________________
ગાથા-૯૨
૪૩૯
(પણ ) અજ્ઞાની પોતાથી, પોતાને ભૂલીને હરખ-શોકનો કર્તા બને છે. બહુ ગાથા સારી છે ! આ બાણું ( ગાથા ). આહા !
એ ( અજ્ઞાની ) અજ્ઞાનને કારણે રાગ-દ્વેષ, સુખ-દુઃખાદિ અને એનો અનુભવનો ૫૨સ્પ૨ વિશેષ (ભિન્નતા ) નથી જાણતો-જડના જે સુખ-દુઃખ નિમિત્ત છે (એ ) ચીજ સુખ:દુઃખ સંયોગ, સુખ (ની કલ્પનાને ) અનુકૂળ સંયોગ ને પ્રતિકૂળ સંયોગ (દુઃખની કલ્પના ) એ સંયોગ એ બધી જડની પર્યાય છે અને એ સમયે જે રાગ-દ્વેષ કરે છે કે આ ઠીક છે આ અઠીક છે, એ રાગ ( ભાવ ) પોતાનાથી અભિન્ન છે. પોતાની પર્યાય ૫૨થી ભિન્ન છે. ૫૨ની પર્યાય પોતાનાથી ભિન્ન છે. આહાહાહા ! બહુ આમાં યાદ કેટલું રાખવું ! છે ? અજ્ઞાનને કા૨ણે રાગદ્વેષ અને સુખ આદિનો અનુભવ, પોતાનામાં જે સુખદુ:ખની કલ્પના હો (થાય ) એ અને સંયોગી અનુકૂળ-પ્રતિકૂળ જે ચીજ એ બન્ને ભિન્ન છે. પણ બન્નેમાં આમ ૫૨સ્પ૨ વિશેષ (તફાવત ) નહીં જાણતા, બેયને જુદા જુદા ન જાણતો હોય ત્યારે એકત્વના અધ્યાસને કારણેહું ઠંડો થઇ ગયો, હું ગરમ થઈ ગયો, હું મીઠાશ ( ગળ્યો ) થઇ ગયો, હું કડવો થઇ ગયો ! એવી માન્યતા કરે છે અજ્ઞાની. આહાહા ! દાખલો તો જુઓ, ટાઢા-ઊનાનો દાખલો, ટાઢી–ઊની દશા જડની સાથે અભિન્ન છે. પણ અહીંયા ટાઢા-ઊનાનો રાગ કરે છે એ (રાગભાવ ) આત્માની સાથે અભિન્ન છે. આહા... એ ટાઢા-ઊનાની દશા રાગ કરાવતી નથી અને ટાઢા-ઊનાની અવસ્થા રાગ છે તો તેથી છે એવું છે નહીં. આહાહા !
“શીત-ઉષ્ણની માફક અર્થાત્ જેમ શીત–ઉષ્ણરૂપે આત્માવર્ડ પરિણમવું અશકય છે તેમ” ઠંડી-ગરમ અવસ્થા આત્માની થવી એ અશકય છે, જડની ઠંડી-ગરમ અવસ્થા આત્મામાં થવી અશકય છે, એ-રૂપે ઠંડી-ગરમ અવસ્થારૂપે આત્માનું થવું એ અશકય છે. એ પ્રકારે “જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશકય છે” કોણ ? જડની જે પર્યાય છે એ એમાં (એ-રૂપે આત્માને ) પરિણમવું અશકય છે. “એવા રાગદ્વેષ સુખ દુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો” આહાહા.... રાગદ્વેષ કે એ રૂપે ૫૨નો હું અનુભવ કરું છું એવું માનતો થકો, “અર્થાત્ પરિણમ્યો હોવાનું માનતો થકો, જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો ” આહાહાહા !નિશ્ચયથી તો ૫૨ની પર્યાયનો અનુભવ કરવો અશકય છે, પણ અજ્ઞાની આત્મા, ૫૨નો હું અનુભવ કરું છું એમ રાગદ્વેષનો કર્તા થાય છે. આહાહા ! બહુ ફેર, અત્યારે તો પ્રરૂપણા એવી બધી થઈ ગઈ છે ને. આહા !
ત્યાં રસગુલ્લા આવ્યા, રસગુલ્લા! આ રસગુલ્લા હોય ને એ રસગુલ્લાની પર્યાય પુદ્ગલથી અભિન્ન છે પણ અહીં ઠીક છે એવો રાગ આવ્યો, એ રાગથી એ ભિન્ન ચીજ છે અને ( એ ચીજ–૨સગુલ્લા ) એનાથી રાગ ભિન્ન છે. પણ અજ્ઞાની બેયને ભિન્ન ન માનીને (મેં રસગુલ્લા ખાધા ) હું ૫૨નો કર્તા છું ને ૫૨નો ભોક્તા છું એમ અજ્ઞાની માને છે. આહાહા ! સમજાણું કાંઇ ? શીત-ઉષ્ણરૂપે આત્માના દ્રવ્યથી પરિણમવું અશકય (છે ). એ ( પર્યાય શીતઉષ્ણ ) જડની છે. ૫૨ની જડની–કર્મની પર્યાયનું એનાથી રાગ-દ્વેષ સુખ-દુઃખાદિરૂપ, અજ્ઞાન આત્મા દ્વારા પરિણમિત થતો થકો પણ ઈ અજ્ઞાન આત્મા દ્વારા રાગ-દ્વેષરૂપે પરિણામ કરતો, સ્વભાવ તો એનો છે નહીં, રાગ-દ્વેષરૂપે, ( આત્માનો ) સ્વભાવ પરિણમે એ તો અશકય છે, પણ અજ્ઞાનપણે ( અજ્ઞાની ) રાગ-દ્વેષને અજ્ઞાન ભાવથી પરિણમન કરે છે. ( એટલે કે પરિણમ્યો