________________
ગાથા-૯૧
૪૩૩ અજ્ઞાનભાવે, એનું પ્રયોજન શું? તો રાગમાં રહેવું ત્યાં એ માટે કહે છે? આહાહાહા ! એક ઠેકાણે છે “મોક્ષમાર્ગ પ્રકાશક' માં એમ કે અન્યમતને જૈનમતની જ્યાં વ્યાખ્યા છે ને? કંઇક ત્યાં છે, છે અહીંયા (શાસ્ત્ર?) જ્યાં ત્યાં વીતરાગતાનું પોષણ છે એમ છે અંદર ! તમારામાં તો કંઈ કેય અનેક પ્રકારના પોષણ ઊંધા છે. ક્યાંક છે જુઓને ! આમાં કયાંય છે તે આમાં છે આ બાજુમાં માથે. આહાહાહા ! “જૈનમતમાં ગમે તે કથન હો એ કથનનું તાત્પર્ય વીતરાગભાવનું છે ને વીતરાગભાવનું પોષણ કરવા માટે અનેક (પ્રકારે) કથન કર્યું છે” અને વીતરાગભાવ થાય છે કયારે? કે જ્યારે જિનસ્વરૂપી ભગવાન આત્મા, એનો આશ્રય કરવાથી વીતરાગભાવ થાય છે. આ માટે ચારે અનુયોગનું તાત્પર્ય છે. ઓલીકોરના પાને છે એની કોરના પાને છે સામે ન્યાં! એ અન્યમતનું પોષણ તમારામાં એમ કે જ્યાં ત્યાં રાગને પોષ્યો છે ને આંહી તો વીતરાગતાનું પોષણ કર્યું છે. જોકે આ બધું યાદ રહે છે-ભાવ (યાદ હોય) પાનાં-બાનાંનો ખ્યાલ ન હોય, ભાવનો ખ્યાલ રહે, હજારો શાસ્ત્રો (મગજમાં હોય !) આહાહા! તમે તો અવતાર કરીને રાગને પોષ્યો છે-ફલાણું કરીને, એમ કરીને કીધું છે. આમ, આંહી તો... એકલો જ્યાં ત્યાં ચારે અનુયોગોમાં દ્રવ્યાનુયોગ, કથાનુયોગ, ચરણાનુયોગ, ગણિતાનુયોગ બધામાં તો વીતરાગતાનું (જ) પોષણ !! આહાહાહા ! સમજાણું કાંઈ....?
અજ્ઞાનપણે તમે રાગ કરો છો તો (તેથી) કર્તા બનો છો તમે, એ સમય (જે) કર્મ બંધાય છે પણ એનું તાત્પર્ય શું? એ સમજાવવાને માટે (કહે છે) રાગનો કર્તા તમે છો તો ( કર્તાભાવ) છોડી દે! એ રાગનો કર્તા સિદ્ધ કર્યો અજ્ઞાનપણે પણ એમાં (શું રાગને) રાખવાને બતાવ્યું છે? સમજાણું? એ રાગનું કર્તા (કર્તાપણું) છોડી દે પ્રભુ! તું આત્મા છોને પ્રભુ! તો તમે તો આનંદ ને શાંતિનો સાગર છો, આહાહાહા ! તારામાં તો ચૈતન્યનો પ્રકાશ, કોટા-કોટિ સૂર્યથી પણ અનંત ગુણો પડ્યો છે.
(મોક્ષમાર્ગ પ્રકાશકમાં) એ ઉપર છે, ત્યાં બસ ત્યાં, જોયું'તું પણ કાંઇ પાના બધા યાદ રહે છે કાંઇ ! આવું છે. હા, ઇ છે ત્યાં પાનું છે (૧૯૭) અન્યમત નિરાકરણ લો, ઉપસંહાર કરે છે ત્યાં “જૈન મતમાં તો એક વીતરાગભાવને પોષવાનું પ્રયોજન છે” –કથાનુયોગમાં દેખો, કથાઓ કરે છે (કહે છે) પણ એમાંય વીતરાગતા બતાવવી છે, કથાઓમાં લોક આદિ નિરૂપણમાં, કરણાનુયોગમાં (પણ એ જ) આચરણમાં ચરણાનુયોગમાં (પણ એ જ) તત્ત્વોમાં દ્રવ્યાનુયોગ-જ્યાં જ્યાં (બધેજ) વીતરાગતાનું જ પોષણ કર્યું છે. પણ અન્યમતોમાં સરાગભાવ પોષવાનું પ્રયોજન હોવાથી, કષાયજીવ અનેક યુક્તિ બનાવી કલ્પિત રચના કરી છે. માળે... કેટલું કીધું છે!
જુઓ ! જૈન મતમાં તો સર્વ (વીતરાગ ભાવરૂપ છે), કો'ક એમ કહે કે સર્વ મતોનું પ્રયોજન તો એક જ છે તેથી (એ કહે છે કે, સર્વને સમાન જાણો, બધા ધર્મ સર્વધર્મ સરખા બધા છે, કહે છે ને અત્યારે કેટલાક વિશ્વધર્મની જય !વિશ્વધર્મ (એટલે) બધાં-સર્વ ધર્મ સરખા છે! ધૂળેય નથી. એ આંહી પ્રશ્ન કર્યો છે, સર્વ મતોનું પ્રયોજન તો એક જ છેસર્વપણામાં સ્વલક્ષ કરાવવા માટે આત્માને (સર્વ મતો કહે છે), કે નહીં, નહીં જૂઠ છે, પ્રયોજન જો એક જ હોય તો જુદા જુદા મત શા માટે કહ્યા? એક મતમાં તો એક જ પ્રયોજન હોય, પ્રયોજન સહિત અનેક પ્રકારના વ્યાખ્યાન હોય, તેને જુદા મત કોણ કહે, પરંતુ પ્રયોજન ભિન્ન ભિન્ન હોય તે અહીં