________________
૪૩૬
ન
સમયસાર સિદ્ધિ ભાગ-૪ નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિનો અને તેના અનુભવનો ૫૨સ્પ૨ વિશેષ ન જાણતો હોય ત્યારે એકપણાના અધ્યાસને લીધે, શીતઉષ્ણની માફક ( અર્થાત્ જેમ શીત-ઉષ્ણરૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે તેમ ), જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવાં રાગદ્વેષસુખદુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો ( અર્થાત્ પરિણમ્યો હોવાનું માનતો થકો ), જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, ‘આ હું રાગી છું (અર્થાત્ આ હું રાગ કરું છું)’ ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે.
ભાવાર્થ:- રાગદ્વેષસુખદુઃખાદિ અવસ્થા પુદ્ગલકર્મના ઉદયનો સ્વાદ છે; તેથી તે, શીત-ઉષ્ણપણાની માફક, પુદ્ગલકર્મથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે; કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગદ્વેષાદિનો સ્વાદ, શીતઉષ્ણપણાની માફક, જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં, જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું હોય એવું અજ્ઞાનીને ભાસે છે. તેથી તે એમ માને છે કે ‘હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું' ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગદ્વેષાદિનો કર્તા થાય છે.
પ્રવચન નં. ૧૮૨ ગાથા-૯૨
તા. ૩૦/૦૧/૭૯
હવે એમ તાત્પર્ય કહે છે અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે. (ગાથા-બાણું ). હવે અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય કહે છેઃ
સમ્યક્–શાન થયું આત્મા શુદ્ધચૈતન્યમૂર્તિ પ્રભુ ! રાગ આદિમાં હું નથી, એક સમયની પર્યાય જેવડો પણ હું નથી અને અનંતગુણોના ભેદરૂપ હું નથી. આહાહાહા ! અભેદ ત્રિકાળી ભગવાન આત્મા ! એવી દૃષ્ટિ થવાથી, અજ્ઞાનનો નાશ થાય છે ને એને કર્મબંધન પણ થતું નથી, એ પ્રકારનું તાત્પર્ય છે. અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે. ૯૨, ૯૨ ગાથા છે ને. परमप्पाणं कुव्वं अप्पांण पि य परं करिंतो सो । अण्णाणमओ जीवो कम्माणं कारगो होदि ।। १२ ।।
૫૨ને ક૨ે નિજરૂપ ને નિજ આત્મને ૫ણ ૫૨ કરે, અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કા૨ક બને. ૯૨
ટીકાઃ- “અજ્ઞાનથી આ આત્મા”—પોતાના સ્વરૂપનું ભાન નહીં હોવાથી “૫૨નો અને પોતાનો ૫૨સ્પ૨ વિશેષ ( તફાવત ) ન જાણતો હોય ત્યારે ”—આત્મા આનંદસ્વરૂપ અને રાગ વિકા૨સ્વરૂપ-આત્મા પોતાની સત્તામાં છે ને ૫૨વસ્તુ એની સત્તામાં છે. એવો ભેદ ( તફાવત ) નથી કરતો–જાણતો નથી, “ત્યારે પરને પોતારૂપ કરતો અને પોતાને ૫૨ ક૨તો” ત્યારે એ ૫૨ને પોતારૂપ—શ૨ી૨ મારું છે (શરી૨ હું જ છું ) વાણી મારી છે, પુત્ર મારા છે, સ્ત્રી મારી છે, દેશ મારો, ગામ મારું, મકાન મારું—એમ અજ્ઞાની માને છે. આહાહાહા !