________________
ગાથા-૯૨
૪૪૯
લીલા મરચાં બહુ તીખાં હોય ને ! આંહી કહે છે કે મોઢું તીખું તે ઇ વસ્તુને લઇને (મરચાંને લઇને ) મોઢું તીખું થયું નથી. ( તો શી રીતે છે ? ) મોઢાની પર્યાય એને તીખાશપણે પરિણમવાની (પોતાની ) તાકાતથી તીખાશ થઇ, હવે ઇ થતાં એને એમ થયું કે હું તીખો થઇ ગયો ! મારું મોઢું તીખું થઇ ગયું. આરે ! આરે ! ગાંડાના ગામ જુદા નથી આંહી કહે છે. એ બલુભાઈ ! શું છે આ બધું આ ? આ ચુનિભાઈએ સાંભળ્યું નહોતું, આવું નારાયણશેઠે સાંભળ્યું નહોતું, આહાહા ! આવી વાત, બહુ ફેર બાપા, બહુ ફેર ! વીતરાગનો મારગ, વીતરાગ ભાવથી ઉત્પન્ન થાય-એ બતાવે છે. એ રાગ આવ્યો ને એ રાગથી મને ધર્મ થયો, મિથ્યાર્દષ્ટિ સૂંઢ છે. આહાહાહા !
પાછા આમાંથી એમ ન કાઢવું (એમ ન સમજવું ) કે જુઓ, રાગ એ તો કર્મથી થયો! કર્મનું નામ દીધું. એ તો અહીંયા દ્રવ્યસ્વભાવની દૃષ્ટિ કરાવવી છે, એથી ( જે ) રાગ ઉત્પન્ન થાય છે તો અશુદ્ધઉપાદાન-પોતાથી થાય છે, પણ અશુદ્ધઉપાદાન એ તો વ્યવહાર થયો, વ્યવહાર થયો તો એ રાગ નિમિત્તને આધિન થયો છે. નિમિત્તને આધિન થયો છે તો એને અહીંયા પુદ્ગલનો ગણવામાં આવ્યો, પોતાને આધિન-સ્વભાવને આધિન ઉત્પન્ન થયો નથી. આહાહાહા ! આમાં કેટલી વાતો યાદ રાખવી, બધી વાત જ જુદી છે. આહાહાહા ! પુંજાભાઈ ? નૈરોબીમાં મળે એવું નથી. ( શ્રોતાઃ– આવું કયાંય નથી. ) પણ હવે તો ત્યાં આપણું હાલે છે ને ! રેકોર્ડિંગ, શું કહેવાય ? ટેપ રેકોર્ડિંગ ! આહાહાહા!
“જેમ શીત-ઉષ્ણરૂપે આત્મા વડે પરિણમવું અશકય છે” –પરિણમન નામ પર્યાયમાં અશકય છે “એ પ્રકારે જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશકય છે” કયા રૂપે ? એવાં રાગદ્વેષ-સુખ-દુઃખાદિ જડસ્વરૂપ, આત્મા દ્વારા પરિણમવું અશકય છે. શું ? એ રાગ-દ્વેષ ને સુખદુઃખ વિકા૨ીદશા અને ભગવાન આત્મા નિર્વિકારી પ્રભુ, એ વિકારી પરિણમન કરવાનું (આત્મા વડે પરિણમવું ) અશકય છે. આહાહાહા ! બહુ માર્ગ !
“આમ જેમના રૂપે, કયા રૂપે ? ” એવાં રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપે સુખ-દુઃખની તો કલ્પના છે ને ? એ આદિરૂપે “અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો” —અજ્ઞાન આત્મા દ્વારા એને આત્માનું ભાન નથી ને, એ દ્વારા પરિણમતો થકો અર્થાત્ પરિણમ્યો હોવાનું માનતો થકો, હું રાગ-દ્વેષરૂપે થયો છું એમ માનતો થકો, છતાં આત્મા છે એ રાગદ્વેષરૂપ થતો નથી. આહાહાહા !
આ વ્યવહા૨વાળાને તો આકરું બહુ પડે. બધું મનાવ્યું છે ને અત્યારે વ્રત કરો ને અપવાસ કરો ને, આંબેલ કરોને ! વ૨સી તપ કરો ને ! ઓળી કરો ને હોળી કરો ને ! એ બધો રાગ, અરે અરે આવી વાતું હોય ? ચોવિહાર રાત્રે કરવો? એ પણ એક શુભરાગ છે. એ સોલભાવનાસોળભાવના તીર્થંક૨ગોત્ર બાંધે એ ( ભાવ પણ ) રાગ છે. રાગ પોતાનો નથી. ( શ્રોતાઃ- પણ ભાવે તો છે ને ? ) ના, ભાવતો નથી, આવી જાય છે–રાગ આવી જાય છે, છતાં રાગ પોતાનો માનતા નથી. તીર્થંકર પ્રકૃત્તિ અમે બાંધી એવું માનતા નથી. આકરી વાત બાપુ બહુ! આકરું કામ જગતથી !
છે ને ? રાગ-દ્વેષ એટલે પુણ્ય-પાપના ભાવ, સુખ-દુઃખની કલ્પના ! પૈસા મળ્યા તો હું સુખી છું, નિર્ધન તો હું દુઃખી છું, છોકરાઓ સારા (થયા ) સાધારણમાં જન્મ્યા હોય પોતે ને મળે કરોડપતિની કન્યા, સુખી છીએ અમે, એમ જે માને છે એ મિથ્યાર્દષ્ટિ છે, એમ કહે છે.