________________
४४०
સમયસાર સિદ્ધિ ભાગ-૪ હોવાનું માને છે એ માન્યતા કરે છે, એમ કહે છે. જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે સ્વયં અજ્ઞાનમય થયો થકો, આ હું રાગી છું, એટલે આ રાગ હું કરું છું, હું દ્વષી છું, ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે રાગનો કર્તા પણ અજ્ઞાનભાવથી પ્રતિભાસે છે. પણ એ અજ્ઞાનભાવ છે એ સત્યભાવ છે નહીં. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ )
પ્રવચન નં. ૧૮૩ ગાથા-૯૨
તા. ૩૧/૦૧/૭૯ બુધવાર મહા સુદ-૪ શ્રી સમયસાર, ૯૨ ગાથા ફરીને,
ટીકા-ટીકા છે ને ટીકા, બાણું ગાથાની ટીકા, આ આત્મા, અજ્ઞાનથી પોતાનું શુદ્ધસ્વરૂપ આનંદ, એના અજ્ઞાનથી, પોતાની ચીજ જે આનંદ ને શુદ્ધ છે, એનું અજ્ઞાનીને જ્ઞાન નથી, અજ્ઞાનને કારણે પોતાનો ને પરનો ભેદ, પરસ્પર ભેદ નથી જાણતો-ભગવાન આત્મા એ તો જ્ઞાન-આનંદ સ્વરૂપ અને પર-રાગદ્વેષ ને કર્મ, નોકર્મ (તે) પર, એ પોતાનો ને પરનો પરસ્પર ભેદ (તફાવત) જાણતો ન હોય ત્યારે “તે પરને પોતારૂપ કરતો અને પોતાને પર કરતો” – -ત્યારે તે પરને પોતારૂપને એ રાગ-દ્વેષના પરિણામ, કર્મને નોકર્મ એ પરને પોતારૂપ માને છે. આહાહાહા ! અને પોતાને પરરૂપ કરતો થકો-પોતાનું સ્વરૂપ શુદ્ધચૈતન્યઘન છે છતાં) એને રાગ મારો છે, કર્મ મારા છે, નોકર્મ-કર્મના ફળઆદિ મારા છે એમ પરને પોતાના કરતો થકો, સ્વયં (પોતે) અજ્ઞાનમય થયો થકો (આહા!) સ્વયં અજ્ઞાનમય થયો થકો, કર્મને કારણે નહીં, (સ્વયં-પોતાથી) “કર્મોનો કર્તા પ્રતિભાસે છે.” આહાહા !
એ પુણ્ય ને પાપના ભાવ-દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ એ રાગ છે. અજ્ઞાનીને રાગનો કર્તા હું છું એવું ભાસે છે. સમજાણું કાંઈ? “તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે – જેમ શીતઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ” –ઠંડી અને ગરમી જડની અવસ્થા, એ અનુભવ, જ્ઞાન કરાવવામાં નિમિત્ત, પોતાને જ્ઞાન કરાવવામાં એ શીત-ઉષ્ણ (અવસ્થા) નિમિત્ત (છે). “એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા એ ઠંડી ને ગરમ અવસ્થા પુદ્ગલ જડની છે આ ઠંડી પડીને૧૧૦/૧૨ ડીગ્રી તડકો તાપ એ જડની પર્યાય છે એ પુગલ પરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નતાને કારણે એ પુદ્ગલથી ઠંડી ગરમ અવસ્થા એકમેક છે. છે? અને આત્માથી સદા અત્યંત ભિન્ન છે. એ ઠંડી ગરમ અવસ્થા સદા આત્માથી તદ્દન ભિન્ન છે અને એના નિમિત્તથી થવાવાળો એ પ્રકારનો અનુભવ–ઠંડી અને ગરમીનું અહીં જ્ઞાન થાય છે, એ જ્ઞાન છે તે આત્માથી અભિન્ન છે અને શીત-ઉષ્ણ અવસ્થા પુગલની છે એ ભિન્ન છે. અને એનાથી (એના નિમિત્તથી) જ્ઞાન જે થયું એ જ્ઞાનની પર્યાયથી આત્મા અભિન્ન છે. આહા ! આ તો હજી દષ્ટાંત છે હોં!
(કહે છે કે, “અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ” (એટલે) જેવી ઠંડી-ગરમી છે એવું જ અહીં જ્ઞાન થાય છે પોતાનામાં “તે પ્રકારનો અનુભવ આત્માથી અભિનપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે.” –એ શીત-ઉષ્ણ જે પુદ્ગલની દશા છે જડમાં છે એ જડથી અભિન્ન છે-એકમેક છે, અને શીત-ઉષ્ણનું અહીં જ્ઞાન થયું એ જ્ઞાનની પરિણતિ આત્માથી