________________
ગાથા-૯૨
४४३ નોકર્મ ત્રણેય એક જ ચીજ છે–જડની છે, એમ બતાવવું છે. સમજાણું આમાં? આહા ! કાલ તો જરી ઓલા ( લખાણમાં હતું ને) સોનગઢ કહે, નિમિત્તથી ન થાય, આમાં તો નિમિત્તથી થાય એમ સમજી લ્ય બસ? એવું છે નહીં, થાય છે તો પોતાની પર્યાયમાં પોતાથી પણ એ (રાગભાવ) સ્વભાવ નથી–ચૈતન્ય જે અનંતગુણ છે સ્વભાવ, એનો તો એ ભાવ નથી, એમ ગણીને રાગને જડથી ભિન્ન આત્માનું ભેદજ્ઞાન નથી એ ( લોકો) રાગને પોતાનો માને છે. સમજાણું કાંઇ? આ વાત અહીંયા સિદ્ધ કરવી છે, એ પ્રકારે એમ કહેવું છે ને અહીંયા કે જેવા પુણ્ય ને પાપના ભાવ થયા એવું જ આહીંયા જ્ઞાન થાય છે, જ્ઞાન તો યથાર્થ થાય છે કે નહિ? (થાય છે.) તો જેવા દયાના પરિણામ થયા તો દયાના પરિણામ રાગ છે તો (તેવું જ) રાગનું જ્ઞાન અહીં થયું તો જ્ઞાન કહેવામાં આવ્યું એ યથાર્થ છે. એમ કહેવું છે કે જેવો રાગ છે એવું જ અહીંયા જ્ઞાન થયું છે, એ જ્ઞાન થયું એ આત્માની ચીજ છે ને રાગ છે એ પોતાની (આત્માની) ચીજ નહીં. આહાહા ! સમજાણું કાંઇ..?
એ રાગ છે એ તો પુણ્ય-પાપ તત્ત્વ છે તો શાયકપર્યાયમાં સ્વપરપ્રકાશક (જ્ઞાન) થયું પણ એ જ્ઞાનસ્વપરપ્રકાશક પર્યાય થઈ પોતાથી એ એકમેક છે અને એ રાગતત્ત્વ (આત્માથી) ભિન્ન છે, અહીં આ લેવું છે ને ! રાગતત્ત્વ-પુણ્યપાપ તત્ત્વ-અજીવ તત્ત્વ-આસ્રવતત્ત્વ બધા એક (એકાર્થ) છે. આહાહાહાહા ! સમજાણું કાંઇ..?
(હવે કહે છે, “જ્યારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ ન જાણતો હોય ત્યારે” –શું કહે છે? અજ્ઞાની આત્મા, ભેદજ્ઞાનના અભાવથી (એટલે કે) આ રાગ-દ્વેષ આદિ પરિણામ અને એનું જ્ઞાન અહીં અનુભવ, એ બન્નેનું ભેદજ્ઞાન ન જાણવાથી–રાગ હું છું એમ અજ્ઞાની માની લે છે. આહાહા ! રાગથી ભિન્ન એવું જ્ઞાન પોતાનું છે પણ રાગ પોતાનો નથી, પણ અજ્ઞાનીને રાગ અને જ્ઞાનના પરિણામનું ભેદજ્ઞાનભિન્નતાનું જ્ઞાન નથી, તો રાગ મારો છે એમ માની લ્ય છે. આહાહા !
- જ્યારે આ આત્મા અજ્ઞાનને કારણે એ રાગ-દ્વેષ, સુખ-દુઃખ, સુખદુઃખની કલ્પના થાયને! આ પૈસા છે તો ઠીક, નિર્ધનતા અઠીક એવી જે કલ્પના છે. એ નિશ્ચયથી તો એ પુદ્ગલની પર્યાય છે, પુદ્ગલમાં છે. આહાહા ! આકરું કામ છે. (શ્રોતા – ઘડીકમાં પુદ્ગલની, ઘડિકમાં આત્માની?) તેથી અહીં કહે છે ને ભાઈ, છે પર્યાય એની, પહેલાં એમ જ માની લ્યો કે કર્મને લઇને રાગ થયો-કર્મને લઇને રાગ થયો, તો એ વાત જૂહી છે. આહાહા ! પણ અહીંયા કહે છે, રાગ પર્યાયમાં થાય છે તો એ દ્રવ્યસ્વભાવથી થયો, એ વાત જૂઠી છે. આહાહા (આત્મ) દ્રવ્યનો સ્વભાવ ચિદાનંદ! ભગવાન આત્મા, રાગ થાય છે એનું જ્ઞાન કરે છે, એ જ્ઞાન પોતાનું છે, રાગ પોતાનો નહીં. આ તો અત્યારે તો ભેદજ્ઞાન કરવાની વાત છે ને! ભેદજ્ઞાન નહિ કરવાવાળાની આ વાત છે. ભેદજ્ઞાન કરવાવાળાની વાત (ગાથા) ૯૩ માં આવશે. આહા! આ મોટો ફેર? નિમિત્તથી થાય છે ને વ્યવહારથી થાય છે, (આ) મોટો ફેર? છે?
નિમિત્ત વિના ક્યાંય હોય છે (કોઇ કાર્ય?) દેખો? આ જે વાણી પડે છે, તો જ્ઞાન થાય છે, ન્યાં મુંબઈમાં હતા ત્યાં કારખાનામાં ત્યાં આ જ્ઞાન થતું હતું? પર્યાયમાં આ જ્ઞાન (સાંભળવાનું) આ શબ્દ કાને પડે છે તો જ્ઞાન થાય છે. એમ અજ્ઞાનીઓને ભ્રમ થાય છે. પણ (ખરેખર તો) એ