________________
ગાથા-૯૧
૪૨૫ રોવે અને આંખમાંથી આંસુ હાલ્યા જાય! શેઠિયા જોવા જાય દામોદર શેઠ જેવા જોવા જાય! અરે રે! મેં કાંઈ ન કર્યું મારું, મેં દુનિયાના-ગામના કામમાં (વખત ગુમાવ્યો!) ગામના ડાહ્યા હતા ગામનું કામ કરે. આહા! ગામના કામમાં મારી જિંદગી ગઈ ! અત્યારે દેહ છેલ્લી સ્થિતિમાં છે, હવે રોવે... રોવે તે રોવે રોવે ! ખુશાલ પ્રેમચંદભાઈ હતા, પ્રેમચંદ ડોસા હતા તેમના દિકરાઓ બધા દામનગર, અરે રે! કોઈ નથી મારું અત્યારે એમ બોલે, મેં મારું કર્યું નહીં કાંઈ ભાઈ ! મેં મારું કર્યું નહીં, મેં બગાડયું મારું, દુનિયાના કામમાં જઈજઈને મારો વખત ગયો બધો આ (રડે... રડે!) દેહ છૂટી ગયો દેહ જાવ. જાવ ! કહો, શાંતિભાઈ? આ બાઈડિયું ને છોકરાંવ સાટુ કરીને વેપાર-ધંધા કરી-કરીને મરી ગયો એનાં સાટું! પોતાનું જે કરવાનું છે શું છે એને ભૂલી જ ગયો ! (શ્રોતા:- એ રાગ કરે ને!) એ રાગ પણ એ રાગ કરે છે તો એ પોતે ને ! રાગ કરે છે, એ કાંઈ પરનું કરી શકતો નથી. આહાહાહા ! સંભળાય છે બરાબર જમનાદાસભાઈ ? જૂના માણસ છે અમારા, લાઠી પાસેના પીપળવાના છે. પીપળવા (ગામડું) છે. આહાહાહા !
- આંહી કહે છે પ્રભુ! તું અજ્ઞાની થઈને તારું સ્વરૂપ જે આનંદઘન-સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાતાદેષ્ટા, જાણનાર-દેખનાર તારો સ્વભાવ છે, એને (પ્રભુ) તું ન જાણે, તો તારી (દશામાં) રાગને પુષ્ય ને પાપના પરિણામ ને એ પરિણામનો કર્તા થઈને પરિણમે છો ! અને એ અજ્ઞાનપણે જે રાગ-દ્વેષ કર્યા અને એનો કર્તા તું થયો, અને સામે જે કર્મબંધન થયું એ તે રાગ-દ્વેષ કર્યા માટે કર્મબંધન થયું એવું નથી. કર્મબંધન થયેલા પરમાણુંની પર્યાયની લાયકાતથી કર્મબંધન થયું છે. શ્રીપાલજી? આવી વાતું છે, અને અત્યારે તો ગરબડ બધું, મહારાજ સાધુઓએ તો ગરબડ કરી નાખ્યું છે. બહુ આકરું, આકરું કામ છે ભાઈ ! શું થાય ! કોઈની નિંદા માટે નથી, વસ્તુની સ્થિતિ આવી છે ભાઈ ! હેં? (શ્રોતા- વસ્તુનું સ્વરૂપ જ આવું છે!) વસ્તુનું આવું (સ્વરૂપ જ) છે. આહાહાહા ! સમજાણું કાંઈ...?
અજ્ઞાની ( હોવા છતાં પણ) હવે તો વિચારતા લોકો લાખ્ખો થઈ ગયા છે. એ બાજુ તો વધારે થઈ ગયા છે, આપણે આ બાજુ કરતાં તો ઉત્તરમાં, કેમ કે ભાઈ છે ને હુકમચંદજી, હુકમચંદજી તેંતાલીસ વર્ષની ઉંમર પણ માળાનું મગજ ! પંડિત છે મોટો ! પાનસેનો પગાર આપે છે ભાઈ પુનમચંદ ગોદિકા, સો રૂપિયા વધારી દીધા તો ના પાડી કે હવે નહિ બસ, આટલા બસ છે મારે અને મારે તો થોડાક વરસ જ રહેવું છે, બાકી છોકરાંવ તૈયાર થઈ જાય, એટલે છોડી દેવું છે, બહુ મગજવાળો માણસ, ૪૩ વર્ષનો, પંદર-પંદર હજાર છોકરાંવની પરીક્ષા લે છે. (શ્રોતા- આપનો હાથ છે ને!) હાથ–બાથ! એ બાજુમાં બહુ પ્રચાર છે આંહીનો, એનો ને એક જ્ઞાનચંદજી છે. જ્ઞાનચંદજી વિદિશાના છે એ વિદિશાના છે. આપણે (આંહીનું તત્ત્વ) બધાયને આપે, દશ-દશ હજાર માણસોને આપે આ જાતનું વ્યાખ્યાન, લોકો તન્મય થઈને સાંભળે ! અરે, અમે–અમને તો ખબરેય નહોતી અમને, આ શું કહે છે! અમે તો સોનગઢવાળાને, અમે ગણ્યા ભ્રાંતિવાળામાં ને સોનગઢે તો નવો ધર્મ કાઢયો ને ! (એમ માનતા'તા!)
(અહીંનું તત્ત્વ) સાંભળી સાંભળીને ઘણાં બચારા તૈયાર થઈ ગયા ! આ બાજુ તો બધા શ્વેતાંબર હતા ને, ત્યાં દિગમ્બર ઘણાંએ, એટલે દિગમ્બરમાં આ વાત કરતા તો દિગમ્બરમાં માણસોને આ વાતની ઘડ બેસી જાય છે. એમાં એક બાબુભાઈ છે ગુજરાતમાં આપણે