________________
ગાથા-૯૧
૪૧૯ (શ્રોતા:- તોપણ કર્મબંધન તો પડે છે યોગમાં!) ઈ એને કારણે પડે! યોગ તો એમાં નિમિત્તમાત્ર છે, પરમાણુંનું આવવું-જવું પરમાણુંની પર્યાયમાં એ કર્મના કારણથી, યોગના કારણે નહીં. યોગ તો નિમિત્તમાત્ર છે. આહાહા ! ઝીણી વાત છે, આ તો સાદી ભાષાથી કામ ચાલે છે !!
આત્મામાં યોગ છે જે કંપન, મન-વચન કાયા (નો યોગ એ) તો જડ છે, એ તો નિમિત્ત અને પોતાનામાં કંપન થાય છે (આત્મ) પ્રદેશમાં યોગ, એ યોગ થવાથી પરમાણુંના પ્રદેશમાં જે પ્રકૃતિ આવે છે એ એનાં કારણે આવે છે-એ સમયે થવાવાળી પર્યાયથી–એને કારણે, અને અજ્ઞાનીએ (જે) કષાય ભાવ કર્યો એ યોગથી, પ્રકૃતિ-પ્રદેશ થયા એમાં એના કારણથી અને અહીં કષાય કર્યો ક્રોધ-માન-રાગ-દ્વેષ-દયા–દાન આદિ પરિણામ તો એ પરિણામનો કર્તા અજ્ઞાની છે, અને એ (અજ્ઞાનીના) પરિણામ થયા તો ત્યાં કર્મમાં સ્થિતિ અનુભાગરસ પડ્યો એવું છે નહીં. શાસ્ત્રભાષા એમ આવે કે યોગથી પ્રકૃતિ અને પરમાણું બને છે અને કષાયથી સ્થિતિને અનુભાગ-કર્મના ચાર પ્રકાર થાય છે ને, પરમાણુની સંખ્યા, પરમાણુંનો સ્વભાવ, પરમાણુમાં રહેવાની સ્થિતિ, પરમાણુમાં ફળ દેવાની અનુભાગ શક્તિ !
( શ્રોતા:- ભેદજ્ઞાન એની મેળે થાય કે કરવાથી થાય) ભેદજ્ઞાન છે તે છે, રાગથી ભિન્ન જેણે આત્માને જાણ્યો-સમ્યગ્દર્શન થયું, એ રાગના કર્તા નથી. અને જે રાગ થાય છે અને એ જાણે છે, અને એ વખતે (જે) કર્મ બને છે એ પણ જાણે છે), અહીં રાગ થયો તો એ (કર્મ) બંધાણા નથી. એ બંધાય છે એને પણ આ જાણે છે. (શ્રોતા:- ભેદજ્ઞાન સ્વયં થાય છે કે પુરુષાર્થ કરવો પડે છે) આલેલે ! ઈ તો અનંતો પુરુષાર્થ છે, ભેદજ્ઞાન (કંઈ) એની મેળાએ થાય છે? રાગથી ભિન્ન મારી ચીજ (આત્મતત્ત્વ) છે એ મહાપ્રયત્ન છે. એ કયારેય કર્યો નથી એ પ્રયત્ન! (શ્રોતા એ ગુરુકૃપાથી થાય ને!) ધૂળેય ન થાય ગુરુકૃપાથી ! આંહી એ વાત (નથી) એ વાત ખોટી છે.
ભગવાન એમ કહે છે કે મારી માન્યતા કરે છે એ તો એને રાગ થાય છે ને રાગથી એને બંધન થાય છે. પુદ્ગલની પર્યાય એ એની સ્વતંત્રતાથી થાય છે. આમ વાત છે ભાઈ ! નવેય તત્ત્વ, નવ કહ્યા છે ને ! નવે, નવ તત્ત્વ પોતપોતાની પર્યાયથી (થાય છે) ભિન્ન ભિન્ન છે. જીવ, અજીવ, પુણ્ય ને પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ, આ વિષય અત્યારે ચાલતો નથી એટલે લોકોને એવું લાગે કે આ નવું કયાંથી કાઢયું? એવું લોકોને નવું બાપુ! પણ અનાદિનો માર્ગ (જ) આ છે. વીતરાગ પરમાત્મા, એ એમ કહે છે કે પ્રભુ! તારી ચીજમાં તો આનંદ પડ્યો છે ને! એ આનંદની તને ખબર નથી ખ્યાલ નથી-સમજણ નથી, એ કારણે તારામાં શુભ અને અશુભ રાગ થાય છે મેલ, એનો તું કર્તા થઈને પરિણમન કરે છે, એ પરિણમન કરવામાં કર્મ (દ્રવ્યકર્મ-જડ છે ) તો પરિણમન રાગદ્વેષનું થયું એવું નથી. અને રાગ ને દ્વેષ તેં કર્યા તો કર્મબંધન થયું–કર્મબંધન થવું જ પડે, એવું નથી. એ પરમાણુંની પર્યાય, કર્મ (રૂપ) થવાની લાયકાતવાળા (પુદ્ગલ) કર્મરૂપે થાય છે. અરે, અરે! આવી વાતું હવે એમાં કયાંય મેળ ખાય, (એવું) ન મળે!
આખો દિ' રાગ કરે અને કહે છે કે રાગ કરનારો તું માન, તો તું અજ્ઞાની મૂંઢ છે