________________
૪૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ કર્તા એ કર્મપુદ્ગલ (છે), આત્માના પરિણામ એના કર્તા છે એવું નથી. આવી વાતું ભાઈ !
(શ્રોતા:- પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે!) સ્વતંત્ર છે. પ્રત્યેક વસ્તુ (ની) પોતાની પર્યાય (જે) સમયમાં થાય છે એ પોતાથી સ્વતંત્ર થાય છે. આહાહા ! આકરું કામ ! (જુઓ!) ઇચ્છા થઈ કે હું બોલું, તો એ ઇચ્છાનો કર્તા એ અજ્ઞાની છે, જ્ઞાની–ધર્મી તો ઇચ્છા થાય છે એનાં જાણવાવાળા (જાણનાર) રહે છે. આવી વાતું ભાઈ ! અજ્ઞાની ઇચ્છાનો કર્તા થાય છે એટલું નિમિત્ત અને ભાષાની પર્યાય એ સમયે થવાવાળી હતી તો ભાષા થઈ, એ ભાષાની પર્યાયનો કર્તા, ઈચ્છા કરવાવાળો આત્મા એનો કર્તા છે નહીં. અરે, અરે ! આવી વાતું હવે ! આ શું છે! સમજાય છે?
લ્યો, આ સંચા, તમે આવા સંચા, માણસ ઊભો હોય ત્યાં (તેને) ઇચ્છા થઈ કે આને હુલાવું સંચાને, તો ઈ ઇચ્છાનો કર્તા એ છે અજ્ઞાની (તેને) રાગ છે ને, તેથી તે) રાગનો કર્તા અજ્ઞાની છે. ધર્મી (જ્ઞાની) રાગનો કર્તા છે નહીં, રાગ આવે છે એને પોતાનામાં જ્ઞાનમાં રહીને, જ્ઞાનમાં જાણે છે. તો ઇચ્છાનો કર્તા થાય છે, તો સંચો ચાલે, આમ સંચો ચાલે એ ક્રિયાનો કર્તા ઇચ્છાવાન આત્મા નથી. એ તો એ સમયે પરમાણુની પર્યાય-સંચાની એવી જ ( રીતે) ચાલવાની (હતી) તો એ પરિણમે છે-એ પરમાણું જે ચાલ્યા સંચાના એ પર્યાયના કર્તા એ પરમાણું છે, ઇચ્છા કરવાવાળો (માણસ) એનો કર્તા નથી. કહો, બલુભાઈ ? આખો દિ' તમે કરો છો ને, મોટું સીત્તેર લાખનું મકાન (ફેકટરી) દવા-દવા (બનાવવાનું) નહોતું આટલું મોટું? (શ્રોતા- એ દવા દબાવીને કરતા!) કોણ દાબે ? રામજીભાઈ હતા, નાનાલાલભાઈ હતા રાજકોટવાળા કરોડપતિ-નાનાલાલ કાળીદાસ જસાણી, બધા હતા ત્યાં, કોણ કરે ભાઈ ! બહું આકરું કામ. ઇચ્છા થઈ કે આ હિરો હાથમાં લઉં, તો એ અજ્ઞાની એ ઇચ્છાનો કર્તા છે, પણ
જ્યારે હાથમાં હિરો આવ્યો, એની હિરા લાવવાની ક્રિયા થઈ, એ ઇચ્છાથી થઈ એમ છે નહીં. સમજાણું કાંઈ?
જ્ઞાની જાણે, જ્ઞાનીની દૃષ્ટિ પોતાના દ્રવ્યસ્વભાવ ઉપર (જ) છે. ધર્મી એને કહીએ કે જેમને શાયકસ્વભાવ આત્મા શુદ્ધચૈતન્યઘન છે (તેના ઉપર) સમકિતીની દૃષ્ટિધર્મીની દૃષ્ટિ ત્યાં છે. એ કારણે એનાં પરિણામમાં નિર્મળ પરિણામ થાય છે, એ નિર્મળ પરિણામનો કર્તા ધર્મી છે. રાગ થાય છે અને જ્ઞાનમાં શેય તરીકે જાણે છે. અરે! હવે આવી વાતું છે, બહુ કામ ! આખો માર્ગ વીતરાગનો, અત્યારે ચાલે છે તેથી આખી જુદી જાત છે. આહાહા !
વીતરાગ સર્વશદેવ એમ કહે છે કે દેખો! કે આત્મા તો પોતાના પરિણામનો કર્તા છે અજ્ઞાની, આ રાગ-દ્વેષના પરિણામનું કહેવું છે ને !ઈ આત્મા નિમિત્તભૂત હોવા છતાં, પુદ્ગલદ્રવ્યજડકર્મ, કર્મરૂપે સ્વયમેવ પરિણમે છે. એ પુદ્ગલમાં તે સમયમાં કર્મરૂપ થવાની તાકાતથી (સ્વયં) કર્મરૂપ થાય છે. આહાહાહા ! એ કુદરતે એમ કે પોતાની મેળે ( પરિણમે છે.) એમ જ થાય છે. (જેમ કે ) સૂર્ય ઊગે ને (માળામાં) પંખી ભેગાં હોય એ એકપછી એક પોતાથી પોતાને રસ્તે ચાલ્યા જાય છે (ઊડી જાય છે), એ સૂર્ય ઊગ્યો માટે જાય છે એમ નથી. અને સૂર્યાસ્ત થાય તો પંખી ઝાડ ઉપર (પાછા) આવે છે. અને બધા (પંખીઓ) જ્યાં ખૂલ્યું હોય, કોઈ આગળ-પાછળના હોય ત્યાં ભેગાં થાય બધાં, એ પોતાનાથી, એ કાંઈ સૂર્યાસ્ત થયો હોવાથી