________________
૪૩૦.
સમયસાર સિદ્ધિ ભાગ-૪ એ કહ્યું (જુઓ!) “અને તે મિથ્યાદર્શનાદિભાવ પુગલદ્રવ્યને અનુકૂળ હોવાથી નિમિત્તમાત્ર થતાં, આત્મા કર્તા થયા સિવાય પુદ્ગલદ્રવ્ય મોહનીયાદિ કર્મપણે સ્વયમેવ પરિણમે છે” –આત્માએ (પોતાના) પરિણામ જે અજ્ઞાન કર્યું એનો કર્તા પણ પરનું બંધન એના પરિણામનો કર્તા થયા સિવાય, આહાહાહા ! આ તમારા લોઢાના (ધંધાને) બધા કરે છે ને, કળશા-કળશા કરતા'તા ને! એનાં કારખાને ગયા હતા એક ફેરી લ્યો, એક લોટો કે લોટો સ્ટીલનો, સ્ટીલનો? કીધું. અમે તો કાંઇ લેતા નથી. કારખાનું છે ને તમારા ભાઈને. આહાહા ! અરે કોણ ને કોણ લ્ય બાપુ! આહા!( શ્રોતા- એના ભાઇનું કારખાનું કે લોઢાનું કારખાનું) એના ભાઈનું નિમિત્તથી કહેવાય, છે તો લોઢાનું કારખાનું, લોઢું છે ને એ કારીગર નીચે નજરું કરીને ઊભો છે એનાથી પણ થતા નથી, આહાહા! આવું કામ! સમજાણું?
અહીંયા એ કહે છે, કે નવું કર્મ જે બને છે, એ પરિણામમાં-નવા બંધનના પરિણામમાં આત્મા કર્તા થયા સિવાય નવું કર્મ પોતાથી બંધાય છે. આહાહા ! આવી વાત નિશ્ચય-નિશ્ચયની લાગે, ઓલી વ્યવહારની વાતું કરવી એવી સારી લાગે લોકોને? સભાયું (સભાઓ) ભરાય દશ-દશ હજાર માણસ, વીસ-વીસ હજાર માણસ રાજી રાજી પણ મિથ્યાશ્રદ્ધા છે બધી. સમજાણું કાંઈ...? લોકરંજન! સભારંજન? આમાં (અધ્યાત્મતત્ત્વમાં) તો સભા સમજી શકે નહીં એવી વાત ઝીણી. (અહીં કહે છે) તારા પરિણામમાં મિથ્યાશ્રદ્ધા આદિના પરિણામનો કર્તા તું (પોતે) છો, એ સમયે કર્મની જે પર્યાય બને છે એ પરિણામનો તું કર્તા નથી. આહાહા!
(કહે છે ) તો પછી આ શરીર, વાણી, મન-જડની પર્યાય જે થાય છે, એનો કર્તા આત્મા છે નહીં. હું હાથ હલાવું, હું લોઢાને ટીપું એ ક્રિયા આત્માની નહીં, એ ( ક્રિયા) આત્મા કરી શકતો જ નથી. (શ્રોતા:- રોટલાના બટકા તો કરી શકે ને?) બટકુંય કરી શકે નહીં. શ્રીમમાં નથી આવ્યું એક વખત ! શ્રીમમાં (શ્રીમદ્ રાજચંદ્રમાં) આવ્યું છે ભાષા બીજી રીતે કરીને સમજાવ્યું છે. “તણખલનાં બે ટુકડા કરવાની અમારી શક્તિ નથી' (એમ કહ્યું છે એમણે) તો એનો અર્થ આ છે કે ( સડી ગયેલા) તણખલાના બે કટકા થવા એ આત્માથી થતા નથી. બે ટુકડા થાય છે તો તેની પર્યાય થવાવાળી, એનાથી (તણખલાના ટુકડા) થાય છે. બીજો કહે કે મેં તીનકાતણખલાના બે કટકા કર્યા, રોટલીના બે કટકા મેં કર્યા, એ ત્રણકાળમાં કરી શકતો નથી. કોણ પણ રોટલી આખીના બે કટકા આત્મા કરી શકતો નથી. આહાહાહા !
(જુઓ ને!) અહીંયા જે રોટલી બને છે એ સ્ત્રીની ઇચ્છાથી રોટલી બને છે એમ નથી. એ ઇચ્છાથી તો બનતી નથી. પણ એ લોટનો શું કરે? લોયો, એમાં પછી વેલણું વેલણ-વેલણ પણ એને અડતું નથી, શું કહે છે આ? વેલણ લોટને અડતું નથી. લોટની પહોળાઈ થાય છે, રોટલી ગોળ-ગોળ બને છે એના કર્તા આ વેલણ નહીં, બાઈ તો કયાંય રહી ગઈ ! આકરું કામ ભાઈ ! કેમકે વેલણના પરમાણું ભિન્ન છે ને લોટના પરમાણું ભિન્ન છે. તો ભિન્ન પરમાણુંની પર્યાય ભિન્ન પરમાણું કરે, એ ત્રણકાળમાં બની શકે નહીં ! આહાહાહા! બહુ આકરું પડશે જગતને !
“આત્મા કર્તા થયા સિવાય પુદ્ગલદ્રવ્ય મોહનીયાદિ કર્મપણે સ્વયમેવ પરિણમે છે.” એ સમયમાં ક્રમબદ્ધ પરમાણુંની પર્યાયમાં કર્મરૂપ થવાની લાયકાતથી કર્મ થાય છે. અજ્ઞાનીએ