________________
ગાથા-૯૦.
૪૧૧ “જોકે શુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્મા કર્તા છે નહ” –વસ્તુ જે ભગવાન આત્મા તો પર્યાયનો કર્તા છે નહીં. દ્રવ્ય એ તો પર્યાયનું કર્તા છે નહીં–શુદ્ધપરિણમન હોય તોપણ કર્તા દ્રવ્ય નથી અને અશુદ્ધ હોય તો પણ દ્રવ્ય કર્તા નથી. છે તો પરિણામ જ કર્તા છે. આહાહાહા! સમજાણું?
શું કીધું એ? નિત્યાનંદ પ્રભુ ધ્રુવ વસ્તુ, એ કાંઈ પરિણામની કર્તા નથી. પરિણામ જે અશુદ્ધ હો તો અશુદ્ધપરિણામ અશુદ્ધના કર્તા છે, પરિણામ પરિણામના કર્તા છે. પણ શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી (એટલે) શુદ્ધ દ્રવ્યસ્વરૂપ ભગવાન ત્રિકાળી છે એ નયથી, આત્મા કર્તા નથી, એ નથી તો પરિણમનો કર્તા આત્મા નથી, ચાહે તો અશુદ્ધપરિણમન હો-ધર્મનું પરિણમન હો, પણ દ્રવ્ય જે ત્રિકાળ છે એ તો કર્તા-પરિણામનો કર્તા દ્રવ્ય નથી. આહાહા ! એ શું વળી દ્રવ્ય ને પર્યાય !? આહાહા !
શુદ્ધ દ્રવ્યસ્વરૂપ ત્રિકાળ એવો આત્મા તો પરિણમનો કર્તા છે નહીં, તથાપિ “તોપણ ઉપયોગ અને આત્મા એક વસ્તુ હોવાથી” –ઉપયોગ અને આત્માને એક ગણીને, અશુદ્ધ જે પરિણમન છે ઉપયોગ અને આત્મા (એક વસ્તુ ) એમ ગણીને “અશુદ્ધદ્રવ્યાર્થિકનયે” અશુદ્ધદ્રવ્યથી આત્માને પરિણામનો કર્તા છે એમ કહેવામાં આવે છે. ઘડિકમાં કંઈક ને ઘડિકમાં કંઈક! જે ભાવરૂપ પરિણમે છે તે (ભાવનો) કર્તા થાય છે.
આ પ્રકારે છે ને! શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી આત્મા કર્તા નથી, શું કહે છે? જે અશુદ્ધપરિણમન થયું એ પરિણમન-પરિણામનો કર્તા પરિણામ છે, દ્રવ્ય નહીં. અરે, શુદ્ધપરિણમન ધર્મના (પરિણામ) હો-સમ્યગ્દર્શનશાન ચારિત્રના પરિણામ હો, એનો પણ કર્તા, દ્રવ્ય તો નહીં, દ્રવ્ય તો ધ્રુવ ને એકરૂપ રહેવાવાળી ચીજ છે. આહાહા ! (શ્રોતા-દ્રવ્ય ભિન્ન ને પર્યાય એની જ રમત આવી) પરની હારે કોઈ સંબંધ નથી. પરથી કંઈ થતું નથી ને પરમાં પોતાથી કંઈ થતું નથી. અશુદ્ધપરિણમન કરે તો એ કરે પરિણામ અને એ અશુદ્ધ (ઉપયોગ) કર્તા છે પરિણામ, પરિણામનું કર્તા અશુદ્ધના કર્તા છે. પણ શુદ્ધદ્રવ્યાર્થિકનયથી જુઓ તો એ અશુદ્ધપરિણામનો કર્તા નથી. પરિણમનો કર્તા પરિણામ! આહાહા!
પણ અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી દેખો તો, અશુદ્ધદ્રવ્યર્થિકનયનો અર્થ: દ્રવ્ય જે અશુદ્ધપણે પરિણમ્યું પર્યાયમાં એને અશુદ્ધદ્રવ્યાર્થિક કહ્યું અશુદ્ધ દ્રવ્યાર્થિક કહો, વ્યવહાર કહો, અશુદ્ધનિશ્ચયનય કહો, પર્યાયનય કહો વ્યવહારનય કહો. (એકાર્થ છે.) અરે રે! આવી ભાષા હવે આમાં એકકોર કહે શુદ્ધદ્રવ્ય-વસ્તુ જે છે એ તો પરિણામના કર્તા છે નહિ, એ પરિણમે છે કયાં? પરિણમે છે તો પર્યાય, પર્યાય પરિણમે ત્રિકાળ (છતાં પણ) કોઈ પણ સમયે પરિણમન વિનાનું દ્રવ્ય રહેતું નથી! સમજાણું કાંઈ....?
(ઓહોહો !) ત્રણકાળ-ત્રણલોકમાં કોઈ પણ દ્રવ્ય, જ્ઞાનીનું હોય કે અજ્ઞાનીનું પરિણમન વિનાનું દ્રવ્ય કયારેય હોતું નથી. એકલું દ્રવ્ય હોતું જ નથી. કેમ કે આવ્યું ને પંચાસ્તિકાયમાં પર્યાય વિજપુત દÒ' –પર્યાય વિના દ્રવ્ય ન હોય. ગમે તે કાળે પરિણમન વિનાનું દ્રવ્ય હોય એમ ત્રણકાળમાં બને નહીં. પર્યાય રહિત દ્રવ્ય નહીં ને દ્રવ્ય રહિત પર્યાય નહીં, ત્યાં સિદ્ધ તો પોતાનું કરવું છે ને ! આમાં કયાં નવરાશ માણસને ! બાયડી-છોકરા સાચવવા એના નિભાવ કરવા રળવુંછોકરાને મોટા કરવા ને પોતાનો અનુભવ હોય એ છોકરાવને દેવો, દુકાને બેસે,