________________
४४८
સમયસાર સિદ્ધિ ભાગ-૪ એવું માને છે. એમ આત્મામાં, એ તો ભગવાન આત્મા તો જ્ઞાનસ્વરૂપી સ્વપરપ્રકાશક સ્વભાવ ( હોવાથી) તો રાગ આવ્યોદયાનો-દાનનો વ્રતનો-અપવાસનો એ વિકલ્પ એ તો છે, એ વિકલ્પ ખરેખર તો પુદગલની અવસ્થા છે, કેમ કે શુદ્ધસ્વભાવ ભગવાન (આત્મા) એની અવસ્થા (એ) નથી. આહાહાહા... એ રાગનું જ્ઞાન કરવું એ જ્ઞાનની અવસ્થા આત્માની છે. (કારણકે) દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામમાં આત્મા દ્વારા (વડ) પરિણમવું અશકય છે. ભગવાન આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ એ રાગરૂપે કેમ પરિણમે? આહાહા!
આ વ્યવહારના પક્ષવાળાને તો આ બધું પાગલ જેવું લાગે ! (શ્રોતા- સમજાય જ નહીં એને) શું? બેસે જ નહિ વાત ! વીતરાગ માર્ગ બાપુ? ઓહોહો ! વીતરાગભાવથી માર્ગ-ધર્મ ઉત્પન્ન થાય છે. રાગથી ઉત્પન્ન થાય છે? આહાહા!
તો... રાગ છે. એનું જ્ઞાન કરવામાં પોતાનામાં રાગનું નિયમન કરવું, રાગને સ્પર્શ કર્યા વિના–રાગને પોતાનો માન્યા વિના, પોતાનામાં જ્ઞાન થવું, એ વીતરાગી અવસ્થા, એ પોતાની (આત્માની) છે. પણ રાગ અને જ્ઞાન-રાગનું જ્ઞાન, બેયની એકતાબુદ્ધિથી ભેદજ્ઞાનની બુદ્ધિના અભાવથી, આત્મા રાગને ઢષ ને સુખ-દુઃખની કલ્પનારૂપે પરિણમવું અશુદ્ધ છે છતાં, આ પરિણમન મેં કર્યું એમ માને છે. આહાહા! મધુભાઈ? તાકડે આવ્યું છે આ બધું આવું (તત્ત્વ !) , એને (ત્યાં ) વાસ્તુ છે કાલ! આહાહાહા ! વ્યાખાનેય ન્યાં છે હોં ન્યાં, ત્યાં હોલમાં ! હોલમાં વ્યાખ્યાન થશે, તે દિ' કર્યું હતું નવનીતભાઈ હતા ત્યારે ! આહાહાહા ! સમજાણું?
ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ! એમ કહેતા'તા ને! જ્ઞાનથી તાદાભ્ય છે. જેમ અગ્નિ ઉષ્ણતાથી તરૂપે છે તાદાભ્ય છે એમ ભગવાન આત્મા પોતાના જ્ઞાનથી તદરૂપ છે. રાગથી તદરૂપ નથી. રાગથી તદરૂપ હો તો રાગનો કયારેય નાશ થશે નહીં! બહુ ઝીણી વાત બાપુ! અત્યારે તો આખો સંપ્રદાય એવા ગોટે ઊઠયો (ચડ્યો) છે અને વાણિયાને નવરાશ ન મળે ધંધા આડે, આખો દિ' પાપનો ધંધો. મધુભાઈ? આ હિરા વેચ્યા ને બે લાખ મલ્યા ને ધૂળ મળીને એ.. ય! એમાંથી નવરો કલાક થાય તો કાંઇ સાંભળવા જાય તો ઓલો-કુગુરુ લૂંટી લ્ય! તું આમ કર, તું આમ કર-વ્રત કર, અપવાસ કર, તને કલ્યાણ થશે! એય... રાગ કર તો કલ્યાણ થશે! (શ્રોતા- એ સહેલું પડે !) સહેલો રખડવાનો ધંધો-રખડવાનો સહેલો. આહાહા ! (આંહી) ભાષા તો કેવી સખત (સ્પષ્ટ) છે કે જેમ ટાઢી અને ગરમ અવસ્થા, એ પુદ્ગલના સ્પર્શગુણની અવસ્થા છે એ પણે આત્માનું ઠંડી-ગરમ અવસ્થાપણે આત્માનું થવું અશકય છે. અસમર્થ છે. છતાં અજ્ઞાની, શીત-ઉષ્ણ અવસ્થા અને એનું જ્ઞાન, બન્નેનું ભેદજ્ઞાન નથી તો એવું માને છે કે હું ઠંડો થઈ ગયો, હું ગરમ થઇ ગયો.
(જુઓ!) આ ઢોકળા-ઢોકળા ખાય છે ને ! ઢોકળા, શું કહે છે? ઢોકળામાં, મરચાં હોય ને બહુ, ઉપર પાથરે તો મરચાંની (ભૂકી) પાથરે લાલ ભૂકકો હોય ને! એટલે ઉપર લાલ ભૂકી પાથરે, એટલે પછી ઘીમાં કે તેલમાં (વઘારીને) ખવાય, હવે એ મરચાં (ની ભૂકી) તીખી હોય ને, મોઢામાં જાય કે તીખું છે, તો હું તીખો થઇ ગયો એમ માને !) એનાથી (આમ તો) મોટું તીખું થયું છે એ જડની અવસ્થા, એ એને લઇને (મરચાંને) લઇને નહીં. એ મરચાં તીખાં હોય