________________
ગાથા-૯૨
૪૫૧ કામ અનુકૂળ કરવા માટે આ વધારી દીધા? ન્યાયથી વિરુદ્ધ નહિ કરું, રાજનું હોય કે રાણીનું હોય, (નીતિવાન) નૈતિક માણસ છતાં પણ એ રાગ છે, અને એ રાગ મારી ચીજ ને મેં રાગ કર્યો, એ મિથ્યાત્વભાવ છે! બહુ આકરું કામ ભાઈ !
એ જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો” શું કહે છે? ભગવાન આત્મા તો શાનથી તાદાભ્યસ્વરૂપ છે, એ જ્ઞાન પ્રગટ કરવું જોઇએ, એને બદલે એને છોડીને અજ્ઞાન નામ રાગ પ્રગટ કર્યો તો અજ્ઞાનભાવ પ્રગટ કર્યો. આહાહા! આ આજનું વ્યાખ્યાન જરી ઝીણું પડે એવું છે. મધુભાઈ ! તાકડે અહીં આવ્યું છે, ( શ્રોતા:- ઘણી ચોખવાટ !) તાકડે આમાં છે એટલે. સંપ્રદાયની દૃષ્ટિવાળાને તો આ પાગલ જેવું લાગે એવું છે! બલુભાઈ? બલુભાઈ તો અમારે હવે ઘણાં વરસનો પરિચય, જૂના થઇ ગયા. આહાહા! કહે છે કે જેમ શીત ને ઉષ્ણ અવસ્થા પુદ્ગલની છે, તો એ અવસ્થાપણે આત્માને થવું અશકય છે એમ પ્રભુ! રાગ ને દ્વેષના પરિણામ એ પુદ્ગલની જાત-વિકારી (ભાવ) પણે આત્મા વડે થવું અશકય છે, છતાં અજ્ઞાની એ રાગરૂપે હું પરિણમ્યો, એવું મિથ્યાષ્ટિપણે માને છે. આહાહાહા ! પાણી-પરસેવા ઊતરી જાય એવું છે !
–આ હું રાગી છું દેખો ! સ્વયં અજ્ઞાનમય થતો, દેખો હવે પોતે પોતાથી રાગને પોતાનો માનીને અજ્ઞાનમય થતો થતો હું રાગી છું-હું તો દયા પાળવાવાળો છું. આહાહા ! પાંજરાપોળની (સંભાળ કરી) રાગ થયો પણ ઇ રાગ કરવાવાળો હું છું. છે? આ હું રાગ કરું છું ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે–રાગાદિ, રાગ-દ્વેષ આદિ પછી તો જડકર્મ ને મોહકર્મ, નોકર્મપણાનો કર્તા ભેગો (છે) (આહા!) કર્તા પ્રતિભાસે છે, અજ્ઞાની ખરેખર તો એ રાગનો કર્તા છે નહીં. સમજાણું કાંઇ..?
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ )
પ્રવચન નં. ૧૮૪ ગાથા-૯૨
તા.૦૧/૦૨/૭૯ ગુરુવાર મહા સુદ-૫ શ્રી સમયસાર-ગાથા ૯૨. ટીકા ચાલી ગઈ છે કાલ, આજ તો ગુજરાતી ચાલશે ને ? મધુભાઈએ કહ્યું. ઝીણી વાત છે. ભગવાન, ઘણું સૂક્ષ્મ અપૂર્વ તત્વ છે. આહાહા!
ભાવાર્થ - રાગદ્વેષ સુખ દુઃખાદિ આત્માની પર્યાયમાં જે રાગ દેખાય છે. દયા, દાન, વ્રત ભક્તિનો રાગ કે વિષય ભોગ વાસનાનો રાગ એ રાગ અને દ્વેષ પ્રતિકૂળ ચીજને જોઈને અંદરવૈષ અણગમો આવે છે. એ રાગ અને દ્વેષ અને અનુકૂળ ચીજમાં કલ્પના થાય છે કે આ મને સુખ છે. પૈસામાં, સ્ત્રીમાં આદિમાં કલ્પના, ભક્તિ, ભગવાનની ભક્તિમાં પણ જે રાગ છે, એ રાગ છે એ રાગ અને દ્વેષ અને “સુખ દુઃખની જે કલ્પના એ પુદ્ગલની દશા છે” એમ કહે છે અહીંયા. ઝીણી વાત છે ભાઈ.
ભગવાન આત્મા તો આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે, એની દશા તો આનંદ અતીન્દ્રિય અને જ્ઞાન ને શાંતિ એ એની દશા છે. આ રાગદ્વેષ ને સુખ દુઃખાદિ, રતિ અરતિ આદિ ભાવ ઉત્પન્ન થાય છે, “એ અવસ્થા પુગલકર્મના ઉદયનો સ્વાદ છે,”આહાહા ! આકરું કામ ભારે ! એ પુદ્ગલકર્મ જડ એનો પાક થાય છે, ત્યારે જ્ઞાનમાં તેનો સ્વાદ જણાય છે, આવી વાત છે. ઝીણું બહુ ભાઈ, છતાં એ સ્વાદ છે એ મારો છે, એવી જે માન્યતા તે મિથ્યાષ્ટિ માને છે.