________________
૪૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ નહીં એવા રાગદ્વેષ છે એ (ભાવ) આત્માથી અભિન્ન છે. આંહી તો પરથી ભિન્ન બતાવવું છે. અને પછી અજ્ઞાનથી ભિન્ન તો પછી કરે, પણ આ પહેલો ખ્યાલ જ નથી ત્યાં ભિન્ન શી રીતે કહે ? આહાહા ! સમજાણું કાંઈ...?
અને તેના નિમિત્તથી થવાવાળો એ પ્રકારનો અનુભવ એટલે રાગ-દ્વેષ, એ આત્માથી અભિન્ન છે કારણકે રાગ-દ્વેષ થયા એ રાગ-દ્વેષ (આત્માની) પોતાની પર્યાયમાં કર્યા છે, એ રાગ-દ્વેષ અજ્ઞાનીને અભિન્ન છે. અહીં તો અજ્ઞાનીની વાત છે ને પુદગલથી સદાય અત્યંત ભિન્ન છે એ ઠંડા ગરમનું વદન થયું ઠીક અઠીક એવો રાગદ્વેષ એ પુદગલથી અભિન્ન છે પોતાની પર્યાય પોતાથી અભિન્ન છે આવી વાત હવે, નવરાશ કયાં આમાં? સદાય અભિન્ન, આહા...! એ તો દષ્ટાંત થયું.
“તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે–એટલે કર્મની અવસ્થા જડમાં થઇ એની વાત કરે છે–રાગ-દ્વેષ, સુખ-દુઃખાદિ શાતા વેદનીય આદિ અંદર જે કર્મમાં થાય છે એ પુદ્ગલપરિણામની અવસ્થા એ પુદ્ગલથી અભિન્ન છે. સમજાણું કાંઇ.? સુખ-દુઃખ, શાતાવેદનીયઅશાતાવેદનીય અંદર જે સુખની કલ્પના, જડમાં સુખ હોં? જડ શું અહીં સુખમાં નિમિત્ત જે જડ એ જડની પર્યાય જડથી અભિન્ન છે અને અહીં જે સુખ-દુઃખની કલ્પના કરે છે અજ્ઞાની, એ સુખ-દુઃખની કલ્પના આત્માથી અભિન્ન છે. આરે.. હવે!
(કહે છે કે, પુગલ પરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્ન અને આત્મા સદાય ભિન્ન છે. અને એના નિમિત્તથી થવાવાળા તે પ્રકારનો અનુભવ, કોનો અનુભવ? અંદર રાગ-દ્વેષનો અનુભવ-સુખ-દુઃખની કલ્પનાનો અનુભવ, એ આત્માથી અભિન્ન છે. પરનો અનુભવ નહીં. પરનો અનુભવ નથી, પરથી ભિન્ન અનુભવ પોતાના રાગનો છે. આહાહાહા ! પુગલ સદાય અત્યંત ભિન્ન છે, આ આત્મામાં જે રાગ-દ્વેષ થયા, આ ઠીક છે–આ ઠીક નહીં એવા રાગ-દ્વેષ થયા, એ અજ્ઞાનીના આત્માની સાથે અભિન્ન છે અને જે પુગલની દશા છે, મોહનીયકર્મની ચારિત્રમોહનીયનો ઉદય, દર્શનમોહનો ઉદય, એ પરિણામ જડની સાથે અભિન્ન છે. આહા !
આમાં કારખાના આડે નવરા કયાં? દુનિયા તો દુનિયાનું જાણે ) દુનિયાનું અહીં શું કામ છે, તું કરને તારું! ભૂખ પોતાને લાગે છે તો પોતે ખાવા જાય છે, બધાને ખવરાવીને ખાવા જાય છે? ઓલા (દુનિયામાં) ઘણાં બધા ભૂખ્યા છે તો તેમને (બધાને) ખવડાવી ને હું ખાઉં એમ ખાવા જાય છે? મુંબઇમાં તો ઘણાં પડયા છે ઓલા આડા-અવળા નહીં, ગરીબ માણસો! શું કહેવાય છે? ફુટપાથ, હા, હા છે. મકાનેય ન હોય, બાઈડી ન હોય, છોકરાય ન હોય બિચારા ગરીબ એકલા ! એક જુવાન છોકરો હતો એક, (મેં પૂછ્યું) હું મહારાજ ! મા-બાપેય નથી હું તો એકલો ફરું છું ! પાણી પીવાને માટે લોટોય ન હોય, સૂવાનું ગોદડુંયે ન હોય, મકાન તો શાના હોય? ફૂટપાથ ઉપર સૂવે અને ભીખ માગે, કયાંકથી માગી માગીને (પેટિયું ભરે!) આહાહાહા!
આંહી તો કહે છે કે જે બહારની અવસ્થા છે, એ પુદ્ગલથી અભિન્ન છે પણ એમાં જે સુખદુઃખની કલ્પના કરે છે એ આત્માથી અભિન્ન છે. એ ચીજે સુખ-દુઃખની કલ્પના કરાવી નથી.