________________
ગાથા-૯૧
૪૨૧ તે દિ' વાત (અમે) એમ કરતા'તા ત્યાં, સત્ય વાત આવી'તી, એક અઠયાવીસમાં અધ્યયનમાં ભાઈ ! ‘ઉત્તરાધ્યનન” નું અઠ્યાવીસમું અધ્યયન વાંચતા હતા એમાં આવ્યું તું... જુઓ ભાઈ કીધું, આ સંપ્રદાયની દૃષ્ટિ છે ને (એ) રાખીને એમ માને કે અમે સમકિતી છીએ, અમે દયા પાળીએ છીએ ને વ્રત કરીએ છીએ માટે અમે સમકિતી છીએ. હવે આપણે સમકિત તો છે અને વ્રત પાળો તો ચારિત્ર (થશે), તો એ મિથ્યાશ્રદ્ધા છે કીધું. એંસીની સાલમાં, હજારો માણસો હતા, અપાસરો ભરાઈ ગયેલો ને બહાર આખી શેરી, ત્યારે અમારા જે ગુરુભાઈ હતા તેને ન રુચ્યું, એ મૂળચંદજી હતા. વિશાશ્રીમાળી હતા, (ઍને) ન રુચ્યું! એટલે એક પૂરું ચોમાસું થઈ રહ્યું ને કારતક વદ એકમે ઊઠવાનું હોયને! બધાને બોલાવીને, હું ઉપર બેઠો જઈને મેડી ઉપર, (એણે) બધાને બોલાવીને કહે, જો ભાઈ આપણને તો ગૌતમસ્વામી જેવી શ્રદ્ધા મળી છે, હવે તો આપણે વ્રત ને પચ્ચખાણ આદિ કરવા, એ ચારિત્ર ગણવું. એમ કે આ વળી કાનજીએ બીજું કીધું છે, એવું એને (એ) કહેતા'તા. શું કરે પણ એનેય ખબર ન મળે બિચારાને! માણસને (અભિમાન ચડી જાય!) આવું કીધું લ્યો એણે.
(બીજું પણ) મેં કીધું કે આ સંક્ષેપરુચિનો અર્થ ચાલતો'તો ભાઈ ! સંક્ષેપસચિનોસંક્ષેપરુચિનો અર્થ ચાલતો'તો એ શું? અઠ્યાવીસમો, અધ્યયન (માં પાઠ છે) મોક્ષમાર્ગનો ઉત્તરાધ્યયનનો, ઉત્તરાધ્યયનના છત્રીસ અધ્યયન છે, એનો અઠયાવીસમો, (અમારે તો ) દરેક અક્ષરે અક્ષર મોઢે હતા ને! એમાં શું છે? છ-સાત હજાર શ્લોક તો કંઠસ્થ હતા. એ સંક્ષેપરુચિની (વાત) વ્યાખ્યાનમાં આવી, એટલે એમાં એમ કહ્યું કે, આ સંપ્રદાય છે સ્થાનકવાસી કે દેરાવાસી, એમ અમે એ સંપ્રદાયી છીએ, અમારી એ શ્રદ્ધા સાચી છે અને બીજાની ખોટી છે એવી માન્યતા છે, એ વાત આપી નથી કીધું એ સંપ્રદાય છે એ માને છે ને મનાવે છે એ દૃષ્ટિ તના વિપરિત છે. આ ભગવાન સંક્ષેપરુચિ તો એને કહે છે કે વિશેષ જ્ઞાન ન હોય પણ અંદર વાસ્તવિક ચીજ જે છે આત્મા, એની જેને દૃષ્ટિ અંદર થઈ હોય તો એને જ્ઞાન વિશેષ ન હોય, તોપણ એને સંક્ષેપરુચિ-સમકિત કહેવામાં આવે (છે).
પણ... આ બધા સંપ્રદાયો, અમે આ ક્રિયા કરીએ છીએ ને વ્રત પાળીએ છીએ ને ભક્તિ કરીએ છીએ ને આ કરીએ છીએ માટે એમાં ધર્મ છે એમ માને, એ તો એ માન્યતા મિથ્યાત્વ છે કીધું. પછી અમારે મુળચંદજી ને ઓલું, મુળચંદજીને ઓળખતા'તા તમે ભાઈ ? એકોતેરમાં ચોમાસું લાઠી, એ પછી બધાને બોલાવીને (એણે) કહ્યું, હું તો ઉપર બેઠો હતો–મેડી ઉપર. જુઓ ભાઈ, આપણે તો ગૌતમ જેવી શ્રદ્ધા મળી છે હો, ફેરવશો નહીં, આપણે વ્રત ને તપ કરો હવે તો ચારિત્ર લ્યો એટલે થઈ રહ્યું. આહાહા ! શું કરીએ પણ બાપા! (સમજાણું કાંઈ?)
આંહી તો કહે છે કે અજ્ઞાની, અનાદિથી પોતાના જ્ઞાતા-દેણા સ્વભાવને ભૂલીને, આ પુણ્ય ને પાપના (ભાવ) દયા, દાન, વ્રત, કામ, ક્રોધના ભાવનો અજ્ઞાનપણે કર્તા થાય છે. એ સ્વતંત્રપણે કરે છે અજ્ઞાની, કર્મ છે તો ત્યાં રાગ કરવો પડ્યો, એવું નથી. અને અહીં રાગ, કર્તાપણે કર્યો અને ત્યાં કર્મબંધન થયું ને રાગ છે તો કર્મબંધન ત્યાં થયું એવું છે નહીં. એ પરમાણુંમાં ક્રમસર થવાવાળી કર્મપર્યાય થવાવાળી હતી તો કર્મપર્યાય થઈ છે. આવી વાત હવે કયાંય, બહુ આકરું કામ છે બાપુ! સત્યના પક્ષમાં આવવું અને અસત્ય પક્ષ છૂટવો, એ બહુ