________________
૪૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ આહાહા ! આકરી વાતું બહુ. દયા, દાન, વ્રત, તપનો ભક્તિનો ભાવ એ રાગ છે, અને પ્રતિકૂળ ચીજને દેખી ત્યાં અણગમો આવે એ દ્વેષ, અને સ્ત્રીઆદિ કે લક્ષ્મી આદિને દેખીને મને મજા પડે છે, એવો જે સુખભાવ અને પ્રતિકૂળતામાં અણગમો દ્વેષભાવ દુ:ખભાવ, અહીંયા ૫૨માત્મા એમ કહે છે પ્રભુ એ રાગદ્વેષ ને સુખદુઃખ તો પુદ્ગલ જડની દશા છે. શાંતિભાઈ ! આવી વાતું છે. પંકજભાઈ ! નવી વાત છે આ તમારા કાકાના ઓલામાં, આંહી તો વાસ્તુ અંદ૨ ક૨વાની વાત છે. આહાહા !
જે પુણ્ય ને પાપનો ભાવ અને હરખ શોકનો ભાવ એને અહીંયા ૫૨માત્મા કહે છે કે એ તારી દશા નહિં પ્રભુ. એ તો પુદ્ગલ જડ એની દશા છે. આહાહા ! આકરું કામ બહુ, અત્યારે તો સાંભળવા મળવું મુશ્કેલ પડે, લોકો તો કહે આ કરો, આ કરો, આ કરો, વ્રત કરો, ઉપવાસ કરો, ભક્તિ કરો, પૂજા કરો, દાન કરો, પણ આંહી તો ૫રમાત્મા કહે છે પ્રભુ એ તો બધી રાગની ક્રિયા છે, એ રાગ છે એ પુદ્ગલની દશા છે, તારી નહિ પ્રભુ. આહાહાહા ! આકરી વાત છે. તારું ઘર તો રાગદ્વેષ ને સુખદુઃખની કલ્પનાથી પાર અંદર છે. એ તારું નિજ ઘ૨ અંદ૨ છે. એ નિજ ઘ૨માં દૃષ્ટિ કરીને ત્યાં ઠરવું એ તારું વાસ્તુ ને ઘ૨નો વિશ્રામ છે. આહાહા ! આવી વાતું કોઇ દિ' સાંભળી ન હોય, આંહી ભાવાર્થ બહુ ઉંચો આવ્યો છે. આહાહા !
રાગદ્વેષ ચાહે તો વ્રતનો રાગ હો, કે ભક્તિનો રાગ હો, અને ચાહે તો સ્ત્રી આદિ અનુકૂળ ને વિષયની રમતમાં સુખની કલ્પના હો કે અંદર ઝેર છાંટયું હોય શરીરમાં, તેજાબ છાંટે અને અંદર કલ્પના થાય કે અંહહ..... એવી દુઃખની દશા, પ્રભુ એ રાગદ્વેષ ને દુઃખની દશા ૫૨માત્મા જિનેશ્વરદેવ ત્રિલોકનાથ ઇન્દ્ર ને ગણધરોની સભા વચ્ચે પ્રભુ એમ ત્યાં કહે છે, મહાવિદેહમાં એ આ વાત છે. આહાહા ! આકરું કામ, રાગદ્વેષ-શુભ-અશુભભાવ, સુખદુઃખ=અનુકૂળ, પ્રતિકૂળતામાં કલ્પના કે અમે સુખી છીએ ને અમે દુઃખી છીએ, એ બધી દશાઓ પ્રભુ, અવસ્થા હાલત પુદ્ગલકર્મના ઉદયનો સ્વાદ છે. એ તારું ઘર નહિ, એ તારી ચીજ નહિ. આહીં છે ને તમારે જીઓને, વિભાવભાવ જે આ પુણ્ય-પાપને હરખશોકનો ભાવ એ આત્માનો દેશ નહિ. આહાહા ! છે? અમને અહીં ગોઠતું નથી, એ શુભ-અશુભભાવ, સામે છે ભાઈ “અમને અહીં ગોઠતું નથી, અમારું કોઈ નથી” આહાહા ! એ શુભ ભાવ ભક્તિનો થાય, દયાનો રાગ થાય એ અમારો દેશ નહિ, અમે કયાં આવી ચડયા અહીંયા.
જ્યાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વીર્ય આદિ અનંત ગુણ અમારો પરિવાર વસે છે અંદર, ત્યાં અમારો દેશ સ્વદેશ છે. આહાહા ! બાબુભાઈ ! ચાકળો જોયો સામો, આવ્યા છે બાબુભાઈ બરાબર ટાંકણે, આ મારો દેશ નિહ નાથ. આહાહા ! અજ્ઞાનીઓ પુણ્ય-પાપ ને હરખશોક, સુખદુઃખની કલ્પના, એ અમારો દેશ ને અમારું સ્વરૂપ છે એમ અજ્ઞાનથી માને છે. આહાહા ! એ આંહી કહે છે, કે રાગદ્વેષ સુખદુઃખાદિ એટલે રિત અરિત, હરખશોક, દીનતા, મુર્ખાઇ એ બધી દશાઓ પુદ્ગલ જડ કર્મની અવસ્થાઓ છે, પ્રભુ તારી અવસ્થા એ નહિ. આહાહા ! આવું હવે સાંભળ્યું.
“તેથી એ શીત ઉષ્ણપણાની માફક” જેમ ટાઢી અને ગ૨મ અવસ્થા એ પુદ્ગલની સાથે પુદ્ગલથી અભિન્ન છે, ઉની અવસ્થા એ પુદ્ગલ જે અગ્નિ છે તેની અવસ્થા છે. એનાથી અભિન્ન