જૂના માણસ છે. આહાહાહા !
આહીં કહે છે પ્રભુ એકવાર સાંભળતો ખરો નાથ, અરે તું કોણ છો? ચૈતન્ય હીરલો પ્રભુ તું, આહાહા ! તારામાં તો ચૈતન્યના રતનની ખાણું ભરી છે. ચૈતન્ય રત્નાકર કહ્યો છે. શું આ તમારા રતન નહિ. (શ્રોતા – બાપા આપને માટે એની કાંઈ કિંમત નહીં) કાંઈ કિંમત ન મળે સાચી વાત, સાચી વાત, પીપળવાનાં છે. આહાહા ! ધીરૂભાઈ નહિં? તલકચંદભાઈ ને ધીરૂભાઈ નહિ? એની બેન આમના દિકરા વેરે હતી, આમના દિકરા વેરે વિધવા થઇ ઘણાં વખતથી, ખબર છે ને બધાને જાણીએ. આંહી તો છાંસઠ વરસ તો થઈ દીક્ષાને, ગામો ગામ ફર્યા છીએ. અરેરે ! આ મારગ કયાંય ન મળે. સાધુ નામ ધરાવનારા પણ વાતું કરે વ્યવહારની બધી પણ આ આત્મામાં રાગ ને દ્વેષ થાય પરની દયાનો ભાવ એ પણ પુદ્ગલની દશા એ તારી નહિ પ્રભુ. તારી દશા હોય તો તારાથી જુદી પડે નહિ, રાગ જુદો પડી જાય છે પ્રભુ. આહાહા ! કેવળજ્ઞાન ને જ્યાં આત્મજ્ઞાન થાય છે, ત્યારે એ રાગ જુદો પડી જાય છે. એ રાગ આત્માનો હોય તો