________________
૪૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ એ સુખ છે ને ? ( શ્રોતા:- જગતમાં રહેવું ને ન માનવું સુખી છીએ?) ધૂળમાંય છે નહીં, એને કયાં (સુખ છે !) કરોડોના મકાનો હોય, આમ હિરાને ખાટલે સૂતો હોય, માથે ગોદડી રેશમી ઓઢી હોય, હજાર-હુજાર, પાંચસો-પાંચસોની હોય ગોદડિયું ગરમ જેમ આ બાઇયુંના સાડલા પાંચ-પાંચ હજારના હોય છે ને, એમ ગોદડિયું ઊંચી હોય ! આંહી ઘણી વખત અમારી પાસે આવે છે દેવા, ભાઈ ! અમારે એવું લેવાય નહીં, અમારે તો સાદા વસ્ત્રો હોય, હમણાં એક આવ્યો' તો... અઢીસો રૂપિયાની ગોદડી, મહારાજ લ્યો! પણ ભાઈ, અમારે તો આ લૂગડું જોઈએ હો! એવી ગોદડી–બોદડી તો, આહાહાહા ! એને સુખી માને એ, રેશમના ગાદલા ભરેલા હોય એમાં ઓલું ઊંચું રૂ, રૂ નહીં પણ બીજી ચીજ આવે છે અત્યારે પરદેશમાં અમેરિકામાં એવી ઝીણી વસ્તુ રૂ જેવી આવે, બહુ સુંવાળી હોય કે આમ દબાયતો ઓલું રૂ છે ને તે દબાય પછી બેસી જાય ને આ ચીજ એક એવી હોય છે દબાય તોય બેસે નહીં-પોલું પોલું હોય, એવી (સુંવાળી–સુંવાળી) ચીજ આવે છે, નામ ભૂલી ગયા ! નહોતું કંઇક ઓલું એ, હમણાં ગોદડી લાવ્યો'તો ને એમાં એ હતું. કોણ લાવ્યો'તો? આ શાંતિભાઈનો દિકરો લાવ્યો'તો, આ દાઝયો ઇ કલકત્તામાં દાઝયો ને ઈ, એની મા બળી ગઇ. શાંતિલાલ છોટાલાલ બે ભાઈયું અહીંયા આવી ગયા હમણાં, એય થાનમાં થાન, થાન ! નિરંજન, એ લાવ્યો હતો! કે લાલ કપડું છે હું ધોળું કપડું (ઓઢું ) મેં કીધું ધોળું લાવવું જોઇએ ! આમાં અમારું કામ નહીં. ઊંચી ગોદડી હતી અઢીસો રૂપિયાની, એ આ (માંહ્યલું) રૂ નહોતું, બીજી કાંઇક-કાંઇક એવી ચીજ આવે છે, પણ એ તો જડની દશા, પ્રભુ તને આ ઠીક છે અને આ અઠીક છે એવી કલ્પના એ રાગ-દ્વેષ છે, એ રાગ-દ્વેષ પણ આત્માની પર્યાય નહીં. આહાહાહા ! આંહી સુધી પહોંચવું! આહાહા !
(કહે છે) “એવાં રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો” – અજ્ઞાન આત્મા વડે એટલે કે સ્વરૂપના ભાન વિના, પરિણમતો થકો એટલે કે “પરિણમ્યો હોવાનું માનતો થકો” માને છે કે હું પર-રાગરૂપ થયો છું, અરે (આત્મ) દ્રવ્ય છે વસ્તુ ! એ તો રાગરૂપ કદિ થતી નથી. આહાહાહા ! એ માન્યતા પણ વસ્તુમાં નહીં. પર્યાયમાં માને છે એ માનતો થકો–આહાહા! આવી વાતું ભારે કહેવાય ! સમજાણું કાંઈ..?
દશ લાખ રૂપિયા એક મહિને પેદા થયા ત્યાં રાજી રાજી થઈ જાય, નોકરી પાંચસોની હોય અને શેઠે ત્રણસો વધારી દીધા ખુશી-ખુશી થઇ જાય કે, આહાહા ! એય શું છે પણ આ? (શ્રોતા:- પગાર વધે તો શું રોવું?) પણ એ કયાં આત્માની ચીજ કયાં છે? એક પારસી હતો મહેરબાન શેઠ, જામનગરના દિવાન હતા, પારસી વકીલ હતા, વ્યાખ્યાનમાં આવ્યા હતા મહેરબાન શેઠ, તે એને આઠસોનો પગાર, તે દિ' ની વાત ઘણાં વરસ (પહેલાંની) વાત આઠસોનો પગાર હતો પછી દરબારે બસે વધારી દીધા, હજાર (પગાર કરી દીધો), એણે વાંચ્યું કે આ હજાર કોણે કર્યો? કહે, દરબાર સાહેબે કીધું'તું, દરબાર સાહેબ કેમ કહે? કાંઇ દરબારનો કેસ આવે તો હું મોળો પાડું એમ, એ માટે આ બનેં વધાર્યો? કાઢી નાખો બસે, મારી નોકરી છે આઠસોની? પણ હું તો દરબારનો કેસ આવે કે ગામની વસ્તીનો આવે, હું તો ન્યાય પ્રમાણે કરીશ. એ વ્યાખ્યાનમાં આવ્યા'તા રાજકોટ, કાઢી નાખો કે કોણે વધારી દીધા બસેં? રાજનું