________________
૪૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ફતેપુરવાળા, એ ત્રણનો (એ બાજુમાં ) વધારે પ્રચાર છે. આહાહા !
આંહી શું કહે છે! કે અજ્ઞાનીઓ પોતાના સ્વરૂપને ભૂલીને જે કંઈ પુણ્ય ને પાપનાવિકારના કર્તા થયા, તો એ સમયે જે કર્મબંધન થયું, એ પોતાના કારણથી થયું છે. કર્મના કારણથી બંધન થયું છે. સમજાણું? શી રીતે ? કે મંત્રસાધક જીવ, મંત્રને સાધે છે, બસ એ જ એની પર્યાયનો કર્તા છે મંત્રનો (અને ) સામે જે સર્પનું (ઝેર) ઊતરી જાય છે, એ એના કારણથી ઊતરી જાય છે, ઝેરના કારણથી ઊતરી જાય છે, આના (મંત્ર સાધકના) કારણથી નહીં. છે? “સાધક કર્તા થયા સિવાય સર્પાદિકનું વ્યાપેલું ઝેર સ્વયમેવ ઊતરી જાય છે. સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના પામે છે એવો મંત્ર ભણે ને ત્યાં સ્ત્રીઓ ધુણવા લાગી જાય. પણ એને (સ્ત્રીઓને) કારણે, આને (મંત્રસાધકને) કારણે નહીં. આહાહા ! (શ્રોતાઃ- પણ મંત્ર અસર તો કરેને !) નહીં, નહીં બિલકુલ નહીં, પરને કંઈ અસર કરે નહીં. એ વાત છે. છે? સ્ત્રીઓ સ્વયમેવ ઓલો મંત્ર જપે ઈ તો ત્યાં જપવાનો) કર્તા છે, આંહી સ્ત્રીઓ એને (પોતાને) કારણે ધુણવા લાગે ! આહાહાહા!
અને બંધનો સ્વયમેવ તૂટી જાય છે.” માનતુંગાચાર્ય, એને સાધુને બંધન હતું ને ! એને બંધનમાં નાખ્યા'તા. ભગવાનની સ્તુતિ કરતાં કરતાં કરતાં ઈ (બેડી) તૂટવાની હતી તે તૂટી ગઈ, પણ ભાષામાં એમ કહેવાય કે મંત્ર જપ્યો (સ્તુતિ એવી કરી) માટે તૂટયા! સમજાણું કાંઈ...?
ચંદનબાળા, ભગવાનને આહાર આપ્યો એમ કહે છેને, ભગવાન મહાવીરને ચંદનબાળાએ (આહારદાન કર્યું!) એ શેઠાણી હતી ને એને બેડીમાં નાખી'તી, કારણકે એની શેઠાણીને વહેમ પડ્યો કે આ કાંઈ રાખી છે મારા ઘણીએ બીજી, ઓલાને તો દિકરી સમાન હતી, પણ રૂપાળી બહુ હતી એટલે એની શેઠાણીને વહેમ પડેલો એમ. બેડીમાં નાખી'તી એમાં ભગવાન મહાવીર પધાર્યા આહાર માટે, હજી (મહાવીર) છદ્મસ્થ હતા, કેવળી નહીં. આ (ભગવાન મહાવીર) પધાર્યા ત્યાં આને (ચંદનબાળાને) ભાવ થઈ ગયો આનો. અરેરે! આહાહા ! હું આહાર કેમ આપું! બાકળા હતા એની પાસે, ઇ બાકળા આમ આપતાં (ફડાક) બેડી તૂટી ગઈ ! આહા! ફડાક દઈને, આવે છે ને! અને જ્યાં આહાર આપ્યો ભગવાનને ત્યાં દેવ ઉપરથી અહો ! અહો ! દાનમ્... અહો ! અહો ! દાનમ્! જુઓ ! એ કુદરતે ત્યાં થવાની પર્યાય છે. આહાહાહા ! અહો અહો! ચંદનબાળાએ બહુ આહાર આપ્યો-ભગવાન મહાવીરને આહાર (આહારદાન કર્યું!) એમ કહે છે. એ તો પુણ્યનો ભાવ છે, આહાર દેવો એ કાંઈ ધર્મ નથી, પણ એ તો એક શુભ ભાવ છે.
ધર્મ તો રાગથી રહિત પોતાનો અંતર સ્વભાવ, ચૈતન્ય ભગવાન શુદ્ધ, એની દૃષ્ટિ અને જ્ઞાન કરે તેમાં એકાગ્રતા થાય, તો ધર્મ થાય છે. બાકી બધી વાતું થોથાં છે. (શ્રોતાઃ- ચંદનબાળા આહાર આપે એવો એક “અભિગ્રહ હતો ને ભગવાનને !) એ શુભભાવ હતો અને ત્યાં બેડી તૂટવા લાયક હતી તો તૂટી (એનો કાળ હતો) અને આહાર દેવાની ક્રિયા પણ આહારને કારણે જ, થવાની હતી તે થઈ. ચંદનબાળાએ તો શુભ ભાવ કર્યોપ આવી વાતું બહુ! એક કોળિયો પણ (આહારનો ) આત્મા લઈ શકે ને ખાય શકે ત્રણકાળમાં નહીં, એ જડની ક્રિયા છે. કહો, મધુભાઈ? ભારે આકરું પડે તમારે બધા હિરાના વેપારમાં આખો દિ' મશગુલ થઈ જાય ને.