________________
ગાથા-૯૧
૪૧૫ કર્તા થાય છે. મંત્રસાધનારની સામે ચીજ જે હોય છે એનો કર્તા નથી. કહેશે વિશેષ આ આત્માનો ભાવ નિમિત્તભૂત હોવાથી આત્મા વિકારી શ્રદ્ધા અનાદિથી રાગ જે પુણ્ય-પાપના ભાવ એ દયા, દાન, વ્રતાદિના ભાવ પણ વિકાર છે એ વિકારને પોતાનો માને છે, એ મિથ્યાશ્રદ્ધા-મિથ્યાદર્શન છે. એ રાગ પોતાનો જાણે છે એ મિથ્યાજ્ઞાન છે અને રાગમાં રમણતા કરે છે તે મિથ્યાચારિત્ર (છે.) સમજાય છે કાંઈ?
એ પોતાના ભાવનો કર્તા બને છે (આત્માનો ભાવ) નિમિત્તભૂત થતાં, પરિણામ ( વિકારનાં) તો નિમિત્ત છે જે નવા કર્મ બને છે તેમાં, નવું કર્મ બને છે એ આત્મા બાંધે છે એવું નથી. આહાહા ! પણ નિમિત્તભૂત થતાં એટલે નિમિત્ત એટલે નિમિત્ત છે એટલે (નવું કર્મ ) બને છે એવું પણ નહીં. ઝીણી વાત છે બહુ! “પુગલદ્રવ્ય કર્મપણે” –પુદ્ગલ છે જડ એ “કર્મપણે સ્વયમેવ (પોતાની મેળે જ) પરિણમે છે. એ કર્મની પર્યાય જે થાય છે પુદ્ગલની એ સ્વયં કર્મરૂપ થાય છે. પણ એણે રાગ કર્યો તો એને કર્મને પરિણમવું પડ્યું એમ નથી. જ્યારે આત્મા મિથ્યાશ્રદ્ધા જ્ઞાન-રાગદ્વેષરૂપ પરિણમે છે તેથી તે નિમિત્ત છે પરમાં પણ પરનું પરિણમન થયું તે સ્વયં કર્મરૂપે પરિણમે છે. આત્માએ મિથ્યા-રાગદ્વેષ કર્યા (તેથી) કર્મરૂપ પુગલને પરિણમવું પડ્યું, એવું છે નહીં. (શ્રોતા - એ નહોત તો પરિણમત નહીં!) એ પ્રશ્ન જ નથી, આ થાય છે એમ કહે છે. આહાહા ! ઝીણી વાત છે ભાઈ !
આત્મા, પોતાના સ્વરૂપની અનાદિકાળથી ખબર નહિ, હું તો શુદ્ધચૈતન્ય આનંદકંદ છું તો એના અજ્ઞાનભાવે એ પુણ્ય ને પાપના ભાવ કરે છે, એ મારી ચીજ છે એવી મિથ્યાશ્રદ્ધા, એ (રાગ) મારો છે એમ જાણવું એ મિથ્યાજ્ઞાન અને એમાં (તે-રૂપ) પરિણમન કરવું એ મિથ્યાચારિત્ર, આહાહા ! એ અનાદિથી આત્મા મિથ્યાત્વાદિરૂપ પરિણમીને (તેનો કર્તા થાય છે) આત્માનો ભાવ નિમિત્ત થતાં એટલું ! પુગદ્રવ્યનું કર્મબંધન જે થાય છે એ કર્મપણે સ્વયમેવ (પોતાની મેળે જ) અનંત પરમાણું છે એમાંથી જેટલા કર્મપણે પર્યાય થવાની યોગ્યતાવાળા પરમાણું કર્મપણે થાય છે. સમજાય છે કાંઈ ?
(દષ્ટાંત) જેમ કે ઇચ્છા કરી કે હું શરીરને હલાવું તો ઇચ્છાનો કર્તા અજ્ઞાની છે પણ આ હાથ ચાલે છે તો એ ચાલવાની પર્યાય, ચાલવાનું કર્મ એ પુદ્ગલની પર્યાય એમાં થવાવાળી છે ઇચ્છા કરી માટે પુદ્ગલ ચાલ્યું છે, એવું નથી. (જુઓ ને!) આ પર્યાય, એ સમયે પોતાનાથી હલી, તો એ હલવાની પર્યાયનો કર્તા એ પરમાણું થાય છે, ઇચ્છા અહીં થઈતો પરમાણુંની પર્યાયથી ચાલ્યું-હાલ્યું એવું છે નહીં. એ બલુભાઈ? શું કહે આ બધું કોઈ દિ'... આહાહાહા ! સમજાણું કાંઈ?
અહીંયા આત્માએ તો એટલું કર્યું પોતાના પરિણામમાં અજ્ઞાનથી પોતાની ચીજ શુદ્ધચૈતન્ય જ્ઞાન-દર્શન આનંદકંદ પ્રભુ છે, એનું ભાન અનાદિથી નહિ હોવાથી, પોતાના અજ્ઞાનથી પોતાનામાં મિથ્યાશ્રદ્ધા જ્ઞાન ને રાગદ્વેષરૂપ પરિણમન કરે છે બસ. એ પરિણામનો કર્તા છે અજ્ઞાની. પણ એ સમયે જે કર્મ બને છે, એનો કર્તા આત્મા નથી. મિથ્યાશ્રદ્ધા આદિ (ભાવનો) કર્તા (આત્મા) છે પણ એનો (કર્મ-પુદ્ગલકર્મનો) કર્તા નથી. એ સમયે કર્મ થવાને યોગ્ય, પુગલના પરમાણું પોતાથી સ્વયં કર્મરૂપે પરિણમે છે. એનો કર્તા એ કર્મરૂપી પુદ્ગલપર્યાયનો