________________
४४४
સમયસાર સિદ્ધિ ભાગ-૪ સમયમાં, એ સમયની પર્યાય જ્ઞાન થવાની લાયકાતથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. ( જ્ઞાન થવામાં) શબ્દ તો નિમિત્ત છે, શબ્દથી ત્યાં જ્ઞાન થયું નથી. અરે ! આવી વાતું ભાઈ ! દુનિયાથી બહુ ફેર હોં ભાઈ ! મોટો ફેર? (શ્રોતા- જ્ઞાની એટલા માટે જ નિશંક છે) હેં? એવી વાત છે. સુખ-દુઃખને રાગ-દ્વેષના જે ભાવ છે એ વિકૃત અવસ્થા છે, એને પુદ્ગલની ગણવામાં આવી અને એ રાગદ્વષ-સુખ-દુઃખની કલ્પના જેને પુદ્ગલ કહેવાય એનું જે જ્ઞાન અહીં થયું, એ જ્ઞાન અને સુખ-દુઃખની અવસ્થા, “બન્નેનું ભેદજ્ઞાન નહિ હોવાથી બન્નેની જુદાઇનું જ્ઞાન નહિ હોવાથી ત્યારે એકપણાના અધ્યાસને લીધે” –આહાહાહા ! એ રાગને દ્વેષને સ્વભાવનું જ્ઞાન, (બેયની) એકત્વબુદ્ધિને કારણે-અનાદિથી આ અધ્યાસથી એકત્વ કર્યું છે. આહાહા! સમજાણું?
(ઓહોહો !) મોટો બળવો છે, દુનિયા સામે, દુનિયા આની સામે બળવો કરે છે. આહા ! બાપુ! મારગડા પ્રભુના (જુદા છે). આહાહાહા ! અહીંયા તો કહે છે કે જે અંદરમાં કર્મના નિમિત્તથી અથવા નિમિત્તને આધિન થઇને જે કાંઇ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ છે, એ બધા (ભાવો) પુદ્ગલની દશા છે. (અરે, ભાઈ !) આત્મા શું? આત્મા તો શુદ્ધ પવિત્ર છે, એનો (સ્વભાવ તો) જાણવા-દેખવા (જ્ઞાતા-દખાની) દશાવાળો છે. (શુભાશુભ ભાવની) તે દશા છે પુગલની અને એનું જે જ્ઞાન, અહીં જ્ઞાન થાય છે એ પોતાનું છે. પણ એ જ્ઞાન અને રાગ-દ્વેષની પર્યાયનું ભેદજ્ઞાન નહિ હોવાથી બન્નેની ભિન્નતા છે એવું ભિન્નતાનું ભાન નહિ હોવાથી, આહાહાહા ! તમારા હિરા-બિરા તો કયાંય રહી ગયા (દૂર) ને અમારા ચીમનભાઈના લોઢા રહી ગયા કયાંક (દૂરના દૂર) (શ્રોતા- આપ તો ફરમાવો છો કે હીરો તો પુદ્ગલનો છે.) હિરા તો પુદ્ગલના છે, પણ હિરાનો પ્રેમ થયો રાગ, એ પણ પુગલમાં છે એમ કહે છે આંહી તો બલુભાઈ? આવું છે બાપા. પ્રભુ પ્રભુ પ્રભુ તું કોણ છે? બાપા, ભગવાન તો એમ કહે છે કે તું છો કોણ? આત્મા, આત્મા છો તે શું રાગરૂપ છે આત્મા? નવ તત્ત્વ છે તો એમાં રાગને પુષ્ય ને પાપ તત્ત્વ તો (આસ્રવ તત્ત્વ છે) તેને (આત્માથી) ભિન્ન ગણવામાં આવેલ છે. નવ તત્ત્વ છે કે નહીં? પુણ્ય, પાપ, આસ્રવ, બંધ તત્ત્વ તો ભિન્ન ગણવામાં આવ્યા છે.
ભગવાન આત્મા તો જ્ઞાયકતત્ત્વ છે. તો એનો અર્થ એ છે કે એનું જ્ઞાન કરવાવાળો ને પોતાનું જ્ઞાન કરવાવાળો (એ એક) જ્ઞાયક તત્ત્વ છે. (એ જ્ઞાયકતત્ત્વ) પણ પોતાનું જ્ઞાન અને એનું (પરનું) જ્ઞાન એ બેયનું જ્ઞાન) એ પોતાનો સ્વભાવ છે. એ ચીજ રાગ આદિ પોતાનો સ્વ-ભાવ નથી, (તેથી) રાગ આદિ ભિન્ન છે ને એનું જ્ઞાન કરવાવાળી ચીજ ( જ્ઞાયક) ભિન્ન છે. –આવું ભેદજ્ઞાન નહિ હોવાથી, આહાહા ! આવી વાતું, હવે માંડ (માંડ) જિંદગીમાં કો'કને તો કાને'ય પહેલી પડે! આખી વાતું ફેર બહુ બાપુ? અરે રે મનુષ્યભવ હાલ્યા જાય છે, મોતની અવસ્થા એ સમય નજીક આવે છે કારણકે (મૃત્યુસમય) નક્કી છે ભગવાનના જ્ઞાનમાં, અને એની આયુષ્યમાં કે આ એ જ સમય, આ ક્ષેત્રે, આ લોકે, આ દેહ છૂટવાનો (એ છૂટવાનો જ) એમાં ત્રણ કાળમાં ફેરફાર થાય (જ) નહીં. આહાહાહા !
અરેરે! એના સમીપમાં (મૃત્યુના સમીપમાં) આયુષ્યની (ક્ષણ ક્ષણ ઘટતી સ્થિતિ!) ઓલું નથી આપણે કહેતા કે “ડોશી કહે મારો દિકરો મોટો થાય' ભગવાન કહે તારો દિકરો મોટો થાય ને મરણની સમીપમાં જાય? હવે આનો મેળ કયાં કરવો? બરાબર છે? (શ્રોતા: