________________
૪૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે) એવા ભાવને-રાગને ભોગવે છે, રસને (ભોગવે) નહીં. આહાહાહા ! બહુ ફેર, વાસ્તવિક તત્ત્વનું શ્રવણ કરનારા પણ થોડા ને! એ આવ્યું ને (સમયસાર) ૧૧મી ગાથામાં, શુદ્ધનયનો પક્ષ તો કોઇ કોઇને છે, વિરલને છે. આહાહાહા ! બાકી અજ્ઞાની તો આ બધા બહારના ચાળા ! (એમાં જ રચ્યા-પચ્યા છે.)
(જુઓને !) સભા મોટી ભેગી થાય-દસ, દસ ને વીસ-વીસ હજાર ( લોકો ભેગાં થાય) અને એમાં હા લગાવે અંદરથી (વકતા) !આ કરો, આ કરો, આનાથી થાય, લોકોને ઠીક લાગે,
ઓશિયાળી વૃત્તિ-ભિખારી ! અને બીજા તને આપે તો ઠીક થાય, એમ કહે તો ઠીક લાગે એને ! કોણ આપે ને કોણ લ્ય, પ્રભુ!(શ્રોતા – એક બીજા, એક બીજા ઉપર ઉપકાર કરો?) હેં? ઉપકાર કરવો એ એમ કહે છે ને ? હમણાં જ્યાં ચોપાનિયામાં (છાપામાં) ઓલું ચૌદ રાજલોકનું ચિત્ર ને નીચે (લખાણ) “પરસ્પર ઉપગ્રહો જીવાનામ” –પરસ્પર ઉપગ્રહો પરસ્પર ઉપકાર કરો ! પણ ઉપકારની વ્યાખ્યા શું? નિમિત્ત હો, એને ઉપકાર કહે છે. નિમિત્તને ઉપકાર (શબ્દથી) કહ્યું. ઉપકાર કરી શકે ત્રણકાળમાં નહીં. મોટી ગરબડ ચાલે છે અત્યારે અને એનાં કહેનારાનું પ્રરૂપણ એવું હોય એ લોકોને ઠીક લાગે આમ. આહાહાહા! મિથ્યાશ્રદ્ધાના પોષક છે-મિથ્યાદર્શન. આહાહા !
“આત્મા તો અજ્ઞાનરૂપ પરિણમે છે, કોઈ સાથે મમત્વ કરે છે” –શું કહે છે? કોઇની સાથે આ મારા છે એવું મમત્વ કરે છે-મિથ્યાત્વની વાત (છે) એ મિથ્યાત્વ (કે જે) રાગ મારો છે, શરીર મારું છે, સ્ત્રી મારી છે, પુરુષ મારો છે, મકાન મારું છે, લક્ષ્મી મારી છે! આહાહા ! મકાનમાં ફર્નિચર હો બે-પાંચ લાખનું મારું મકાન, મારું ફર્નિચર અને વચ્ચે બેઠા હોય ખુરશીમાં તો આ ખુરશી મારી, શરીર મારું. શાંતિભાઈ ? આવું છે બાપા! આંહીં એ કહે છે કોઈ સાથે મમત્વ કરે છે મમતા કરે છે. ચીમનભાઈ? આવું છે બાપુ! આહાહાહા !
પ્રભુ! તું ભિન્ન છે ને! એ કરવું છે (તારે) ભિન્ન કરવો છે આત્માને, (એ તો) ભિન્ન છે. એવો ભિન્ન જાણવો ને પોતાના આત્માની દૃષ્ટિ કરવી, એ કરવાનું છે. સમજાણું કાંઈ? ભાષા તો સાદી છે, સમજાય છે કે નહીં ! ત્યાં પણ તું આવતો'તો નહીં, મુંબઈમાં નહીં, મોઢા આગળ બેસતો'તો? સમજાણું કાંઈ?
(કહે છે) આ રાગથી હું રાગ ભોગવું તો પરનેય ભોગવી શકું છું એ છોડી દે! અને રાગ છે એ મારું કાર્ય છે એ પણ છોડી દે ! તારે (તારું) કલ્યાણ કરવું હોય તો (એમ માન કે) હું તો રાગથી ભિન્ન ચિદાનંદ આનંદ છું, એ આનંદના પરિણામનો હું કર્તા છું–ને આનંદનું કાર્યપર્યાય કર્તા નહીં આનંદના પરિણામ મારું કાર્ય છે. એવી દૃષ્ટિ કરવી એ માટે આ કહે છે. “મોક્ષમાર્ગ-પ્રકાશક' માં આવ્યું છે ને એક કે ભાઈ અમારે વીતરાગમાર્ગમાં તો વીતરાગતાના પોષણનું પ્રયોજન છે. જ્યાં જ્યાં ચારેય અનુયોગોમાં, મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવ્યું છે કે ચારે અનુયોગોમાં જ્યાં ત્યાં વીતરાગતાનું જ પોષણ છે. અને તમારામાં કંઈ કંઈ રાગનું પોષણ અજ્ઞાની, એને કરે છે ને એ બધા (અન્ય) માર્ગ? એ જૈન માર્ગ નથી. એવું આવે છે ભાઈ, મોક્ષમાર્ગ પ્રકાશકમાં! સમજાણું કાંઈ...? આહાહાહા !
(આત્મા) પરનો કર્તા નહિ પરનું એનાથી થાય છે એમ નહીં, તમે રાગના કર્તા