________________
૪૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ થાય છે. એ કોઈ એમ કહે કે કર્મને લઈને થાય છે (એ) જૂઠી વાત છે, કીધું, એ.. ય ખળભળાટ હાલ્યો! કારણ બધાય સંપ્રદાયમાં એ વાત, સ્થાનકવાસીય એમ માને કે કર્મને લઈને વિકાર થાય, શ્વેતાંબર એમ માને કે કર્મને લઈને વિકાર થાય, દિગંબરોય એમ માને કે કર્મને લઈને વિકાર થાય. એ ય ખળભળાટ થઈ ગયો ! કીધું, લાખ ખળભળાટ થાય પણ માર્ગ તો આ છે. એ કર્મ છે તો અહીંયા (જીવમાં) રાગ વિકાર થયો છે એમ નથી. અને વિકાર થયો જીવમાં તો (ત્યાં) કર્મબંધન થયું એવું છે નહીં. પોત-પોતાને કારણે છે. આહાહા! આવી વસ્તુ છે. આહાહાહા ! સમજાણું કાંઈ? (શ્રોતાઃ- ઘાતી-અઘાતીના ભાગલા કોણે કર્યા?) ભાગ? ઈ પરમાણુંએ કર્યા, આત્માએ નહીં.
ઈ દષ્ટાંત આપ્યો છે (સમયસારમાં છે) સાંભળો! કે જેમ આ આહાર લે છે માણસ, (એમાં એ આહારમાં કેટલાક પરમાણું લોહીપણે, કેટલાક પરમાણું વીર્યપણે, કેટલાક હાડકાંપણે, કેટલાક ચામડીપણે પરિણમે છે, પણ એને પરિણમાવે કોણ? એ એની (પરમાણુંની) પરિણમવાની યોગ્યતા પ્રમાણે પરિણમાવે છે. દાખલો છે એનો સમયસારમાં દાખલો છે. આસ્રવ છે ને ભાઈ ?
(બીજો) દાખલો, શેર-દોઢશેર બદામનો મેસુબ (બનાવ્યો હોયને) એ ખાધાં લ્યોને બદામનો મેસુબ થાય છે ને! પીસ્તાનો મેસુબ થાય છે, એ પહેલાં થતાં, હવે તો મોંઘું પડયું ને (થયું ને !) સવા-સવાસો રૂપિયાની (એક) કિલો બદામ ! અને પિસ્તા તો દોઢસો-બસો પીસ્તા બહુ મોંઘા છે. છે ને બધી ખબર છે ને!તે દિ' તો બાર આને શેર હતી બદામ, અમે દુકાને વેચતાં ત્યારે, (મારે) આંહી બીજુ કહેવું છે કે એ બદામનો મેસુબ થાય, એ મેસુબ થાય ને ખાય, એટલે એનાં પરમાણું જે છે (બદામના તેમાં) કેટલાક લોહીપણે, લોહીપણે થવાના હોય એ લોહીપણે થાય, વીર્યપણે થવાના હોય એ વીર્યપણે થાય, થુંકપણે થવાના હોય એ થુંકપણે થાય, ચામડાપણે થવાના હોય એ ચામડાપણે થાય, હાડકાંપ થવાના હોય એ હાડકાંપણે થાય, દાખલો છે ને સમયસારનો ! એને કોઈ બદલાવવાવાળું નથી–ભાગ પાડવાવાળું નથી. આહાહા ! પરમાણુંએ પરમાણું એક-એક સ્વતંત્ર, જે સમયે જે ક્રમબદ્ધમાં એની પર્યાય જે થવાવાળી છે (તે જ) થાય છે. આકરું કામ ભાઈ?
સત્યને સત્ય રીતે માનવું બહુ કઠણ છે ભાઈ ! આહાહા !
ઈ આવ્યું છે આંહી કાગળ આવ્યો મોહનભાઈનો આવ્યો છે આંહી “હરણિયાને મોડી ખબરું પડી–મૃગલાને મોડી ખબરું પડી” હમણાં ભાઈ આપી ગયા કાગળ. આહાહા ! એમ આ અજ્ઞાનીને મોડી ખબરું પડી, મારો નાથ ! આંહી આનંદસ્વરૂપ છે, એ આનંદને બહાર ગોતવા જાય છે. બાયડીમાંથી આનંદ મળશે, પૈસામાંથી મળશે, એ ભોગમાંથી મળશે, વિષયમાંથી મળશે, પૈસામાંથી મળશે, અરે ! મૂરખ કયાં જાશ તું?
એ મરવાના ટાણાં આવ્યા ત્યારે પછી (મોં ફેરવી લે છે) પછી હાય ! હાય ! અરે રે, હવે.. દામનગરમાં એક હતા ખુશાલભાઈ-ખુશાલ પ્રેમચંદ, ગૃહસ્થ લોકો ત્યાં (એને) એક આંખ નહોતી, એની દિકરી અહીં હતી ઝબુબેન, આવ્યા'તાને ગઢડામાં પરણાવ્યા'તા, (એ ખુશાલભાઈ ) ગામનાં બહુ કામ કરે-ગામનાં માણસોના એ ખુશાલભાઈ હતા.
બધા ત્યાં ચોમાસા કર્યા'તા ને ભાઈ ! ( એ ખુશાલભાઈ ) મરવા પડ્યા ત્યારે ભાઈ