________________
ગાથા-૯૧
૪૩૧
મિથ્યાશ્રદ્ધા–જ્ઞાન કર્યા માટે ત્યાં ૫૨માણુને કર્મરૂપ થવું પડયું એવું છે નહીં. આહા ! સિદ્ધાંત છે આ તો! ‘મોહનીયાદિ કર્મપણે સ્વયમેવ' –મોહનીય (કર્મ ) જ્ઞાનાવરણીય કર્મબંધનમાં છ કા૨ણથી બંધાય છે. પંડિતજી નથી આવ્યા, ઠીક નહીં હોય, પંડિતજી નથી. ( શ્રોતાઃ– ભાવનગર ગયા છે) હૈં ? ભાવનગર, છ કારણ-જ્ઞાનની અશાતના કરવી, જ્ઞાનનો વિરોધ ક૨વો, એવા પરિણામ અજ્ઞાની કરે પણ એ પરિણામ એવા થયા તો જ્ઞાનાવરણીય બંધાય છે, આ પરિણામને કા૨ણે એ પરિણામ કર્તા ને કર્મબંધનની પર્યાય કાર્ય એવું છે નહીં. આહાહાહા ! છ કારણથી, જ્ઞાનનો દોષ કરીને-અશાતના કરીને, સાચા જ્ઞાનનું ભાન નથી અને વિરોધ કરે છે સત્યનો એ કા૨ણે કર્મ બને છે–બંધાય છે એમ ( શાસ્ત્રમાં ) કહેવામાં આવ્યું એ તો નિમિત્તથી ( કથન ન ) છે. કર્મબંધન તો એની પર્યાયના કારણમાં પર્યાય કર્મની થાય છે. અજ્ઞાનીએ જ્ઞાનાવરણીય૫૨કર્મને અનુકૂળ જ્ઞાનની અશાતના આદિના ભાવ કર્યાં, પણ એ ભાવે કર્મબંધન કર્યું એવું નથી. આહાહાહા ! ભારે કામ એનું!
ભાવાર્થ:- “આત્મા તો અજ્ઞાનરૂપ પરિણમે છે” –પોતાના સ્વરૂપની ખબર નથી કે હું ( તો ) જ્ઞાતા-દૃષ્ટા આનંદ છું, ૫૨માં સુખ માનીને, પોતાના અજ્ઞાનરૂપ પરિણમે છે, મારું સુખ, કાલે કોઇ નહોંતુ ગાતું ભાઈ મોહનભાઈએ (ગાયું હતું ) કાયામાં કસ્તુરી એ મૃગલો બહાર શોધે કસ્તુરીને ! આહાહા ! એની ડુંટીમાં હોય છે ને, મૃગને ડુંટીમાં કસ્તુરી ( હોય છે ) આમ ગંધ આવે કે ( મૃગને થાય ) કે આંહી બહા૨ હશે-બહાર હશે એમ ( બહા૨માં ) ગોતે, પણ આંહી છે એ ખબર નથી. એમ ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનું ધામ (નિજ) આત્મા છે, એ અતીન્દ્રિય આનંદ પોતામાં છે એ ત્યાં ન શોધતાં, બહા૨માં સ્ત્રીમાં-પુરુષમાં ને પૈસામાં ને આબરુમાં ને પરમાં સુખ છે, એવી કલ્પના અજ્ઞાની કરે, તેથી તે ઇ કલ્પનાનો કર્તા છે, પણ કર્મબંધન (જે) થાય છે, એનો કર્તા નથી. આહાહાહા ! ગજબ વાત છે ભાઈ ! આહાહા ! સમજાણું કાંઈ.. ?
સ્ત્રીનું શરી૨ જે છે માંસ ને હાડકાં-ચામડાં, એ તો જડની પર્યાય છે અજીવની, એ બીજો, આત્મા એમ માને કે હું એને ભોગવું, ત્રણ કાળમાં ભોગવી શકતો નથી. આહાહા ! માને કે હું એને ભોગવું છું, એવા અજ્ઞાનના પરિણામ કરે, એ અજ્ઞાનને ભોગવે. સમજાણું કાંઇ ? ઝીણી વાત ભાઈ ! આહાહા ! એ રાગ કરે ને એ રાગને અજ્ઞાની ભોગવે, પણ ૫૨ ચીજને કરે ને ભોગવે ૫૨ને ભોગવે એ ત્રણકાળમાં બનતું જ નથી. આહાહાહા !( આ ) કેરીનો રસ, કેરી કેરી મીઠી આમ હાફુસ કેરી, કટકા કરે, તો એ કેરીના કટકા આત્મા કરી શકે નહીં, કેરીના કટકાને આત્મા અડતોય નથી. જીભ પણ એને અડતી નથી, આત્મા જીભને અડતો નથી. આહાહાહા ! કેરીનો ૨સ જોઇને જ્ઞાનમાં આત્મા આ ઠીક છે એવો રાગ કરે, એ રાગને ભોગવે, (પરંતુ ) એ કેરીના રસને આત્મા કરી શકે (કેરી ) ઘોળી શકે ને ( રસને ) ખાઈ શકે, એવું છે નહીં. ઊંચી કેરી હોય છે ને પછી ઘોળે છે ને, આમ-આમ આમ પછી ૨સ નીકળે ને ચૂસે, ભગવાન ના પાડે છે કે કેરીનું ઘોલન આત્મા કરી શકતો નથી, એમાંથી અંદ૨થી આમ રસ કાઢી શકતો નથી, અને રસ અહીં જીભમાં, આત્મા ( રસને ) ચાખીય શકતો નથી. બહુ કામ આકરું. એ રસને કાળે ( વખતે ) એ રસને જોઈને, ઠીક છે ! એવો રાગ ( આત્મા ) કરે છે અને એ ( ઠીક