________________
४०८
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ગંભીરતાનો પાર નથી પ્રભુ! ( અપાર.. અપાર..!)
અને આકાશનું જેમ (સર્વ) વ્યાપકપણું છે, કયાંય એનો અંત નથી, અનંત.... અનંત... અનંત એમ તારામાં તારા અનંતગુણની સંખ્યાનો કોઈ અંત નથી. આહાહા ! આવો પ્રભુ શુદ્ધ નિરંજન હોવા છતાં, અનાદિથી અજ્ઞાની પરના લક્ષથી-પોતાના લક્ષના અભાવથી, પરના લક્ષથી, પરથી નહીં (પરંતુ) પરનું લક્ષ કરવાથી મિથ્યાશ્રદ્ધા એ દયાદાનના પરિણામ ધર્મ છે એવી માન્યતા મિથ્યાશ્રદ્ધા છે. (અને) એ મિથ્યાજ્ઞાન છે ને મિથ્યાચારિત્ર-આચરણ છે, એ ત્રણ પ્રકારનો પરિણામ વિકાર, એનો કર્તા થાય છે અજ્ઞાની, પરની એ વાત તો અહીં છે નહીં. ભાષા તો સાદી છે પ્રભુ! પણ એવી બહુ ઝીણી એવી નથી-સંસ્કૃત ને વ્યાકરણ ને મોટા બધા! આહા !
ચૈતન્ય સ્ફટિક રતનથી ભરેલો ભગવાન, ચૈતન્યના સ્ફટિક રતનથી ભરેલો એવો પ્રભુ નિર્મળાનંદ-શુદ્ધ ચૈતન્ય-નિરંજન-એક-અનાદિ અનંત, એવો હોવા છતાં પણ, એની સત્તાનોસ્વભાવનો સંબંધ ને અનાદર હોવાથી સંબંધ છોડી દીધો ! અનાદર કર્યો અને રાગ કોઈ આવ્યો શુભાશુભ ભાવ એનો આદર કર્યો, તો શુભાશુભનો આદર કરવાવાળાને ત્રિકાળી શુદ્ધ સ્વભાવ ભગવાનનો એણે અનાદર કર્યો! આહાહાહાહા ! સમજાણું?
એ પરની દયાનો ભાવ, રાગ-રાગ છે. એનો જેણે આદર કર્યો, તો એણે ત્રિકાળી આનંદકંદ પ્રભુનો અનાદર કર્યો. આવી વાતું સાંભળવી કઠણ પડે અત્યારે ચાલતું નથી કયાંય. શુભભાવનો આદર કર્યો (તો) પવિત્ર ભગવાનનો અનાદર કર્યો! “પરમાત્મ પ્રકાશ માં છે ને ભાઈ ! ? જેણે શુભરાગનો આદર કર્યો એણે આત્માને હેય કર્યો ! જેણે શુભભાવને ઉપાદેય કર્યો-આદરણીય માન્યો એણે ભગવાન પૂર્ણાનંદના નાથનો (અનાદર એટલે) હેય કર્યો, અને જેણે ભગવાન પૂર્ણાનંદના નાથને ઉપાદેય કર્યો તેણે રાગને હેય કર્યો. ભાષા તો સાદી છે મધુભાઈ? ત્યાં હોંગકોંગમાં કાંઈ ન મળે, હોળી છે બધી! આહાહા ! જ્યાં હોય ત્યાં પડ્યા હોય બિચારાં ! આહાહા!
અંદર વસ્તુ છે પ્રભુ. દરિયો ભર્યો છે અંદર-સ્વયંભૂરમણ સમુદ્ર તો અસંખ્ય જોજનમાં, આ તો અનંત અનંત અનંત અનંત ગુણમાં જેનાં ગુણનો પાર ન મળે પ્રભુ, તારી એક સમયની પર્યાય, એપણ અનંતી છે. આહાહા ! જે શુદ્ધસ્વરૂપ જે છે ત્રિકાળી, એની જે દૃષ્ટિ કરી તો પર્યાય એક સમય છે પણ છે એ અનંતી-અનંતી પર્યાય વિનાનું દ્રવ્ય ક્યારેય રહેતું નથી. સમજાણું કાંઈ? તો પોતાના જે અનંત ગુણ છે સંખ્યાએ હદ વિનાની શક્તિઓ અનંત, એનું ભાન થવાથી, પર્યાયમાં એક સમયમાં અનંતી.. અનંતી. અનંતી.. અનંતી પર્યાય પ્રગટ થાય છે. પરિણમન વિનાનું દ્રવ્ય રહેતું નથી. અનંતી. અનંતી. અનંતી. અનંતી પર્યાય-પરિણમન, દ્રવ્યમાં નથી, પરિણમનમાં છે, એ દ્રવ્યમાં નથી દ્રવ્યમાં છે એ પરિણમનમાં નથી. આહાહાહાહા !
તમારે વેદાંત દ્રવ્યને માને, પર્યાયને ન માને-પર્યાય છે જ નહીં, દ્રવ્ય જ છે. આંહીં તો કહે છે દ્રવ્ય જે વસ્તુ, દ્રવ્ય એટલે પૈસા નહિ હોં? આ દ્રવ્ય એટલે પદાર્થ-આત્મા! છે? આંહીં છે એમ કહે છે, હોંગકોંગ જાય ત્યાં દષ્ટિ ફરી જાય, આંહીં વળી હા પાડે, એમ કહે છે આ તો દાખલો ઘરનો આપ્યોને... એમ બધાને છે ને ! આહાહાહા! આંહીં તો બાપા! બીજુ શું થાય મારગ તો