________________
ગાથા-૯૧
૪૨૩ છે, તે આ વાત છે. આહાહા !
સાધક મંત્રસાધક કર્તા (થયા) વિના મંત્ર સાધે છે ને ! અહીં તો દૃષ્ટાંત આપ્યું છે. એ મંત્રનો સાધક, સાધક કે કર્તા વિના સર્પાદિકનું (સાધક કર્તા થયા સિવાય સર્પાદિકનું ) વ્યાપેલું ઝેર સ્વયમેવ ઊતરી જાય છે, એ એને કારણે, અહીં મંત્ર સાધ્યો માટે (ઝેર) ઊતર્યું એમ નહીં, (એમ) કહે છે. છે? (આ) રામજીભાઈ વિંછીનું ઊતારતા'તા વિંછીનું ઊતારતા હતા... એ તો વાત એવી છે ઓલું અહીં વિંછી કરડ્યો હોય (ડંખ માર્યો હોય) ને ત્યાં એના ઝેરનું ઢીમણાં જેવું થઈ જાય, એટલે પછી મંત્ર બોલે ઓલો ને આમ-આમ ઘસે, એટલે છુટું પડી જાય ! એ બધી ખબર બધું! એય કરતો'તો, આમ એક ઠેકાણે (ઝેર) જામ્યું હોય ત્યાં કહે મંત્ર બોલતા જાય ને ઘસે, એટલે ઓલું (ઝેર) છુટું પડી જાય, એટલે ઊતરી ગયું લ્યો હવે, એય બધા ય ખેલ જોયા બાપા! એકેએકની વાતું અંદર જોઈ (છે) ને જોઈ (છે) પહેલાં એટલે પછી મંત્રથી ઊતરી ગયું (એમ લોકો માને !) રામજીભાઈ મંત્ર ભણ્યા માટે ઊતરી ગયું? મેં કીધું, ધૂળેય નથી એનાથી નથી ઊતર્યું, ઊતર્યું એનાં કારણે ઊતર્યું બાપુ! શું થાય! સર્પાદિકનું ઝેર કીધું ને!
મંત્રનો સાધક પોતે તેના પરિણામને કરે, પણ સામે જે સર્પનું ઝેર આદિ ઊતરે એ એને કારણે ઊતરી જાય છે. આને કારણે નહીં. આ તો નિમિત્ત માત્ર છે. આહાહાહા ! એમ આ દવામાં પણ એમ છે. શરીરની પર્યાય જે પ્રકારે હોય રોગની દવા આવે ત્યારે શરીરની પર્યાય બીજી રીતે બદલવાની હતી ત્યારે ઓલા-દવાને નિમિત્ત કહેવામાં આવે છે. દવાથી ત્યાં પરમાણું પલટયા છે એમ છે નહીં. આરે, અરે ! આવી વાતું હવે કયાં! વાતે વાતે ફેર!
એકોતેરમાં (સંવત ૧૯૭૧) કહ્યું હતું ને! અમારા વીરચંદભાઈના બાપને બધાં હતા. ત્યારે મોનજીભાઈ હતા, ત્યારે મોનજીભાઈ (કે જે) આમના બાપના બાપ નહિ? મનસુખભાઈ ના બાપ છગનભાઈ, છગનભાઈના બાપ મોહન દેસાઈ ! કેવા મોહનજી દેસાઈ, બધાં પોષા કરતાં હતાં ત્યાં એકોતેરમાં, તે દિ’ ત્યાં કહ્યું બપોરે એક વાગ્યે વંચાણું, આઠમ (હતી) “કર્મને લઈને વિકાર ત્રણકાળમાં આત્મામાં ન થાય' કીધું. મારા ગુરુ સાંભળતા'તા બિચારા, વિરોધ ના કર્યો ! એણે કીધેલું નહીં કોઈ દિ' કંઈ પણ વિરોધ ન કર્યો! કર્મને લઈને આત્મામાં વિકાર થાય બિલકુલ જૂઠી વાત છે.
મિથ્યાત્વ-સંશય શબ્દ છે “ભગવતી (સૂત્ર)' માં, સંશય-મિથ્યાત્વ થાય છે એ કર્મને લઈને થાય છે બિલકુલ જૂઠી વાત છે. અજ્ઞાની પોતે (પોતાને ) ભૂલીને મિથ્યાત્વભાવને કરે તેથી તે મિથ્યાત્વનો અજ્ઞાની કર્તા થાય, એ સ્વતંત્ર છે. ભગવતી ( સૂત્રમાં ) સંશય ( એવો પાઠ છે) એનાં ઉપરથી કાઢયું છે (કહ્યું છે) સંશયનો પાઠ હતો ને તે દિ' ! ચારે ચાર મહિના એકાંતરા અપવાસ કરતા, શાસ્ત્રોનું મારે ભણતર ચાલતું'તું ને, એનાં ઉપધાન તરીકે એક દિવસ અપવાસ ચોવિહાર હોં, બીજે દિવસે એક ટંક ખાવાનું, ત્રીજે દિવસે ચોવિહાર, પાછો ને એક ટંક! ચારેય માસ એકોતેરના (સંવત ૧૯૭૧) ચોમાસામાં ખાવાનું બીજે દિવસે ચોવિહાર પાછો ને એમાં એક અમારે ગુરુ પણ કરતા તે દિ', કાંઈ વરસાદની તાણ (અછત ) હતી એકોતેરમાં, પહેલાં હિરાજીમહારાજ, મૂળચંદજી અને હું ત્રણે હતા.
પણ..... વાત એ કીધું કે આ મિથ્યાત્વ આદિ રાગદ્વેષના પરિણામ, જીવથી-જીવમાત્રથી