________________
ગાથા-૯૨
૪૪૧
અભિન્ન છે અને ૫૨થી ભિન્ન છે. ઠંડા-ઉનાનું જે જ્ઞાન થયું એ જ્ઞાન આત્માથી અભિન્ન છે. પણ એની (પુદ્ગલની ) જે શીત-ઉષ્ણ દશા છે એ આત્માથી ભિન્ન છે. આ તો હજી દૃષ્ટાંત છે.
“તેવી રીતે તે પ્રકારનો અનુભવ સમર્થ એવી રાગદ્વેષ–સુખ-દુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા” આહાહા ! અહીં એવું ન લેવું ( ન સમજવું કે ) કર્મમાં સુખ-દુઃખ થાય છે. આંહી તો આત્માનો સ્વભાવ શુદ્ધચૈતન્ય છે, એ અપેક્ષાથી જે કંઇ દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ થાય છે અને સુખ–દુઃખની કલ્પના થાય છે—એ થાય છે તો પોતાની પર્યાયમાં પોતાથી–પણ અહીંયા એ સિદ્ધ નથી કરવું, અહીંયા તો એ જડની પર્યાય છે. ( શ્રોતાઃ- આત્મામાંથી નીકળી જાય છે માટે ! )નિકળી જાય છે ને આત્માની છે જ નહીં. ઝીણી વાત છે ભાઈ ! મોટા અત્યારે તો વાંધા ઊઠયા છે આમાં, શુભભાવ-દયા, દાન, વ્રત, પૂજા કરે તો કલ્યાણ થશે ! આંહી તો કહે છે કે શુભભાવ તો પુદ્ગલની દશા છે. ( કેમકે ) પોતાના સ્વભાવમાંથી વિકાર ઉત્પન્ન થાય એવો કોઇ સ્વભાવ (આત્માનો ) નથી. આહાહા !
‘તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગદ્વેષ-સુખ-દુઃખ ' –શું કહ્યું ? રાગ-દ્વેષ ને સુખ, દુઃખની જે કલ્પના છે એ કર્મનું કાર્ય છે, એનું જ્ઞાન આત્મામાં થાય છે એ જ્ઞાન આત્માનું છે. એ જ્ઞાનથી આત્મા અભિન્ન છે પણ આ રાગ-દ્વેષ, સુખદુ:ખના પરિણામ જે છે એ પુદ્ગલની પર્યાય એ પુદ્ગલથી અભિન્ન છે ! આરે ! આવી વાતું છે, ઝીણી વાત છે ભાઈ ! રાગ-દ્વેષ થાય છે તો પોતાની પર્યાયમાં, કોઈ એમ અહીં લગાવી û (માની લ્યે ) કે જુઓ, કર્મથી રાગ-દ્વેષ થયા (એમ નથી ) આહાહા! અહીં તો બીજી ચીજ છે. (સ્વભાવ બતાવવો છે) આ તો રાગ-દ્વેષ થાય છે તો અજ્ઞાનથી પોતાની પર્યાયમાં, પણ એ રાગ-દ્વેષપુણ્ય, દયા-દાન– ( આદિભાવ ) આત્માનો સ્વભાવ નથી, આહા ! એ કા૨ણે આ દયા-દાનવ્રત-તપ, ભક્તિનો વિકલ્પ રાગાદિ વિકલ્પ ઊઠે છે એ રાગ, પુદ્ગલની અવસ્થા છે, એમ કહેવામાં આવ્યું છે. આહા ! કહો, બલુભાઈ ? શું કીધું, આ તમારા ઓલા વ૨સીતપ કર્યાં છે એમાં રાગ કોઇ મંદ હોય તો એ પુદ્ગલ-જડ હતો, એમ કહે છે. એણે તો સાંભળ્યું છે ને ઘણી વખત ? છે ? ( શું કીધું ? ) એ અંદર રાગ કર્યોને મંદ, અપવાસ કરવામાં, દયા પાળવામાં, વ્રત ક૨વામાં. સમજાણું ? એ ક૨વામાં મંદ રાગ છે એ રાગ છે ( એને ) અહીં પુદ્ગલની અવસ્થા ગણવામાં આવી છે, એ રાગનું જ્યાં જ્ઞાન થાય છે, એ જ્ઞાનઅવસ્થા આત્માથી અભિન્ન છે. પણ એ રાગ, એ જ્ઞાન (બેય ) અવસ્થા તદ્ન ભિન્ન છે! કહો, શાંતિભાઈ ? આવી વાતું છે. ( આહા !) જેને લોકો ધર્મ માને–દયા, દાન, વ્રત, અપવાસ એ વિકલ્પ છે-રાગ છે અને એ રાગ પુદ્ગલની (દશા ), પુદ્ગલના નિમિત્તને આધિન થઇને થઇ છે ને ? એ પોતાના સ્વભાવને આધિન નથી થઇ, એ કા૨ણથી એને પુદ્ગલમાં ગણી છે. આહાહાહા ! આવી વાત ! ‘અને આ પ્રકારનું જ્ઞાન આત્માથી અભિન્ન છે' —રાગ અને દયાદાનના વિકલ્પ જે રાગ ઊઠયો, એનું અહીંયા જ્ઞાન થયું. કેમકે આત્માનો (જ્ઞાન સ્વભાવ) સ્વપ૨પ્રકાશક છે, તો પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે ને ( સાથે-સાથે ) રાગનું પણ અહીં જ્ઞાન થાય છે. તો એ જ્ઞાન છે-રાગનું જ્ઞાન છે એ આત્માથી અભિન્ન છે અને રાગભાવ છે એ પુદ્ગલથી અભિન્ન છે. આત્માથી ભિન્ન છે. આવી વાતું વે કયાં દુનિયા ઠારે મેળ ( ખાય ?)