________________
ગાથા-૯૧
૪૨૯ મિથ્યાશ્રદ્ધા થાય છે ને, ત્યાં દર્શનમોહનું પરિણમન પરમાણમાં થાય જ છે, પણ ત્યાં રાગ થયો તો ત્યાં થાય છે, એવું નથી. રાગ તો નિમિત્ત માત્ર છે. આહાહાહા! ભારે આકરું કામ લોકોને સત્ય વાત સાંભળવા મળે નહિ બિચારા !
(અત્યારે તો આ પ્રરૂપણા) આ કરો, આ કરો, આ કરો મિથ્યાશ્રદ્ધાની પ્રરૂપણા છે એ બધી. આહાહા!દેશની સેવા કરો ! ગરીબોને દાન આપો! ભૂખ્યાને આહાર આપો ! તરસ્યાને પાણી આપો! રોગીને ઓસડ આપો ! લોકોને સારું લાગે લો? છે? (શ્રોતા- મદદ તો કરવીને?) થઈ શકતું નથી–કરી શકતો નથી એ. આહાહા ! પરની પર્યાય (આત્મા કરી શકતો નથી) આહાર જવાનો હોય, પૈસા જવાના હોય (દાનમાં) એને આત્મા શી રીતે કરી શકે એ? બહુ આકરું કામ છે. સાધક (મંત્રસાધક ) એ નિમિત્ત કહેવામાં આવે છે (શ્રોતા:- પાગલ જેવું લાગે છે) પાગલ જ છે.
અહીંયા ભગવાન આત્મા ! ઓલામાં આવ્યું છે ને! એકસો બ્યાસી શ્લોક છે, પ્રજ્ઞાછીણી પછી (શ્લોક-૧૮૨) મદ્યત્તે યઃિ વરાળિ યદ્રિ ના ઘર્મા જુના વા યદ્રિ મિદન્તાં ન મિફાસ્તિ વન વિમ ભાવે વિશુદ્ધે રિતિકા ભાઈ ! “કારકાણિ” કહે છે કે આ ભગવાન આત્મામાં કર્તા-કર્મ-કરણ આદિ ષટ્કારક હો, ભેદરૂપ કથન કરવામાં, કથન હો !(યક્ટિ IRITળ વા યદ્દેિ ઘર્મા: વા યઃિ ગુણ : મિત્તે, મદ્યન્તામ) જો કારકોના, અથવા ધર્મોના અથવા ગુણોના ભેદો પડે, તો ભલે પડો (વિમો વિશુદ્ધ વિતિ ભાવે વન મિયા ન સ્તિ) પરંતુ વિભુ એવા શુદ્ધ (સમસ્ત વિભાવોથી રહિત) ચૈતન્યભાવમાં તો કોઈ ભેદ નથી. (આમ પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરાય છે.) એવું ભેદરૂપ કથન હો, તો એમાં (આત્મામાં) અનંતધર્મ છે, નિત્યાનિત્ય, એક અનેક આદિ એ પણ કથનથી કહો, પણ અંદર તો અભેદ-એકાકાર વસ્તુ છે. આ તો (આત્મામાં) અનંતગુણો ને અનંત ધર્મો વસ્તુ છે વસ્તુ! એ અનંત ગુણો, ગુણ એટલે જ્ઞાન-દર્શન-આનંદ આદિ ને ધર્મ એટલે નિત્ય-અનિત્ય, શુદ્ધ-અશુદ્ધ, એક-અનેક અપેક્ષિત ધર્મ, એવા અનંત ગુણો અને અનંત ધર્મો હોવા છતાં પણ ભેદ નથી વસ્તુમાં. (આત્મા અભેદ છે) આહાહાહા!
એ અભેદ-ચિદાનંદ પ્રભુની દૃષ્ટિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે. ભેદ, કથનથી વાણીથી હો પણ અંદરમાં ભેદ નથી, અનંતગુણનો પિંડ પ્રભુ અનંત ગુણોને એક-અનેક, નિત્ય-અનિત્ય આદિ અનંતધર્મોનો પિંડ પ્રભુ! અને કર્તા-કર્મ આદિ શક્તિઓ છે પોતાનામાં પણ ભેદ નથી. દેવીલાલજી? બહુ આકરું કામ, અત્યારે તો બધું ગરબડ બહુ મોટી થઈ ગઈ અત્યારે (પ્રરૂપણા જ ઊંધી?) આહાહાહા ! (ભેદકથન) એ પણ વાણીથી કથન કરવું હોય તો કરો, વસ્તુમાં તો ભેદ છે નહીં. વસ્તુ તો અખંડ ગુણોને ધર્મના કારકો આદિનો ષષ્કારકનો પિંડ છે પિંડ છે એ તો. આહાહાહા ! આવી ચીજ જે અખંડ-અભેદ, જેમાં ગુણોના ભેદનું પણ લક્ષ નહિ એવી અંતર દષ્ટિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે. એનાથી વિરુદ્ધ કરવો આ ધર્મો-ગુણોની (ભેદ) દૃષ્ટિ નહીં અને જે રાગ-પુણ્ય, દયા-દાન-વ્રત-ભક્તિ આદિના જે પરિણામ કરે છે એની પરષ્ટિ (બાહ્યદૃષ્ટિ) છે તો એનો કર્તા બને છે અજ્ઞાની. આહાહાહા ! તો (અહીં) કહે છે કે કર્તા હોવા છતાં પણ નવા કર્મ (દ્રવ્યકર્મ) જે બને છે એ બાંધવાની પરિણમવાની ક્રિયા આત્મા નથી કરતો! આહાહાહા ! સમજાણું કાંઇ..?