________________
૪૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ દર્શાવીએ છીએ. ભારે વાત માળે કરી, એકે એક વાત છે, બધી લાંબી વાત છે, બીજાએ આમ કર્યું એમ કહે, આંહી તો વીતરાગભાવનું જ પોષણ છે.
(મોક્ષમાર્ગ પ્રકાશક-પાનું ૧૪૧ બીજો પેરેગ્રાફ ) “જૈનમતમાં એક વિતરાગભાવ પોષવાનું પ્રયોજન હોવાથી, કષાયી જીવ અનેક યુક્તિ બનાવી કલ્પિત રચના કરી, કષાયભાવને જ પોષે છે, જેમ કે અદ્વૈત બ્રહ્મવાદી, સર્વને બ્રહ્મ માનવા વડે, સાંખ્યમતી, સર્વ કાર્યો પ્રકૃતિનાં માની પોતાને શુદ્ધ-અકર્તા માનવા વડે, શિવમતી, તત્ત્વને જાણવાથી જ સિદ્ધિ હોવી માનવા વડ, મીમાંસક, કષાયજનિત આચરણને ધર્મધ્યાન વડે, બૌદ્ધ, ક્ષણિક માનવા વડે તથા ચાર્વાક, પરલોક આદિ નહિ માનવા વડે, વિષયભોગાદિરૂપ કષાયકાર્યોમાં સ્વચ્છંદી થવાનું જ પોષણ કરે છે. આહાહા! મોક્ષમાર્ગ પ્રકાશક, ટોડરમલજી ( પંડિત) આમ કહે છે. સમજાણું કાંઇ?
આંહીં કહેવું છે શું? શું કહેવું છે કે અજ્ઞાની, પોતાના ભાન વિના, અજ્ઞાનરૂપ થયો થકો પરિણમે છે, રાગ-દ્વેષ ને મિથ્યાત્વ, એ ભાવમાં મમત્વ કરે છે–આ સ્ત્રી મારી કુટુંબ મારું, પૈસા મારા, ગુરુ મારા, દેવ મારા આ મારા લ્યો! આહાહા ! મમત કરે છે, એ મિથ્યા દર્શન છે. કોઇની સાથે રાગ કરે છે અનુકૂળ જાણીને રાગ કરે છે, કોઈની સાથે દ્વેષ કરે છે, એ ભાવોનો સ્વયં કર્તા થાય છે. (બીજું ) કોઈ કરાવતું નથી. કર્મ-બર્મ કરાવતું નથી.
એ ભાવો નિમિત્તમાત્ર હોવાથી “આત્મા કર્તા થયા સિવાય” પુદગલદ્રવ્ય મોહનીય આદિ કર્મપણે સ્વયમેવ પરિણમે છે. સ્વયં પોતાના ભાવથી પુગલદ્રવ્ય સ્વયં પોતાની પર્યાયથી જ કર્મરૂપ પરિણમે છે. આહાહાહા ! છે? પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક ભાવ માત્ર છે, કર્તા તો બને પોત-પોતાના ભાવના છે એ નિશ્ચય છે. લ્યો!
(ગાથા) એકાણુંનો ભાવાર્થ, થોડામાં પણ કેટલું ભરી દીધું છે? (જુઓ?) આ લાકડી ઊંચી થવામાં, પોતાની પર્યાયથી ઉપાદાનથી, એ ઉત્પન્ન ( ઊંચી થવાની ક્રિયા) થાય છે. આ આંગળીઓ નિમિત્ત-અનુકૂળ છે. આ આંગળીઓ નિમિત્ત હોવા છતાં પણ આંગળીઓથી (એ લાકડી) ઊંચી નથી થઇ ! છે? સમજાણું કાંઇ?(શ્રોતા-ધર્માસ્તિકાયવ ઉદાસીન!) ધર્માસ્તિકાય (વત્ ) એટલે નિમિત્તરૂપે છે. (શ્રોતા- ધર્માસ્તિકાયને સહાયક કહ્યું છે ને?) સહાયતા નહીં, સહાય નામ સાથે છે પણ એનાથી કાંઈ થતું નથી. પાંત્રીસમી ગાથા, ઇષ્ટોપદેશ જીવ ગતિ કરે છે પોતાથી ત્યારે ધર્માસ્તિ(કાય)ને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત અહીં (એને ) ગતિ કરાવે છે, એમ નહીં. તો નિમિત્તની સહાયતાથી ગતિ કરે છે એવું છે નહીં. છે બસ, એટલું. આ બધા ધર્માસ્તિકાયવત્ ઇષ્ટોપદેશ, પાંત્રીસમી ગાથા ! આહાહાહા ! ભારે કામ ?
એ (ગાથા) એકાણુંમી થઇ!