________________
४४६
સમયસાર સિદ્ધિ ભાગ-૪ શ્રીમમાં (શ્રીમદ્ રાજચંદ્રના) એક પત્રમાં છે, “વિભાવ સાથે અધ્યાસને કારણે વિભાવ પોતાનો માન્યો એમ,” છે એક પત્રમાં છે. આંહી તો ઓલી લાગુ પડતી હોય એવી વાત વાંચવામાં આવી હોય ! તો બેસી ગઈ તો બેસી ગઈ ! વાત બરાબર, કયાંક છે આ એક પત્રમાં છે. આહાહાહા ! એ રાગનો ભાવ, વિકારભાવ-વ્રતનો ભાવ-તપનો ભાવ, અપવાસ કરું, ઓળી કરું, વરસીતપ કરું એવો જે વિકલ્પ છે રાગ, એ રાગનું આત્મા એનું જ્ઞાન કરવાવાળો છે. એનું (રાગનું) જ્ઞાન ને રાગ (બેય) ભિન્ન એવું જેને ભાન નથી (એકપણાનો) એ અધ્યાસને કારણે “શીત-ઉષ્ણની જેમ” –જેમ ઠંડીને ગરમ અવસ્થા, આત્મા દ્વારા પરિણમન કરવાનું અશકય છે, તેમ” –શું કહે છે? આ ઠંડીને ગરમ અવસ્થા એરૂપે આત્માનું થવું અશકય છે. આત્મા અરૂપી જ્ઞાનઘન ને આ જડની અવસ્થા ઠંડી–ગરમ, તો આત્માને ઠંડી-ગરમી અવસ્થારૂપે થવું અશકય છે. બરાબર છે. હવે આકરું આવશે!
–એ જે રૂપે આત્મા દ્વારા પરિણમન કરવું અશકય છે જેમ ઓલી ઠંડી અને ગરમ અવસ્થાપણે આત્માનું થવું અશકય છે કયારેય ઠંડા ગરમરૂપે આત્મા થતો નથી. એમ તે રૂપે આત્માનું થવું અશકય છે. એવાં રાગ ને દ્વેષ, સુખને દુઃખની કલ્પના, એવાં ભાવે આ આત્માનું એપણે પરિણમવું અશકય છે. આહાહાહા! જેમ ઠંડીને ગરમ અવસ્થામાં આત્મા ગરમ-ઠંડી અવસ્થાપણે થવું અશક્ય છે, તેવી રીતે ભગવાન આત્મા જ્ઞાન-આનંદસ્વરૂપ પ્રભુ એ દયાદાન-કામ-ક્રોધના પરિણામપણે પરિણમવું ( આત્માને) અશકય છે, (શ્રોતા – એ પુદ્ગલના પરિણામ છે) એ પુદ્ગલના પરિણામ છે. ધીમે ધીમે તો કહેવાય છે, ભાઈ ! (શ્રોતાઃ- બહુ ચોખ્ખું થાય છે) આ કહેવું ચોખ્ખું થાય છે લ્યો ! ( શ્રોતા – ટાઢિયો તાવ આવે ત્યારે ધ્રુજારી છૂટે!) એ ધ્રુજારી પુદગલની પર્યાય છે, અહીં તો ધ્રુજારી થઇ એનું જ્ઞાન એને થાય છે પોતાનાથી, એ જ્ઞાનનું પરિણામ પોતાનું છે. ધ્રુજારી જડની પર્યાય (જડમાં) છે.
(જુઓ!) તાવ આવે છે, બુખાર કહે છે ને! ૧૦૬ ડીગ્રી ( તાવ ચડયો હોય ત્યારે) પહેલું ગરમી આવે, ગરમી (પછી) ઠંડી આવે, (બહુ) ઠંડી (લાગે ત્યારે) ટાઢીઓ તાવ આવે ગોદડા ઓઢાડે- (મને) ગોદડી ઓઢાડો ને જ્યાં ઓલું (ગરમી ચડે) થાય કાઢી નાખો, પણ એ તો ગોદડા ને કાઢી નાખવાની ગરમ ને ઠંડી અવસ્થા તો જડની છે. આહાહા! શરીરમાં ટાઢ આવી ધ્રુજવા ( લાગ્યું શરીર) એ જડની અવસ્થા છે. એ તાવ આવ્યો એ જડની અવસ્થા છે, પરંતુ એ જડની અવસ્થાનું જ્ઞાન અહીં કરે આત્મા, અને જડની અવસ્થા જડમાં રહે, પરંતુ બન્નેની ભિન્નતાનું ભાન નથી તો એને એમ થઇ જાય છે કે આ ઠંડો હું થઈ ગયો, ગરમ હું થઇ ગયો, “જેમના રૂપે આત્મા વડ પરિણમવું અશકય છે” “તેવી રીતે એવાં રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપ” આહાહાહા ! દાખલો ત્યાં આકરો છે ને ! ઠંડી અને ગરમ અવસ્થાપણે આત્માને થવું અશકય છે, છતાં એ માને છે કે હું ઠંડી-ગરમ અવસ્થારૂપે હું થઇ ગયો! એમ દયાદાન-વ્રત-ભક્તિ, કામ-ક્રોધના ભાવ એ વિકાર અને અનુકૂળતા જોઈને હું સુખી છું, માણસો (પણ) એમ કહે ને, પાંચ-પચીસ લાખ મળે એટલે આ આપણાથી સુખી છે. (એમ લોકો માને !) સમજાણું?
એક ફેરે કહ્યું'તું ને! આપણે અહીંયા નાનાલાલભાઈના સગા, આંહી એક ફેરી આવ્યા'તા વઢવાણવાળા! શું કહેવાય એ? ચુડગર, તે નાનાલાલ કાળીદાસ (જસાણી) રાજકોટ, કરોડપતિ?