________________
૪૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ કર્તા, મેં કર્યો રાગ, હું કર્તા છું એવી માન્યતા મિથ્યાદેષ્ટિની છે. આહાહાહા ! એ અજ્ઞાનપણે પોતાના પરિણામમાં મિથ્યાશ્રદ્ધા કરે-મિથ્યાજ્ઞાન કરે અને મિથ્યાચારિત્ર-રાગરૂપે પરિણમે તો એ સ્વયં જ પરિણમન કરે છે. સમજાણું કાંઇ? પોતાનાથી એ મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને રાગરૂપે થાય છે. એ મિથ્યાદર્શનાદિ ભાવનો કર્તા થાય છે એ પોતાના વિકારી ભાવનો અજ્ઞાની પોતાના સ્વરૂપનું ભાન નથી તો મિથ્યાશ્રદ્ધા આદિના એ પરિણામનો અજ્ઞાની કર્તા બને છે. સમજાણું આમાં કાંઇ...? આવી વાત છે.
(હવે કહે છે, “અને તે મિથ્યાદર્શનાદિ ભાવ પુગલદ્રવ્યને કર્મરૂપે પરિણમવામાં અનુકૂળ હોવાથી નિમિત્તમાત્ર થતાં” શું કહે છે? એ વખતે મિથ્યાશ્રદ્ધાજ્ઞાનરૂપ પરિણમ્યો અજ્ઞાની આત્મા, તો એ સમયે જે કર્મ બંધન થાય છે એ કર્મબંધનમાં આ પરિણામ નિમિત્ત છે-અનુકૂળ છે. છતાં એ મિથ્યાત્વનું-દર્શનમોહ આદિનું પરિણમન થાય છે એ પોતાથી થાય છે એ પરિણમન કર્મથી થાય છે, આત્માથી નહિ. આહાહાહા !
આત્મા પોતાના ચૈતન્ય શુદ્ધસ્વરૂપ, એને ભૂલીને હું પરનો કર્તા છું-દયા પાળું છું પરને સગવડતા આપી શકું છું, પરની હું સેવા કરી શકું છું-એ ભાવ અજ્ઞાની, પોતાનામાં પોતાની (મિથ્યા) શ્રદ્ધાથી પરિણમે છે અને એ શ્રદ્ધાનો કર્તા એ અજ્ઞાની પોતે છે. સમજાણું કાંઇ? એ પરિણામ નવા પુદગલકર્મ બને છે, કર્મ (બંધાય છે, તેમાં એ પરિણામ અનુકૂળ નિમિત્ત છે. છતાં એ પુદ્ગલના પરિણામ તો પુદ્ગલથી થાય છે. આહાહાહા ! આવી વાત છે ઝીણી ! જ્યાં પરિણામ વિકારી પોતે કરવાનું માને છે ત્યાં દર્શનમોહ પરમાણું કર્મરૂપે પરિણમે છે. એ એનાં કારણે છે. એ સમય પરમાણુંના દર્શનમોહનીય (પ્રકૃતિરૂપ) પરિણતિ થવાની લાયકાતથી પરિણમે છે, તેમાં જ્યારે અંતર છે એટલો પણ નિમિત્ત-નિમિત્ત સંબંધ હોવા છતાં પણ એકબીજાનાં પરિણામના કર્તા કોઈ (બીજા) નથી. આહાહાહા ! (દ્રવ્યકર્મ) નજીકની ચીજ અંદર છે, કે અહીં (જીવે) મિથ્યાશ્રદ્ધા-મિથ્યાજ્ઞાન ને રાગ-દ્વેષ કર્યા, એ જ સમયે કર્મ, કર્મરૂપ પરિણમ્યા, તો એવો નિમિત્ત-નિમિત્ત સંબંધ હોવા છતાં પણ એ મિથ્યાશ્રદ્ધા છે એ દર્શનમોહથી પરિણમે છે એવું છે નહીં. તેમ દર્શનમોહનો ઉદય થયો તો (તેથી) અહીં (જીવન) મિથ્યાશ્રદ્ધા થઈ એવું નથી. આહાહાહા ! નજીકમાં છે તો પણ આમ છે, તો દૂરની તો શું વાત?
કે ભાઈ ! આ શરીરને આત્મા હલાવી શકે છે, આત્મા બોલી શકે છે, આત્મા ખાઈ શકે છે-રોટલી, રોટલી ખાય ને! મેસુબ, રસગુલ્લા ખાય શકે કે નહીં? એ ક્રિયા તો જડની જડમાં થાય છે ફક્ત એમાં (એ ક્રિયામાં ) રાગ આવ્યો ( જીવને કે) હું ખાઉં છું-એ રાગ (ઇચ્છા ) નિમિત્ત છે, પણ એ રાગથી એ ખાવાની ક્રિયા જડની થઈ એવું નથી. અને ખાવાની ક્રિયા જડની થઈ તો એનાથી અહીં રાગ થયો, એ પણ છે નહીં. સમજાણું કાંઈ....? ન્યાં નજીકમાં (છે દ્રવ્યકર્મ) તોપણ રાગ-દ્વેષનો (પોતાના) અજ્ઞાનથી કર્તા (જીવ) થાય છે. એ સ્વયં કર્તા છે. કર્મ વિકારનો કર્તા છે તેમ નહીં વિકાર સ્વયં કરે છે. તો નવું કર્મ બને છે અને એમાં એ (જીવન) પરિણામ નિમિત્ત છે અનુકૂળ છે. પણ નવું પરિણમન થયું એ રાગ થયો-મિથ્યાશ્રદ્ધા થઈ, તો નવા-નવા પરિણમન એ કરે છે (દ્રવ્યકર્મના) એ આત્મા કરે છે એવું નથી. (શ્રોતા:રાગ ન કરે તો નવા કર્મ બંધાય જ નહીં!) પ્રશ્ન જ નથી. પ્રશ્ન અહીં શું છે? ત્યાં અહીં રાગ હો,