________________
૪૨)
સમયસાર સિદ્ધિ ભાગ-૪ મિથ્યાષ્ટિ ! કેમ કે તારી ચીજમાં તો રાગ છે નહીં, સ્વભાવ-આનંદકંદ છે એ તો, તો એ અજ્ઞાની રાગને કરે અને એ સમયે કર્મબંધન હો, તો રાગ કર્યો તો કર્મબંધનનો કર્તા પણ આત્મા થયો! એવું છે નહીં. આહાહાહા ! ભાષા તો સાદી છે પણ એનાં ભાવ તો (જે છે તે) એણે પકડ્યા નથી, કોઈ દિ' ! આ સાંભળવા મળતું નથી અત્યારે તો અત્યારે તો જ્યાં હોય ત્યાં આમાં કહે આ સામાયિક કરો, પોષા કરો, પડિક્કમણાં કરો, વ્રત કરો, દાન કરો, મુનિને આહાર-પાણી આપો, બધી આવી ક્રિયા ! કરો, કરો, કરો-કરવાની વાતું બતાવે, શ્વેતાંબરમાં જાય તો એને ભક્તિ કરો, પૂજા કરો, જાત્રા કરો, ગિરનાર જાઓ, શેત્રુંજય જાઓ, એ બધી રાગની ક્રિયા બતાવે. આહાહા ! (શ્રોતા – આપ કઈ ક્રિયા બતાવો છો !) આ રાગ વિનાનો આત્મા છે એનું શ્રદ્ધા, જ્ઞાન કરવા એ જ ધાર્મિક ક્રિયા છે. શાંતિભાઈ ? આહાહાહા! આ ધર્મ કરવાની રીત ! (શ્રોતા – જ્યાં ધર્મ હોય ત્યાં જાયને) કયાં જાય? ઇચ્છા કરી અજ્ઞાનીએ કે હું આ કાગળને ઊંચો કરું. એ અજ્ઞાની ઇચ્છાનો કર્તા છે, પણ આ (કાગળની) ઊંચી થવાની પર્યાયનો કર્તા, એ આત્મા છે એવું નથી. આવી વાતું છે પ્રભુ! આહાહાહા !
(જુઓ) પગ ચાલે છે, ઇચ્છા થઈ કે હું ચાલું, બસ? ઇચ્છાનો કર્તા થયો અજ્ઞાની, પગ ચાલે છે એ પગની પર્યાયથી પગ ચાલે છે, ઇચ્છાથી નહીં. હવે આ વાત કોણ માને ! પ્રભુ ગળે ઊતરે નહીં, સમજવું કઠણ. પણ બાપુ માર્ગ તો આ છે ભાઈ ! આહા! અનંત અનંત કાળથી દુઃખી છે પ્રભુ! કાલ ઘણું કહ્યું નહોતું? નર્કમાં ભાઈ તે દુઃખ એવા સહ્યા છે કે બાપુ સાંભળ્યા જાય નહિ, ભગવાનનો પોકાર છે, પ્રભુ તું નર્કમાં અનંત વાર ગયો! અનંત અનંત સાગરોપમનાં નરકના દુઃખો તે ભોગવ્યા ત્યાં, એક એક નર્કમાં અનંત વાર ગયો. પ્રભુ તું એમ પ્રભુ કહે છે, એક એક નર્કની દશહજાર (વરસની) સ્થિતિએ, અનંત વાર દશ હજારને એક સમયની સ્થિતિ એ, અનંતવાર દશક થઇને બે સમયની સ્થિતિએ અનંતવાર એમ ત્રણ, ચાર, પાંચ, સાત, દશ, સંખ્યાત-અસંખ્યાત મિનિટને પછી દશક થઇને? મિનિટની સ્થિતિએ અનંતવાર પછી દશક હજારને ૨ મિનિટની સ્થિતિએ અનંતવાર એમ તેત્રીસ સાગર સુધી અનંત અનંત વાર ભાવ કર્યા બાપા! આહાહાહા ! એક મિથ્યાત્વને લઈને ! એ મિથ્યાત્વ શું ચીજ છે, એની ખબર નથી ! સમજાણું?
એ તો (અજ્ઞાનથી) જાણે કે હું દયા પાળું ને વ્રત કરું ને ધર્મ! એ તો દયા ને વ્રતનાં પરિણામ તો રાગ છે, (ઍને) અજ્ઞાની ધર્મ માને છે ને મનાવે છે અત્યારે તો, શું કરવું? માથે સાધુ થઈનેય એ મનાવે છે ને કરવાવાળા માને છે, બધી ખબર છે ભાઈ! આહાહા ! એંસીની સાલમાં (સંવત૧૯૮૦) બોટાદ ચોમાસું હતું, એંસી-એસી કેટલા વર્ષ થયા એને? ૫૫ વરસ, પંચાવન તો બોટાદ તો મોટો સંપ્રદાય ને! અને વ્યાખ્યાનમાં હું બેસું એટલે માણસો તો માંય (સમાય) નહીં અપાસરામાં એટલું માણસ બેઠું હોય, એ શું કહેવાય? શેરી, શેરીમાં બેસે ! આમ હોય ને બારી-બારીમાં આંહી વાંચન ને શેરીમાં બેસે એટલું બધું માણસ (થાય) બોટાદ, ત્રણસો ઘર, શેઠિયા રાયચંદ ગાંધી, મોટા ગૃહસ્થ, લાખો (પતિ) દશાશ્રીમાળી અને વિશાશ્રીમાળી નારણ ભુદર-બહુ માણસ થાય, અમારી તો આબરુ મોટી હતી ને એ દિ' એંસીમાં, બહુ માણસ ભેગું થાય ભાઈ ! આહાહા !