________________
ગાથા-૯૦.
૪૦૯ આ છે. ઓહોહોહો! અનંત.... અનંત. અનંત. અનંતનો પાર ન મળે, એટલા અનંતા ગુણનો દરિયો પ્રભુ અને જેમાં અનંત ચૈતન્યના રત્નો ભર્યા છે અંદર, એની દૃષ્ટિના અભાવથી, પરના લક્ષથી ઉત્પન્ન થયું જે મિથ્યાશ્રદ્ધા-મિથ્યાજ્ઞાન ને રાગ-આદિ, એ અશુદ્ધ મલિન પરિણમનો કર્તા અજ્ઞાની થાય છે, કર્તા વિના તો રહેતો નથી. સમજાણું?
ધર્મી જીવ જે છે સમ્યગ્દષ્ટિ એ પણ પરિણમન વિનાના તો છે નહીં–પરિણમન વિનાનું દ્રવ્ય કયારેય ન હોય-એકલું દ્રવ્ય છે ને પરિણામ નથી અને બધા પરિણામ દ્રવ્યમાં ઘુસી ગયા ! એ તો મિથ્યાષ્ટિ માને છે–વેદાંત માને છે એ! સમજાણું આમાં? આહાહાહા ! અનંતી પર્યાયપરિણમન, ને અનંતી પર્યાય હો એક સમયમાં, એ પર્યાય દ્રવ્યની દૃષ્ટિથી અનંતી પર્યાય શુદ્ધ એક સમયમાં એક સમય, સમય એક ને અનંતી પર્યાય પરિણમનમાં છે, એ અનંતી પર્યાયના પરિણમન વિનાનું દ્રવ્ય કયારેય રહેતું નથી, છતાં) દ્રવ્યમાં પરિણમન નહીં. આહાહા ! પણ દ્રવ્યની પર્યાય વિના તો દ્રવ્ય છે નહિ કયારેય એકલું (દ્રવ્ય છે) એવું ત્રણ કાળમાં નથી, પર્યાય વિનાનું દ્રવ્ય છે નહીં સમજાણું કાંઈ...?
તો, આંહીં કહે છે કે પરિણામ-પરિણમન વિના દ્રવ્ય નથી, તો કેવું પરિણમન છે? કે અજ્ઞાનનું પરિણમન છે, પરિણમન તો છે. મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને રાગદ્વેષના પરિણામ તે મિથ્યા છે. (શ્રોતા:- પરમ સત્ય સાહેબ) પ્રભુ, સત્ય-ભૂતાર્થ-સત્યાર્થ પ્રભુ ત્રિકાળી ચૈતન્યસૂર્યચૈતન્યમાત્ર કહ્યો છે ને ! એ બધા ગુણો ચૈતન્યમાત્ર અહીં કહેવામાં આવ્યા છે. ખરેખર તો જ્ઞાનને દર્શન એનો ઉપયોગ છે પણ બધા ગુણને ચૈતન્યમાત્ર કહેવામાં આવે છે. પણ ભાગ પાડવો હોય (ભેદ પાડવો હોય) તો ચૈતન્ય તો ઉપયોગ છે એ જ ઉપયોગ ચૈતન્ય છે અને બીજા ગુણ છે એમાં, ઉપયોગ નહિ તો ઉપયોગ વિનાના છે, પણ બધાને ચૈતન્ય કહેવામાં આવ્યા છે, પોતાનામાં આનંદ છે. શાંતિ છે સ્વચ્છતા છે–પ્રભુતા છે એ અનંત શક્તિને ચૈતન્યમાત્ર કહેવામાં આવ્યા છે. આવો ઉપદેશ હવે, વાણિયાને નવરાશ ન મળે ! બાવીસ કલાક સુધી (સંસારના કામમાં) ગૂચાયેલા રહે ને બે કલાક વખત ત્યે વળી કોઈ વખતે, સામાયિકમાં કલાક બેસે, કલાક પડિક્કમણાંમાં બેસે એય અજ્ઞાનથી, ભાન તો કાંઈ ન મળે! આત્મા શું રાગ શું? (એની કંઈ સમજ નહીં ને) નમો અરિહંતાણં નમો સામાયિક છે. આહાહાહા! એ તો રાગ છે એમાં સામાયિક કયાંથી આવી રાગની સામાયિક છે.
કહો, મધુભાઈ? સામાયિક કરતા'તા ને, કરી હશે કે નહીં? ( શ્રોતા - હા પાડે છે) કરી છે! અમેય કર્યું'તું બધુંય પાલેજમાં ખૂબ કરતા'તા, પણ આઠ દિ', કરતા હોં પછી નહીં હોં, વેપાર કરતા ખરા ને ! પર્યુષણના આઠ દિ’ પછી નહીં, પછી ધંધો પાપનો. આહાહા! આઠ દિ' હોય ને પર્યુષણના આઠ, ચાર ઉપવાસ કરતા, પહેલે દિ’ અપવાસ, બીજે દિ' પારણું, પછી ઉપવાસ પછી બે દિ' ખાવાના અને એક ઉપવાસ અને છેલ્લો ઉપવાસ, એવા ઉપવાસ કરેલા ને, અને એક દિ' એવો અપવાસ કરેલો ને દુકાને બેઠેલા આખો દિ'ને તરસ્યાં (તરસ) એવી લાગી કે અમારે કુંવરજીભાઈની દુકાન હતી, ત્યાં સાંજે ગયો, પાછળ ગોળામાં પાણી ભર્યું'તું
ન્યાં જઈને પી આવ્યો!દુકાને બહુ બેઠાને આખો દિ', અપવાસમાં પાણી ન પીએ, ચોવિહાર કરતા તે દિ'. તે દિ' હોં ૧૭–૧૮-૧૯ વર્ષના હતા અમે), બહુ તરસ લાગી'તી, હવે કહેવું