________________
66
સમયસાર સિદ્ધિ ભાગ-૪ અહીં એ કહે છે “પુદ્ગલદ્રવ્ય કર્મપણે સ્વયમેવ (પોતાની મેળે જ) પરિણમે છે” પુદ્ગલદ્રવ્ય જડ છે ને પુદ્ગલ છે ને ! એ કર્મરૂપ સ્વયમેવ પરિણમે છે. ત્રીજી લીટી છે (ટીકાની ) ‘આ વાત સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે” –આંહી એ જ વાતને સ્પષ્ટતયા સમજાવે છે. એ વાતને સ્પષ્ટપણે દૃષ્ટાંત દઈને સમજાવે છે. જેમ સાધક મંત્ર સાધે છે ને મંત્ર આ વીંછી ઊતારવાનો મંત્ર, સર્પનું ઝેર ઊતારવાના મંત્ર હોય છે ને ! મંત્ર તો ઘણાં પ્રકા૨નાં (હોય છે ) તો કહે છે દૃષ્ટાંતથી સાંભળો !
૪૧૮
જેમ સાધક તે પ્રકારના ધ્યાનભાવથી સ્વયમેવ પરિણમતો થકો-પોતાની પર્યાયમાં રાગ થયો, એ અજ્ઞાની રાગનો સ્વયમેવ કર્તા ત્યાં થાય છે. એમ એ સાધકને જે મંત્રના પરિણામ થયા, ક૨વાના (ઝેર ઊતારવાના ) એ પરિણામનો કર્તા થાય છે. સમજાણું કાંઈ... ? અને તે ધ્યાનભાવ, સમસ્ત સાધ્યભાવોને જેને જ્યાં કરવું છે એના ભાવ છે ને ! કે હું આ મંત્ર કરું તો સર્પનું ઝેર ઊતરી જાય-મંત્ર કરું તો વીંછીનું ઝેર ઊતરી જાય, હું મંત્ર કરું તો એ સ્ત્રી નાચે ( ધૂણે ) ગાંડી થઈ જાય ! સમજાણું કાંઈ... ?
“તે ધ્યાનભાવ સમસ્ત સાધ્યભાવોને ” –સાધ્ય ( ભાવોને ) એટલે જે સામે થવાવાળા છે ( તે ભાવ ), સાધકને સાધવાયોગ્ય ભાવોને અનુકૂળ હોવાથી–સામી ચીજને સાધકનો ભાવ નિમિત્ત-અનુકૂળ હોવાથી, નિમિત્તમાત્ર હોવાથી ( થવાથી ) સાધક કર્તા થયા સિવાય, સર્પાદિકનું વિષ ( ઝેર ) સ્વયમેવ ઊતરી જાય છે. આહાહા ! ( શું કહે છે ? ) એણે સાધકે તો મંત્ર સાધવાના પરિણામ કર્યા ઇ મંત્રની ભાષાનો કર્તા પણ નથી અને પરિણામ કર્યાને સર્પને વિષ ઉતરી ગયું તો એ તો પોતાના કા૨ણે ( ઊતર્યું ) એ ઝેર ઊતરવા લાયક હતું તો ઊતર્યું છે, આણે ( સાધકે ) મંત્ર કર્યો તો ત્યાં ( ઝેર ) ઊતર્યું છે એવું નથી. ( શ્રોતાઃ- મંત્ર સાધકે મંત્ર તો સાધ્યો ને ? ) આ વાત પણ ઈ પ્રશ્ન જ કયાં ( છે ? ) મંત્ર થયો ને અહીં આ થયું એને કારણે, આને (મંત્રને ) કા૨ણે થયું એવું નથી. ભારે કામ આકરું, આ તો જ્યાં હોય ત્યાં ‘હું કરું, હું કરું, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે’ –ગાડું ચાલતું હોય ને નીચે કૂતરો ( ચાલતો હોય ) ઠાંઠું એને અડે! બર્સે મણનું એમાં ગાડું મોટું, બળદ વડે જાય ( ચાલે ) એ ( કૂતરો ) એમ માને કે ગાડું મારાથી હાલે છે.
(આહાહા !) એમ જગતની ચીજો ધંધાની, પૈસાની આવવા-જવાની, ખાવા-પીવાની ( આદિ ) ક્રિયા બધી પોત-પોતાથી થાય છે, અજ્ઞાની એમ માને છે કે મેં આ કર્યું, હું એ કરું છું ગાડા નીચે કૂતરું જાય અને ઠાંઠું અડે ને માને કે ગાડું મારાથી હાલે છે, એમ દુકાનને થડે બેઠો, અને જે પૈસા આવે–જાય, માલ આવે–જાય-ઘરાક–(ગ્રાહક ) આવે–જાય, એ કર્તાની પર્યાય હું કરું છું (અભિમાન છે!) આહાહા ! આવું કામ છે, જગતને બેસવો વીતરાગનો માર્ગ ! બહુ અલૌકિક છે બાપુ !
જિનેશ્વ૨–૫૨મેશ્વર (તીર્થંકર ) એમ કહે છે કે તારા ( પોતાના ) અજ્ઞાનથી તેં રાગ–ભાવ કર્યો તો તું રાગનો કર્તા છો, પણ એ વખતે કર્મનું બંધન થાય તો એનો તું કર્તા નથી. આહાહા ! કેમ કે કર્મબંધન છે પુદ્ગલ, એ તારાથી ભિન્ન ચીજ છે અને ભિન્ન ચીજનું પરિણમન થયું તે એનાં કારણથી છે. તારા કા૨ણથી એમાં પરિણમન થાય કર્મરૂપ એવું નથી. આવી વાત છે. આહાહાહા !