________________
૪૪૫
ગાથા-૯૨ બા તો એમ જ કહેને મારો દિકરો મોટો થાય?) હા, બધા કહે, એમ જ કહે, મોટો દિકરો થયો! સુમનભાઈ અને નહિ ભણાવ્યો હોય કે પાંત્રીસ હજાર રૂપિયા ખર્ચીને, (પરદેશમાં) અમેરિકા શું? અમેરિકામાં! પાપ કરીને પૈસા ભેગા કર્યા ને પાપ કરીને ભણાવ્યો એને, આ રામજીભાઈએ, સાચી વાત હશે ? વિકલ્પ હતો આકરી વાત ભાઈ ! ભણાવ્યો છે ભણાવ્યો'તો નહીં પણ ભણાવવાનો જે વિકલ્પ છે, એ એનું સ્વરૂપ નહીં. આહાહાહાહા! આવી વાત છે ભગવાન ! આ તો ઘરની વાત કરીએ (દાખલો ઘરનો) બધાને સમજાય ને? રતિભાઈ ? આ અમારે રતિભાઈ રહ્યા, મોટા કરોડપતિ લ્યો ! કારખાના મોટા ને છોકરાઓ ! મોટોભાઈ મરી ગયા ને બે-ત્રણ છોકરાઓ બધું કામ કરે એય મોટું કારખાનું છે રાજકોટ. અરરર! કોણ કરે પ્રભુ! આંહી તો કહે સાંભળને વાત! આહાહાહા!
પ્રભુભાઈ તો છેલ્લી સ્થિતિએ અસાધ્ય થઈ ગયા હતા નહીં. તાકડે ત્યાં અસાધ્ય થઇ ગયા'તા, કેટલા વખતથી ચોવીસ કલાકથી, કુદરતી એવો મેળ ખાઇ ગયો કે હું ત્યાં ગયો ત્યાં અહીંથી ત્યાં પહેલાં હતા અસાધ્ય એમ પછી ચંદુભાઈ દાકતર છે ને આપણા ચંદુભાઈ, એણે કહ્યું, પ્રભુભાઈ મહારાજ આવ્યા છે કોણ જાણે કેમ થયું તરત જ સાધ્ય આવી ગયું. આમ હાથ કર્યો ઊંચો, અસાધ્ય હતા, પ્રભુભાઈ અસાધ્ય હતા, કુદરતે હું ગયો ત્યારે પણ અસાધ્ય હતા,
જ્યાં એને કીધું ચંદુભાઈએ કે મહારાજ આવ્યા છે, પ્રભુભાઈને એમ જ્યાં કીધું ત્યાં આંખમાંથી આંસુ, હાથ આમ ઊંચો કર્યો સાધ્ય આવી ગઇ, દશ મિનિટ રહ્યા, બસ પછી જતાં વખતે પાંચ હજાર રૂપિયા દેવાના હાથમાં મૂકયા, એમણે દેવાના તે વખતે સાધ્ય નહોતી. આંહીથી હું સવારમાં ગયો'તો અને સાંજે પાછો વયો, આવ્યો'તો. સવારમાં રાજકોટ, છેવટે ઓલા પાંચ હજાર રૂપિયા આપવા મંડયા એના હાથમાં નોટ આપો, એમ કે ત્યારે સાધ્ય નહોતી. આ બધા પૈસાવાળા છે બધા ! વાળા છે બધા. એક “વાળો' નીકળે પગમાં તો રાડ્યો નાખે? આ કેટલા (વાળા) છે? (શ્રોતા- આ વાળાની કિંમત છે) આ વાળાની કિંમત છે રખડવાની... પૈસા વાળો, બાયડી વાળો છોકરા વાળો, મકાન વાળો, આબરુ વાળો! કેટલાવાળા!તમને તમારે ) પણ છે, હું? સારા જમાઈ વાળો-સારા જમાઇ, દશ-દશ, વીસ-વીસ લાખવાળા ! ચાર છોકરીઓ મોટે ઘરે પરણાવી, કુટુંબ-કબીલા મોટાંને! ઓહોહો ! શું છે પણ આ તને? શાંતિભાઈ? હડકવા લાગ્યો છે!! આહાહા !
પ્રભુ કહે છે એક વાર સાંભળ ભાઈ, તારું સ્વરૂપ તો પ્રભુ! એ રાગ આદિ આવે, એનું જ્ઞાન કરવાનો તારો સ્વભાવ છે. એમ ન જાણીને રાગ મારો છે (એમ માને એ ) મિથ્યાષ્ટિ અજ્ઞાની છે. આહાહાહાહા ! ગજબ વાત છે. પરની દયા પાળવાનો ભાવ, દયા પાળી શકતો નથી, કેમકે એ તો (તે જીવનું) આયુષ્ય હોય તો ત્યાં રહે (જીવે ) કે ન રહે (પરંતુ ) તારાથી -દયા પાળી શકાય નહીં, પણ ભાવ આવ્યો એ રાગ છે, એ રાગનું જ્ઞાન કરવું એ આત્માનો સ્વભાવ છે. પરંતુ રાગને પોતાનો માનવો, એ પોતાનો સ્વભાવ નથી. પણ જેને રાગ અને રાગનું જ્ઞાન, કરવાનું ભેદજ્ઞાન નથી, “એ ત્યારે એકત્વના અભ્યાસના કારણે” આહાહા... રાગ અને એનું જ્ઞાન કરવાવાળો આત્મા, બેયના એકત્વના અભ્યાસને કારણે આહાહા... વિભાવની સાથે અધ્યાસ- એકત્વ કર્યું!